વાળનો ખોડો દૂરકરે છે મેથી, આ સાથે ફેસ ચમકીલો બને છે, જાણો કેવી રીતે કરશો અઠવાડિયામાં એક વાર મેથીનો ઉપયોગ

મેથીના દાણાના અવનવા ઉપાયો વિશે જાણો અને કુદરતી સુંદરતા મેળવો

Methi Skin and Hair : અઠવાડિયામાં એકવાર વાળ અને ચહેરા પર મેથી લગાવો, તમને ખુબ જ ફાયદો થશે

વધતી ઉંમરના લક્ષણોને ઘટાડવા અજમાવો ખાસ આ ટિપ્સ, મેથીના મુઠ્ઠીભર દાણા કરશે મદદ

મેથીના દાણામાં વિટામિન સી અને વિટામિન કે હોય છે જે ડાર્ક સર્કલને દૂર કરવામાં અસરકારક છે. આટલું જ નહીં, તેને વાળ પર લગાવવાથી ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે. અહીં જાણો તેના કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ.

જૂના સમયથી તે મેથીનો ઉપયોગ શરીરની વિવિધ સમસ્યા અને વિકારો દૂર કરવામાં થાય છે. આયુર્વેદમાં મેથીની ખૂબ માન્યતા છે. મેથીમાં ફોલિક એસિડ હોય છે, જે શરીર માટે અલગ અલગ રીતે કારગર નીવડે છે.

આ ઉપરાંત મેથીમાં વિટામિન એ, વિટામિન સી અને અન્ય ઘણા ઘટકોનો સમાવેશ થાય છે. મેથીથી માત્ર વાળ તૂટવાની સમસ્યા જ દૂર થતી નથી તેનાથી વૃદ્ધાવસ્થાના લક્ષણો પણ દૂર થાય છે. ચાલો જાણીએ ત્વચા અને વાળ માટે મેથીના ફાયદા વિશેની કેટલીક માહિતી.

ડાર્ક સર્કલ દૂર કરો

image source

મેથીના દાણામાં વિટામિન સી અને વિટામિન કે રહેલું છે જે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. બે ચમચી મેથીના દાણા ને પીસીને દૂધ સાથે મિશ્રણ બનાવી આંખોને નીચે જ્યાં કાળા કુંડાળા દેખાય ત્યાં લગાવી રાખી ને સુકાઈ જાય પછી નવશેકા પાણીથી ધોઈ લો.

ખીલ દૂર કરો

image source

મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એટી બેક્ટીરિયલ ગુણ જોવા મળે છે. તે ત્વચા સુવાળી કરે છે અને ડ્રાઇનીસ દૂર કરવામાં મદદ કરે છે. ખીલ દૂર કરવા માટે મુઠ્ઠીભર મેથીના દાણા ઉકાળો અને તેને ઠંડા પડવા દો. ખીલ દૂર કરવા માટે આ પેસ્ટનો ઉપયોગ ટોનર તરીકે કરવામાં આવે છે જેનાથી આ સમસ્યા જલ્દી દુર થાય છે.

વાળ સફેદ થવાથી બચાવે છે

image source

મેથીનાં બીજ વિવિધ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તે વાળને સફેદ થવાથી બચાવવામાં સહાય કરે છે. મુઠ્ઠીભર પલાળેલા મેથીનાં દાણા ખાવાથી સમય પહેલાં વાળ સફેદ થતાં નથી.

વાળ ખરવાથી પણ બચાવો:

image source

મેથીમાં વિટામિન અને ખનીજક્ષારો હોય છે જે વાળના વિકાસ માટે સહાયક હોય છે. નારિયલ તેલમાં મેથી દાણા ઉમેરી મૂળમાં લગાવો અને નહાવના પહેલા ધોઈ નાખો. તેનાથી વાળના મૂળ મજબુત થાય છે અને વાળ ઓછા ઉતરે છે કે તૂટે છે.

ખોડો દૂર કરે છે:

image source

મેથીનાં બીજમાં એંટી-ફંગલનાં ગુણ જોવા મળે છે. તે વાળને મૌશ્ચરાઇઝ કરે છે અને ખોડો દૂર કરે છે. મેથીની પેસ્ટને વાળના મૂળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે તેમજ રુક્ષપણું દૂર કરે છે. આ ઉપરાંત મેથીના પાણીથી વાળ ધોવાથી ખોળાની સમસ્યા ઓછી થાય છે.

કરચલી દૂર કરે:

image source

મેથી વિવિધ પોષક તત્વોથી ભરપુર હોય છે. તે શરીરની અંદરની અશુદ્ધિ દૂર કરે છે. જેથી ફાઇન લાઇન અને કરચલી દૂર થાય છે. મેથીના પાવડરને દહીંમાં ભેળવીને ચહેરા પર લગાવી ને સુકાઈ ગયા પછી પાણીથી દૂર કરો. અઠવાડિયામાં એકવાર આ ઘરેલું ઉપાય કરો પછી જોવો એનો કમાલ. કે વધતી ઉંમરના લક્ષણો ઘટવા લાગશે.

આમ મેથી વાળ અને ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે કરચલીઓને દૂર કરવામાં માત્ર અસરકારક છે જ પરંતુ વાળ તૂટતા પણ અટકાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત