જાણો કાકડીના રસના આ ગુણો વિશે, જે સ્વાસ્થ્યને લગતી આ અનેક મોટી-મોટી બીમારીઓને દૂર કરવાની ધરાવે છે તાકાત

કાકડી એક એવી શાકભાજી છે જેને મોટાભાગના લોકો સલાડમાં ખાવાનું પસંદ કરતા હોય છે. આ શાકભાજી શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા ઉપરાંત ઘણી રીતે શરીરને સ્વસ્થ રાખે છે. તેની ચુસ્તી અને તંદુરસ્તીનો પુરાવો ફક્ત તેને ખાવાથી જ નહીં, પણ તેનો રસ પીવાથી પણ મળે છે. તેમાં જોવા મળતા પોષક તત્વો જેવા કે અન્ય પ્રકારનાં વિટામિન, સિલિકા, ક્લોરોફિલ અને પાણી આપણા શરીરને ઠંડુ રાખવામાં ખૂબ મદદ કરે છે. વિટામિન એ એક એવું તત્વ છે જે આપણા શરીર માટે એક આવશ્યક તત્વ છે. કાકડીમાં ઘણા વિટામિન્સ જોવા મળી આવે છે. ચાલો જાણીએ તે પીવાના ફાયદાઓ વિશે.

હાઇડ્રેટેડ રાખે છે:

image source

કાકડીમાં જે હાજર પાણી હોય છે, તે આપણા શરીરના ઝેરી તત્વોને ઘટાડે છે. આને કારણે શરીરને પાણીની કમીનો અનુભવ થતો નથી અને તેની ચમક આપણા ચહેરા પર પણ જોવા મળે છે. તેના રસનો સ્વાદ અન્ય સ્વાદમાં ભેળવીને આપણે પણ આ લાભ મેળવી શકીએ છીએ.

વાળની સુરક્ષા માટે:

image source

અગાઉ કહ્યું તેમ કાકડી અને તેના રસમાં મોટા પ્રમાણમાં પાણી હોવાને કારણે આપણો ચહેરો ચમકી ઉઠતો હોય છે. પરંતુ સુંદર દેખાવાના આ નુસખામાં કાકડી તેનો જાદુ આપણા વાળ પર પણ કરે છે. તેમાં જોવા મળતું સલ્ફર તત્ત્વ વાળ ખરતા અટકાવે છે અને તેની ચમકમાં ચાંદ ચાર લગાવે છે.

કેન્સર સામે લડત આપે છે:

image source

જ્યારે કાકડીમાં આટલા બધા પોષક તત્વો જોવા મળે છે, તો તે બતાવવા માટે આગળ કોઈ પુરાવાની જરૂર નથી કે, કાકડી કેન્સર જેવા ઘણા રોગો સામે લડત આપી શકે છે અને આપણા શરીરને સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ રાખે છે.

ડિટોક્સ કરે છે:

કાકડી એ શરીરને ડિટોક્સ કરવાની એક રીત પણ છે. આ પીવાથી શરીરમાં રહેલી બધી અશુદ્ધિઓ દૂર થાય છે અને શરીર અંદરથી સાફ થાય છે.

મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધ દૂર કરે:

image source

જો આપણે લગભગ ત્રીસ સેકંડ માટે કાકડીનો ટુકડો મોંમાં દબાવી રાખીએ તો, આપણા મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધ દૂર થઈ જાય છે.

માથાના દુખાવાની સારવાર:

image source

અન્ય તત્વોની સાથે સાથે, કાકડીમાં સુગર પણ મળી આવે છે, અને તે મોટા પ્રમાણમાં આપણા માથાને ભારે થતું રોકવામાં મદદ કરે છે. તેથી, આપણે સૂતા પહેલા કાકડી ખાવાની આદત બનાવવી જોઈએ.

મેદસ્વીપણાની સારવાર:

image source

પાણીની વિશાળ માત્રાને લીધે, કાકડી આપણને વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ સિવાય પાણીની હાજરીને લીધે કાકડી પાચનક્રિયામાં પણ ફાયદો કરે છે, જે આપણા સ્વાસ્થ્ય પર ફરી એકવાર સારી અસર કરે છે.

કાકડીનો રસ વધારે સમય સુધી ન રાખો

કાકડીનો રસ એક એવી વસ્તુ છે જેને આપણે લાંબા સમય સુધી રાખી શકતા નથી. તેનાથી તે ઘટકો ગુમાવે છે અને આપણને થતા રસના ફાયદા ઘટાડે છે. તેથી તેને બનાવ્યાના 15-20 મિનિટની અંદર, આપણે તેને પી લેવું જોઈએ અને તેના ગુણ અને ફાયદાઓનો આનંદ માણવો જોઈએ.

1. કાકડીને પાણી સાથે પીસીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની ચમક વધે છે.

IMAGE SOURCE

2. કાકડી (કાકડીનો રસ) ખાંડ સાથે પીવાથી પેશાબની સમસ્યાઓ દૂર થાય છે.

3. રોજ કાકડીનું સેવન કરવાથી પથરીના રોગોથી રાહત મળે છે.

4. ઉનાળા દરમિયાન દરરોજ કાકડીનું સેવન કરવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

image source

5. કાકડીની અસર ઠંડી હોય છે, તેથી ઉનાળામાં કાકડી ખાવાથી શરીરમાં ઊર્જા બને છે.

6. કાકડીમાં પુષ્કળ પાણી જોવા મળે છે, તેથી ઉનાળામાં કાકડી ખાવાથી વારંવાર તરસની ફરિયાદ દૂર થાય છે.

7. દરરોજ કાકડી ખાવાથી ઉલટી, શરીરમાં બળતરા અને બ્લડ પ્રેશર જેવા રોગોથી રાહત મળે છે.

8. ચહેરા પરના ખીલ અને કાળા ધબ્બા દૂર કરવા કાકડીનો રસ લગાવવો જોઈએ.

9. કાકડી સિલિકોનથી ભરપૂર હોય છે. તેને રોજ ખાવાથી વાળ ખરવાની સમસ્યા સમાપ્ત થાય છે.

image source

10. નશામાં દ્યુત વ્યક્તિને કાકડી ખવડાવવાથી તેનો નશો ઉતરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત