યુરિનના રંગોથી જાણો કઈ બીમારી છે, આ સાથે પેશાબને લગતી આ હકીકત તમારે જાણવી જ રહી

પેશાબનો રંગ સામાન્ય રીતે પીળો હોય છે, કારણ કે તેમાં યુરોક્રોમ હોય છે. યુરોક્રોમનું નિર્માણ શરીરમાં હીમોગ્લોબિનના ટૂટવાથી થાય છે. પેશાબનો રંગ આપણા સ્વાસ્થ્યમાં થતા બદલાવની જાણકારી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્વસ્થ વ્યક્તિના પેશાબનો રંગ હળવો પીળો હોય છે. પણ પેશાબના રંગમાં પરિવર્તન આવવું તે વિવિધ પ્રકારની બીમારીઓનો સંકેત આપે છે. આજે અમે તમરા માટે એ માહિતી લાવ્યા છીએ કે પેશાબ દ્વારા કઈ બીમારીનો સંકેત મળી શકે છે.

લાલ રંગનો પેશાબ

image source

યુનરિનનો રંગ લાલ થવો તે એ સંકેત આપે છે કે તમારા પેશાબમાં લોહી છે. અથવા તો બીનજરૂરી તત્ત્વોની હાજરી છે. જો તમે આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમારે ડોક્ટરની મદદ લેવી જોઈએ અને સારવાર કરાવવી જોઈએ. કારણ કે આ લોહી કિડની અથવા મૂત્રાશય, ગર્ભાશય, પ્રોસ્ટેટ ગ્રંથિના કારણે અથવા તો રક્તમેહના કારણે હોઈ શકે છે.

ઘેરો પીળો રંગ

image source

જો તમારા પેશાબનો રંગ સામાન્યથી થોડો વધારે ઘેરો હોય, તો તમારા શરીમાં પાણીની કમી છે તેવુ કહી શકાય. આવી સ્થિતિમાં તમારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેમજ તરલ પદાર્થોનુ સેવન કરવું જોઈએ.

ઓરેન્જ રંગનો પેશાબ

image source

જો તમે કોઈ દવાનુ સેવન કરી રહ્યા હોવ, તો તમારા પેશાબનો રંગ નારંગી હોઈ શકે છે. કુદરતી સાઇટ્રસ એસિડ યુક્ત પદાર્થનુ સેવન કરવાથી પણ તમારો પેશાબ નારંગી રંગનો હોઈ શકે છે. પણ જો આવું કોઈ કારણ ન હોય અને તમારા પેશાબનો રંગ ઓરેન્જ આવતો હોય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

સફેદ રંગનો પેશાબ

પેશાબના માર્ગમાં સંક્રમણ હોય તો તમારો પેશાબ સફેદ થઈ શકે છે. કારણ કે તે શરીરની ઇમ્યુનિટિ પર અસર કરે છે. આ ઉપરાંત પ્યુરિન યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી પણ પેશાબનો રંગ સફેદ બની શકે છે. જો પાણી જેવો પારદર્શક પેશાબ આવતો હોય તો તેનો એવો પણ અર્થ થઈ શકે કે તમે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો છો. અને એમ પણ કહી શકાય કે જો તમારો પેશાબ પાણી જેવો સ્વચ્છ દેખાતો હોય તો તમે તમારા શરીરની જરૂરિયાત કરતા વધારે પાણી પીવો છો.

ઘેરો લાલ અથવા કાળો રંગ

image source

આ રંગના પેશાબ ઘાણા પ્રકારના સ્વાસ્થ્યની સમસ્યાઓના કારણે હોઈ શકે છે. લિવરમાં સમસ્યા, લિવરનું ગંભીર સંક્રમણ, ટ્યૂમર હેપેટાઇટિસ, મેલાનોમા અથવા અન્ય ગંભીર સમસ્યાઓના કારણે પેશાબનો રંગ આવો થઈ શકે છે.

આ સાથે પેશાબને લગતા કેટલાક રોચક સત્યો પણ જાણી લો

તમારું મૂત્રાશય દર બે કલાકે લગભગ 2 કપ સુધી પેશાબ સ્ટોર કરી શકે છે. જ્યારે આ દ્રવ્યનું પ્રમાણ વધે છે ત્યારે તેને રીલીઝ કરવાની જરૂર પડે છે.
બારીકાઈમાં જતા પહેલાં તમને એ જણાવી દઈ કે પેશાબમાં જે મુખ્ય ઘટક હોય છે તે ક્રિયેટિન, યુરિક એસિડ અને વેસ્ટ મટીરિયલ હોય છે જે લોહી દ્વારા નિકળે છે.

image source

એક સરેરાશ વ્યક્તિ ઓછામાં ઓછું 6 લીટર પેશાબ કરી શકે છે, જો કે વ્યક્તિએ વ્યક્તિએ તેનું પ્રમાણ અલગ પણ હોઈ શકે છે.

જો પેશાબની ગંધ અમોનિયા જેવી હોય ત્યારે તમે ડીહાઇડ્રેટ છો એટલે કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે તેવું કહેવાય. જો પેશાબમાંથી દુર્ગંધ આવતી હોય તો સમજવું કે તમારું મૂત્રાશય સંક્રમિત છે.

મૂત્રાશયના ભરાઈ જવાથી તમારા મગજને સિગ્નલ મળવાનું શરૂ થઈ જાય છે, અને છેવટે તમે વોશરૂમમાં જઈને હળવા થાઓ છો.

image source

ઉંમર વધવાની સાથે સાથે પેશાબ કરવાની ઇચ્છા પણ વધવા લાગે છે. એવું એટલા માટે થાય છે કારણ કે મહિલાઓમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનુ સ્તર નીચુ આવવા લાગે છે અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર નીચું આવવા લાગે છે.

તમારા તરલ પદાર્થો પીવાના પ્રમાણની નિર્ભરતા જણાવે છે કે તમારા મૂત્રાશયમાં ત્રણ-પાંચ કલાક માટે પેશાબ ભેગો થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત