અરડૂસીના પાનથી દૂર થાય છે આ અનેક નાની-મોટી બીમારીઓ, જાણો કેવી રીતે લેશો ઉપયોગમાં

સામાન્ય રોગોનો રામબાણ ઈલાજ એટલે “અરડૂસી”, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ…અરડુસીના પાનનો કરો ઉપયોગ

IMAGE SOURCE

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે. દુનિયાભરમાં અનેક બીમારીઓનો ઇલાજ ઘરમાં જ અને તે પણ રસોડામાં મળી જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ અરડુસીના પાનથી થતા ફાયદા.. આ એક ઝાડીદાર છોડ છે અને તેના ફુલ સફેદ હોય છે તમને જણાવી દઇએ કે આ ઝાડ જડી બુટ્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આજે અમે તમને જણાવીશું તેનાથી થતા ફાયદાઓ…

ઉધરસ :

IMAGE SOURCE

ખાસ કરીને પિત્તની અને કફની ઉધરસમાં વપરાય છે. કફની ઉધરસમાં અરડૂસી સાથે આદુનો રસ આપવો તેમજ પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે અરડૂસીનો રસ આપવો. અરડૂસીનાં ફૂલને છાયાશુષ્ક કરી, ચૂર્ણ કરી, મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.

મોંમાં થયેલા ચાંદા કરશે દૂર

IMAGE SOURCE

 

અરડુસીના બે-ત્રણ પાન ચાવીને તેના રસને ચુસવાથી ચાંદા સારા થાય છે. તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચાવેલા પાનનો રસ ચુસીને થુંકી દેવો જોઇએ.

દાંત અને જડબાના દુખાવો

IMAGE SOURCE

અરડુસીના લાકડાથી દાંતણ કરવાથી દાંત અને જડબામાં થતા દુખાવાની સમસ્યા સારી થાય છે. તેની સાથે તેનાથી નિયમિત રીતે દાંતણ કરવામા આવે તો દાંતના દુખાવો દૂર થાય છે.

શ્વાસ સંબંધિત રોગ માટે

IMAGE SOURCE

અરડુસીના તાજા પાનનો રસ નીકાળ્યા બાદ તેમા મધ મિક્સ કરીને ચાટવાથી ઉધરસ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ સારી થાય છે. તેની સાથે જ સુકી ઉધરસ દૂર કરવા માટે અરડુસીના પાન, મુનક્કા અને સાંકળનો ઉકાળો દિવસમાં ત્રણ ચાર વખત પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

માસિક ધર્મમાં ઉપયોગી

IMAGE SOURCE

મહિલાઓને માસિક ઘર્માં અનિયમિતતાને લઇને તમે અરડુસીના પાનનો ઉપયોગ કરી શકો છો. અરડુસીના ૧૦ ગ્રામ પાનસ મુળો અને ગાજરના બીજ ૬ ગ્રામ લઇને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે આ પાણી અડધુ રહી જાય તો આ ઉકાળો પીવાથી માસિક ધર્મની સમસ્યા સારી થઇ જાય છે. તેની સાથે જ વધારે રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

શરદી :

IMAGE SOURCE

બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.

IMAGE SOURCE

આ ઉપરાંત અરડૂસીના પાન ક્ષયના દર્દી માટે ખૂબ સારી દવા છે. જો તમારી ક્ષયની દવા ચાલે છે તો પણ તમે તેની સાથે અરડૂસીનો ઉપયોગ કરી શકો છો. જેને સૂકી કે કફવાળી બંને ઉધરસ હોઇ તેને અરડૂસી ખૂબ ફાયદાકારક છે. સવારે કે સાંજે અરડૂસીના પાનનું સુરણ બનાવી ૨-૩ ચમચી પાણીમાં નાખી ડેઈલિ સ્નાન કરવાથી જે લોકોનો પરસેવો ખૂબ ગંધાંતો હોય તેને સારી રાહત મળે છે. અરડૂસીનો રસ અને મધ નાના બાળકને પાવાથી વરાધ-સસણી માં રાહત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત