શું તમે જાણો છો કે મુલ્તાની માટીના વધારે ઉપયોગથી થાય છે સ્કીનને નુકસાન, ભૂલથી ન કરશો પ્રયોગ

બદલાતી સીઝન, બદલાતી દિનચર્યા અને માટીના કરાણે અનેક વાર ફેસ પર અનેક પ્રકારની સમસ્યા આવે છે. તેનાથી ચહેરા પર ખીલ થવા કે વધારે બેજાન સ્કીન થવી કે સૂકાયેલી સ્કીનની સમસ્યા આવે છે. એવામાં તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે બેસ્ટ અને ઘરેલૂ ઉપાયમાં મુલ્તાની માટીનો ઉપયોગ કરો છો.

image source

મુલ્તાની માટી ગરમી શોષી લેવાનું કામ કરે છે. જ્યારે તમે ઉનાળામાં અઠવાડિયે 1 વાર તેનો પ્રયોગ ગુલાબજળની સાથે કરો છો તો તે ઈચ્છનીય રહે છે. આ સિવાય વારેઘડી કોઈ પણ સીઝનમાં તેનો ઉપયોગ નુકસાન કરે છે. મુલ્તાની માટી ફેસ પર લગાવવાથી ફેસ પર ફોલ્લીઓ રહેતી નથી. સ્કીન ટાઈટ અને ગ્લો કરે છે. તમે ઈચ્છો તો સ્કીનનો ભેજ જળવાઈ રહે તે માટે તેમાં દહીં મિક્સ કરીને કે પછી અલોવેરા જેલ મિક્સ કરીને તેને લગાવી શકો છો. તેનાથી સ્કીનનો ભેજ જલ્દી શોષાશે નહીં.

image source

અનેક લોકો સ્કીનને ગ્લોઈંગ અને ટાઈટ રાખવા માટે આ સસ્તો અને ઘરેલૂ એવો મુલ્તાની માટીનો પ્રયોગ કરે છે. તેનો લેપ લોકો ચહેરા પર લગાવે છે. આ સાતે તેમની ત્વચા માટે આ લેપ કેટલો લાભદાયી છે અને કેટલો નુકસાન દાયી તે તેઓ જાણતા નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે મુલ્તાની માટીનો વધારે પડતો ઉપયોગ તમારી સ્કીનને કઈ રીતે નુકસાન કરે છે.

સંવેદનશીલ સ્કીન માટે નુકસાન કારક

image source

એવા લોકો કે જેમની સ્કીન સંવેદનશીલ છે તેઓએ મુલ્તાની માટીનો પ્રયોગ નહિવત પ્રમાણમાં કરવો. કેમકે તેના ઉપયોગથી ફેસ પર દાણા આવી જાય છે અને સાથે સ્કીન ગ્લો કરવાના બદલે ડલ અને બેજાન બને છે.

ડ્રાઈ સ્કીન માટે છે નુકસાનદાયી

ડ્રાઈ સ્કીન ધરાવતા લોકોએ પણ મુલ્તાની માટીનો ઉપયોગ ટાળવો. તેનાથી સ્કીન વધારે સૂકી અને બેજાન બને છે. ચહેરો પણ વધારે ડ્રાય થાય છે. મુલ્તાની માટીનો ઉપયોગ ઓઈલી સ્કીનના લોકો માટે લાભદાયી છે.

image source

કરચલીઓ આવી શકે છે

કેટલાક લોકો જેઓ મુલ્તાની માટીનો નિયમિત ઉપયોગ કરે છે તેઓએ તે તરત બંધ કરી દેવો. તેનાથી સ્કીન પર કરચલીઓ આવે છે અને તે સારી રીતે કામ કરતી નથી.

શરદીની સમસ્યા

image source

શિળામાં જો તમે મુલ્તાની માટીનો વારેઘડી ઉપયોગ કરો છો તો તે નુકસાન કરે છે. સ્કીન સૂકાઈ જાય છે તેમાં આ પ્રયોગથી તે વધારે નુકસાન દાયી બને છે. સાથે તેની પ્રકૃતિ ઠંડી હોવાના કારણે શરદી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત