સરસવનું તેલ દાંતના દુખાવાને ચપટીમાં કરી દે છે દૂર, જાણો બીજા આ ફાયદાઓ વિશે પણ

તમારું સ્મિત સારું લાગવાનું કારણ તમારા દાંત છે, જો તે સ્વસ્થ નથી, તો તમારું સ્મિત પણ પેહલા જેવું આકર્ષક રહેશે નહીં. આવી સ્થિતિમાં તે મહત્વનું છે કે દાંત તંદુરસ્ત અને મજબૂત કેવી રીતે રાખવા જોઈએ. જેથી દાંતમાં કોઈ તકલીફ ન પડે. પરંતુ તમારી ઘણી આદતો પણ એવી હોય છે જેના કારણે તમારા દાંતમાં નબળાઇ આવી શકે છે. જ્યારે દાંતમાં અને પેઢામાં તીવ્ર પીડા થાય છે, ત્યારે ખુબ જ તકલીફ પડે છે અને આ પીડા અચાનક થાય છે.

image source

આ સમસ્યા ધીરે-ધીરે ફેલાય છે. આ પીડા કાન, જડબા અને ગળામાં બાજુ પણ ફેલાય છે જ્યાં અસરગ્રસ્ત દાંત અથવા પેઢા છે. સુવાના સમયે પણ આ પીડા વધુ હેરાન કરે છે, જેના કારણે ઊંઘમાં ખલેલ પોહ્ચે છે. આ ઉપરાંત ચહેરા પર સોજો આવી શકે છે. આ સમસ્યા દરમિયાન ગરમ અથવા ઠંડા ખોરાક અથવા કોઈ પીણા પીવાથી દુખાવો વધે છે. દાંતમાં થતા તીવ્ર દુખાવાના કારણે મોમાં દુર્ગંધ આવે છે અથવા વિચિત્ર સ્વાદ અનુભવાય છે, મોમાં ચેપ લાગે છે, તીવ્ર તાવ પણ આવી શકે છે. આવા ગંભીર કિસ્સાઓમાં મોં ખોલવા, ખોરાક ગળવામાં અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.

image source

આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે મોમાં કોઈ ચેપ લાગે છે. તે ખૂબ પીડાદાયક હોઈ શકે છે અને આ સમસ્યાના કારણે તમારે ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે, તો તે વધુ ખરાબ થઈ જશે અને દાંતની અથવા પેઢાની આસપાસનું હાડકું પણ ખરાબ થઈ શકે છે. આ બેક્ટેરિયાના ચેપને કારણે થાય છે. સરસવનું તેલ તમારા સ્વાસ્થ્યની સાથે સાથે ખોરાકમાં સ્વાદ પણ જાળવશે. આયુર્વેદ મુજબ સરસવનું તેલ ઘણી બીમારીઓમાં રામબાણનું કામ કરે છે. તેવી જ રીતે તમારા દાંતમાં થતો દુખાવો અને પાયોરિયા જેવી સમસ્યા દૂર કરવામાં સરસવનું તેલ ખુબ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ તેના ફાયદા

image source

દાંતમાં થતા તીવ્ર દુખાવા અને પાયોરિયાની સમસ્યા દૂર કરવા માટે સરસવના તેલમાં મીઠું નાખીને દાંત ઉપર આંગળીથી માલિશ કરવું જોઈએ. આ કરવાથી દાંત મજબૂત હશે અને પાયરોરિયા મૂળમાંથી સમાપ્ત થશે. સંધિવા અને કાનના દુખાવામાં સરસવના તેલનો ઉપયોગ કરવાથી રાહત મળશે.

image source

માથું ધોતા પહેલા સરસવના તેલથી માથા પર સારી રીતે માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ વધશે. સરસવના તેલની માલિશ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

image source

સરસવના તેલમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ ત્વચાને મજબૂત બનાવે છે, જે ત્વચાને જુવાન રાખે છે. તેમાં હાજર વિટામિન એ, સી અને કે ચહેરા પર કરચલીઓ આવતા અટકાવે છે. એટલે કે તમે લાંબા સમય સુધી યુવાન રહેશો. તમે કદાચ જાણતા ન હોવ, પરંતુ સરસવના તેલમાં હાજર ગ્લુકોસાઇલોલેટ શરીરમાં કેન્સરગ્રસ્ત ગાંઠોની રચનાને રોકે છે.

image source

જો પેટમાં જીવજંતુઓને લીધે ભૂખ બંધ થઈ ગઈ હોય, તો તમારા ખોરાકમાં સરસવના તેલનો ઉપયોગ કરો, તે આપણા પેટમાં ભૂખમરા તરીકે કામ કરશે અને ભૂખમાં વધારો કરશે. જો તમારે વજન ઓછું કરવું હોય તો રસોડામાં સરસવનું તેલ વાપરો. તેમાં હાજર વિટામિન જેવા કે થાઇમિન, ફોલેટ અને નિયાસિન શરીરના ચયાપચયને વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત