ડાયાબિટીસને કારણે પગમાં થાય છે આટલા બધા ફેરફારો, જાણો અને ખાસ રાખો પોતાનું ધ્યાન

જો પગ સુન્ન થઈ જાય છે, તો બ્લડ સુગરની તપાસ કરાવો, જાણો ડાયાબિટીઝને કારણે પગમાં આ ફેરફારો આવે છે

પગ પર ડાયાબિટીઝની અસર: ડાયાબિટીઝના દર્દીઓના પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આને કારણે તેમને ચેપનું જોખમ વધારે રહે

છે.

પગની આંગળીઓના નખમાં બદલાવ, કંપન અથવા કળતર થવું એ પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે.

ડાયાબિટીઝના લક્ષણો:

image source

એક સર્વે અનુસાર, દેશમાં ડાયાબિટીઝના 75 ટકા દર્દીઓમાં સુગરનું સ્તર અનિયંત્રિત રહે છે. અનિયંત્રિત ડાયાબિટીઝને કારણે દર્દીઓમાં હૃદયરોગ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું જોખમ વધારે રહે છે. આ રોગમાં જો વ્યક્તિ પોતાની જાતની યોગ્ય કાળજી લેતી નથી, તો વ્યક્તિની સ્થિતિ એટલી ખરાબ થઈ શકે છે કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ડાયાબિટીઝને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં તેના લક્ષણો પ્રારંભિક સમયગાળામાં ઓળખમાં આવતા નથી. આવી સ્થિતિમાં, લોકોએ તેમના શરીરમાં થતા ફેરફારો પ્રત્યે સજાગ રહેવું મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, પગમાં થતા કેટલાક ફેરફારોને ઓળખીને ડાયાબિટીઝ રોગની તપાસ કરવી સરળ છે.

દુખાવાનો અનુભવ ન થવો:

image source

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધવાથી દર્દીઓના પગ પણ પ્રભાવિત થાય છે. સુગરનું ઉચ્ચ સ્તર પગની ચેતાને નુકસાન પહોંચાડે છે, ઘણા ભાગોમાં સંવેદના પણ ઘટાડે છે. આને કારણે પગ સુન્ન થઈ જાય છે અને તેઓને કોઈ પણ પ્રકારનો દુખાવો કે કાંટાદાર પીડાનો અનુભવ થતો નથી. તેમજ પગને ઘા થયો હોવા ઉપરાંત ખબર ન પડવી અથવા ગરમ વસ્તુનો અનુભવ ન થવો એ પણ એક લક્ષણ હોઈ શકે છે.

image source

પગમાં સોજો:
જ્યારે બ્લડ સુગર વધારે થઈ જાય છે, ત્યારે શરીરના જુદા જુદા ભાગોમાં લોહીના સપ્લાયમાં અવરોધ આવે છે. આને કારણે લોકોને પગમાં સોજાની સમસ્યા પણ થઈ શકે છે. તેમજ જો લોકોને પગમાં અસહ્ય પીડા થવાની ફરિયાદ હોય, તો તેઓએ તરત જ તેમની બ્લડ સુગરની તપાસ પણ કરાવી લેવી જોઈએ. જો સુગર લેવલ અનિયમિત હોય તો આ સમસ્યા થઈ શકે છે.

પગમાં ઘા અવારનવાર થઈ રહ્યા છે:

image source

ડાયાબિટીસના દર્દીઓના પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. આને કારણે તેમને ચેપનું જોખમ વધારે રહે છે. કોઈ પણ પ્રકારના ચેપ સામે લડવામાં સક્ષમ ન હોવાની સ્થિતિમાં, પગમાં ઇજા થવાની સમસ્યા થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, ઘા ગૈગરીનનું સ્વરૂપ પણ લઈ શકે છે.

પગમાં બળતરા:

image source

કેટલીકવાર લોકો પગના તળિયા અથવા પગની આસપાસ થતી બળતરાની સ્થિતિથી પણ પરેશાન થાય છે, ડાયાબિટીઝ તેની પાછળનું કારણ હોઈ શકે છે. બ્લડ સુગરના અસામાન્ય સ્તરના કારણે લોકોને આ સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત, પગની આંગળીના નખમાં ફેરફાર, કંપન અથવા કળતર પણ ડાયાબિટીઝનું લક્ષણ હોઈ શકે છે.

કેવી રીતે બચાવ કરવો:

image source

લોકોએ સમય સમય પર તેમના પગની તપાસ જાતે જ કરવી જોઈએ. જો પગમાં કોઈ પણ ફેરફાર જણાય છે, તો ડૉક્ટરની સલાહ જરૂર લો. તેમજ સાથે સાથે પગની સફાઈ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પગના નખ વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, સમય સમય પર તેને કાપતાં રહો. સેન્ડલ, ચંપલ કે બુટ પસંદ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તે તમારા કદનું જ હોય અને તેનાથી કોઈપણ રીતે તમને ઇજા થવાનું જોખમ ન હોવું જોઈએ. બુટ પહેરતી વખતે હંમેશા મોજાં પહેરો. લાંબા સમય સુધી જીન્સ અથવા અન્ય ચુસ્ત કપડાં ન પહેરવા, લોહીનો પ્રવાહ વહેવામાં મુશ્કેલી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત