તમાલપત્રનો ઉકાળો દૂર કરે છે એક નહિં, પણ આટલી બધી બીમારીઓ, જાણો કેવી રીતે બનાવશો ઘરે

તમાલપત્ર એ દરેકના રસોડામાં મસાલાનો મુખ્ય ઘટક છે. તમાલપત્રથી ભોજનનો સ્વાદ તો વધે જ છે, સાથે તેનો ઉકાળો કરીને પીવાથી પણ તમને ઘણી આરોગ્ય સમસ્યાઓમાં રાહત મળે છે.

તમાલપત્રમા કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં ઘણા પ્રકારના એન્ટીઓકિસડન્ટો હોય છે, જે કેન્સર, લોહી ગંઠાઈ જવા અને હૃદયને લગતી ઘણી ગંભીર બીમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ તમાલપત્રના પાનનો ઉકાળો બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ.

image source

– 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ અજમો અને 5 ગ્રામ વરિયાળી એક સાથે પીસીને પાવડર બનાવો. હવે આ પાવડરને 1 લિટર પાણીમાં નાંખો અને તેને સારી રીતે ઉકાળો. જ્યારે ઉકળ્યા પછી આ પાણી 100-150 મીલી રહે ત્યારે ગેસ બંધ કરો અને મિક્ષણને ઠંડુ થવા દો. થોડા સમય પછી જ્યારે આ મિશ્રણ ઠંડુ થાય ત્યારે તમારો ઉકાળો તૈયાર છે.

આવો, જાણીએ તમાલપત્રનો ઉકાળો પીવાના ફાયદા –

1 જો તમને લાંબા સમયથી પીઠમાં દુખાવો થાય છે, તો આ ઉકાળો પીવાથી પીઠનો દુખાવો ઝડપી દૂર થાય છે. જો તમે ઇચ્છો તો તમે તમાલપત્રના ઉકાળાથી કોગળા પણ કરી શકો છો.

image source

2. આ ઉકાળો પીવાથી ઠંડીના કારણે થતી શારીરિક પીડા દૂર કરવામાં મદદ કરે છે.

3 જો ક્યાંય મચકોડ આવી હોય, તો તમાલપત્રનો ઉકાળો સોજો અને દુખાવો દૂર કરવામાં મદદગાર છે. જો તમે ઈચ્છો તો, તમે તમાલપત્ર પીસીને તેની પેસ્ટ સોજા અથવા દુખાવા પર લગાવી શકો છો, આ પેસ્ટ લગાડવાથી તમને રાહત મળશે.

image source

5 જો તમને નસોમાં સોજો આવે છે અથવા નસો ખેંચાય છે, તો તમાલપત્રનો ઉકાળો પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

6. જો તમને પાચનની સમસ્યા હોય, તો તમાલપત્રનો ઉકાળો તમારી આ સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે. તમાલપત્ર પેટની ઘણી સમસ્યાઓ માટે એક અસરકારક ઉપાય છે. આ ઉકાળો પીવાથી કબજિયાત, એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

image source

7. ટાઇપ 2 ડાયાબિટીસમાં તમાલપત્રનો ઉપયોગ ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલને સામાન્ય રાખે છે અને હૃદયની કામગીરી પર પણ સકારાત્મક અસર કરે છે. ડાયાબિટીઝથી પીડિત લોકો માટે તમાલપત્ર ખૂબ ફાયદાકારક છે.

image source

8. રાત્રે સુતા પહેલા તમાલપત્રનો ઉપયોગ કરવાથી સારી ઊંઘ આવે છે. આ માટે માત્ર પાણીમાં થોડો તમાલપત્રનો રસ મિક્સ કરીને પીવો, આ તમારી ઊંઘ માટે ખુબ ફાયદાકારક છે.

image source

9. કિડનીમાં થતી પથરી અને કિડની પર થતી મોટાભાગની સમસ્યાઓ માટે તમાલપત્રનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. નિયમિત તમાલપત્રનો ઉકાળો પીવાથી કિડનીમાં થતી પથરી અને કિડનીની અન્ય કોઈપણ સમસ્યા દૂર થાય છે.

image source

10. તમાલપત્ર શરીરમાં થતી કોઈપણ પીડા દૂર કરવા માટે અસરકારક ઉપાય છે. આ માટે જે જગ્યા પર પીડા થતી હોય ત્યાં તમાલપત્રના તેલથી માલિશ કરવું ખૂબ ફાયદાકારક છે. આ સિવાય જો તમને તીવ્ર માથાનો દુખાવો થઈ રહ્યો છે, તો તમાલપત્રના તેલથી માલિશ કરવું પણ ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત