આરોગ્યપ્રદ ગણાતું લસણ આ લોકો માટે બની શકે છે મુસીબત, જાણો ક્યાં સંજોગોમાં તેનું સેવન ન કરવું

આમ તો લસણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંયથી મળતા નથી. તમને જણાવી દઈએ કે લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે.

image source

નોંધનિય છે કે સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે. પરંતુ તે જરૂરી નથી કે તે દરેક પરિસ્થિતિમાં તમારા માટે ફાયદાકારક હોય. તેથી તમારે જાણી લેવુ જોઇએ કે તમારે ક્યા સંજોગોમાં તેનું સેવન ન કરવું જોઈએ.

image source

1 જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય – જો તમારા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો લસણનું સેવન તમારા માટે સારું નથી. આનું કારણ હિમોલાઈટીસ એનિમિયા છે, જે લસણના વધુ પડતા વપરાશને કારણે તમને પોતાની ઝપેટમાં લઈ શકે છે.

2 બ્લડ પ્રેશર – બ્લડ પ્રેશરની સમસ્યા, ખાસ કરીને લો બ્લડ પ્રેશરની ફરિયાદ હોય ત્યારે તમારે લસણ ઓછું કરવું કે પછી ન ખાવું જોઈએ. હકિકતમાં લસણ બ્લડ પ્રેશરને વધુ ઘટાડે છે જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી.

image source

3 ગર્ભાવસ્થા – જો તમે ગર્ભવતી હો, તો તમારે ખૂબ જ કાળજીપૂર્વક લસણનું સેવન કરવું જોઈએ. લસણ પ્રકૃતિમાં ગરમ છે અને વધારે સેવનથી કસુવાવડનું જોખમ વધે છે.

4. ગર્ભનિરોધકનો ઉપયોગ – જો તમે એખ સ્ત્રી છો અને ગર્ભનિરોધક ગોળીઓ લેતા હોવ તો પણ વધુ લસણનું સેવન તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. વાસ્તવમાં આ બંને મળીને શરીરમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન કરે છે જે તમને નુકસાન પહોંચાડે છે.

image source

5 અલ્સર – જો તમને પેટમાં અલ્સરની સમસ્યા છે, તો પછી તમારા માટે લસણનું સેવન ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી, તેને લેવાનું ટાળો. આ ઉપરાંત જો તમને પેટ સંબંધી સમસ્યાઓ હોય તો લસણ ન ખાવું. આ સિવાય પેટમાં ગેસ અથવા ડાયેરિયાની સમસ્યા હોય ત્યારે પણ લસણ ખાવાનું અવોઈડ કરવું જોઈએ.

6. લોહી પાતળું કરવાની દવા લેતા હોય ત્યારે : લસણ આમ તો લોહી પાતળુ કરવાનું કામ કરે છે. જેથી લોહીને પાતળુ કરનારી દવાઓ લેતા હોય તેવા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે એવા લોકો માટે લસણ ખતરનાક છે અને તેનાથી બ્લીડિંગ થવાનો ખતરો વધી શકે છે. જો તમે કોઈ ઓપરેશન કે સર્જરી કરાવવાના હોય તો લસણ ખાવાનું એવોઈડ કરવું, કારણ કે તેનાથી સર્જરી દરમ્યાન વધુ બ્લીડિંગ થવાનો ખતરો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત