આ રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ, અને દૂર કરી દો આ અનેક બીમારીઓ

આપણે ત્યાંની મહિલાઓ શાકભાજી વાળા પાસેથી મીઠો લીમડો મફતમાં જ લઈ લેતી હોય છે. અને મોટા ભાગના લોકો મીઠા લીમડાનો ઉપયોગ શાકના વઘાર માટે જ થાય છે એવું જ સમજતા હોય છે. પણ જણાવી દઈએ કે, આપણે મીઠા લીમડાથી કુદરતી રીતે સુંદરતા મેળવી શકીએ છીએ. આવો આજે અમે તમને વાળ અને ત્વચાની સુંદરતા વધારવા માટે લીમડાના ઉપયોગ વિષે જણાવીએ. તમારા રસોડામાં મોટાભાગે મીઠા લીમડાનો ઉપયોગ થતો હોય છે જેને તમારી વાનગીમાં નાંખવામાં આવે છે. મીઠા લીમડાથી તમારા શરીરને ઘણા બધા લાભ થાય છે. મીઠો લીમડો તમારી સ્કિન, તમારા વાળ અને તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનો તમે જમવા ઉપરાંત પણ ઘણી બધી રીતે ઉપયોગમાં લઇ શકો છો જેનાથી તમને ભરપૂર ફાયદો થશે. તો જાણો, મીઠા લીમડાના ભરપૂર ફાયદાઓ વિશે…

ખૂબ જ લાભદાયી છે મીઠો લીમડો

image source

મીઠા લીમડામાં ઘણા બધા ગુણ હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ફૉસ્ફરસ અને કેટલાય પ્રકારના વિટામિન્સ હોય છે જે શરીરને એનીમિયા, હાઇબીપી, ડાયાબિટીસ વગેરે બીમારીઓથી બચાવામાં મદદ કરી શકે છે. આટલું જ નહીં તેમાં વિટામિન્સ હોય છે જે શરીરની કેટલીય બીમારીઓને દૂર રાખે છે. જો મીઠા લીમડાનું સેવન તમે ખાલી પેટ કરો છો તો તમારા શરીરને ઘણા લાભ થઇ શકે છે. જાણો ખાલી પેટ મીઠો લીમડો ખાવાથી શું લાભ થાય છે.

1. વજન ઓછું થાય છે

image source

મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે અને તમારું વજન વધતું પણ નથી. તેનાથી તમારું કોલેસ્ટ્રૉલ પણ કંટ્રોલમાં રહે છે.
2. લોહીની ઊણપને દૂર કરે છે

image source

મીઠો લીમડો તમારા શરીરમાં લોહીની ઊણપને પૂરી કરવામાં મદદ કરે છે. તેના સેવનથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે કારણ કે તેમાં ખૂબ જ પ્રમાણમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે.

3. પાચન શક્તિ વધારે છે

image source

જો તમે ખાલી પેટ મીઠા લીમડાનું સેવન કરો છો તેનાથી પાચનશક્તિમાં વધારો થાય છે. આટલું જ નહીં મીઠો લીમડો ખાવાથી તમને કબજિયાતથી પણ રાહત મળે છે.

4. મૉર્નિંગ સિકનેસને દૂર કરે છે

image source

ઘણીવાર સવારે ઉઠીને આપણું મન બેચેન રહે છે અને આપણને ઉલ્ટી જેવું થવા લાગે છે એવામાં તમે સવારે ખાલી પેટ મીઠા લીમડાનું સેવન કરશો તો તમને તેનાથી પણ છૂટકારો મેળવી શકો છો.

5. હૃદયની બીમારીઓથી બચી શકાય છે

image source

મીઠો લીમડો તમને હૃદયની બીમારીઓથી પણ બચાવી રાખે છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ તમને આ રોગથી દૂર રાખે છે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

6. કફને દૂર કરે છે

image source

જો તમે મીઠા લીમડાને ક્રશ કરીને તેમાં મધ મિક્સ કરીને ખાશો તો તમને કફમાં રાહત મળશે અને ખાંસી તમારી આસપાસમાં મંડરાશે નહીં.
7. ખીલથી મળશે છૂટકારો

image source

જો તમે લાંબા સમયથી કોઇ સ્કિન પ્રોબ્લેમથી પરેશાન છો અથવા તો તમારા ચહેરા પર ખીલ છે તો તમે દરરોજ મીઠો લીમડો ચાવી જાઓ અને તેની પેસ્ટ બનાવીને પોતાના ચહેરા પર લગાવો.

8. વાળને મજબૂત કરો

image source

મીઠા લીમડાના લાજવાબ ફાયદાઓમાંથી એક ફાયદો એ પણ છે કે તેનાથી તમારા વાળ મજબૂત થાય છે. જો તમે તેનો ઉપયોગ નારિયેળના તેલની સાથે કરશો તો તેનાથી તમારા વાળની માલિશ કરી શકાશે.

તેમજ મીઠા લીમડાના ૧૫૦ગ્રામ પાંદડા લઈને તેને વાટીને તેના ૬ ભાગ કરી લો. અને રોજ એક ભાગ પાણીમાં ભેળવીને ૬ દિવસ સુધી પીવાથી, આંખ અને કિડનીની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, આયુર્વેદના વિદ્વાન ડોક્ટર લીમડાને રોજના ડાયેટમાં ઉમેરવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે, આંધ્ર પ્રદેશના લોકો લીમડાની ચટણી બનાવીને રોજ ખાય છે. આપણે જે રીતે ખોરાકમાં લીલા મરચાનો ઉપયોગ કરીએ છીએ, તેમ આપણા માટે મીઠો લીમડો પણ એટલો જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત