પિત્તાશય કઢાવ્યા પછી આ રીતનું ડાયટ પ્લાન ફોલો કરો તમે પણ…

પિત્તાશયમાં પથરી હોય તો પિત્તાશયને દૂર કરવાની ભલામણ ડોક્ટરો કરે છે, જોકે શસ્ત્રક્રિયા પછી પાચનમાં કોઈ સમસ્યા થતી નથી, પરંતુ આ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

જો તમારા પિત્તાશયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જેમ કે પથરી અથવા કોઈપણ પ્રકારનો ચેપ, તો ડૉક્ટર તમને પિત્તાશયને કાઢી નાખવાની સલાહ આપે છે. જો તમે શસ્ત્રક્રિયા દ્વારા પિત્તાશયને (Gallbladder Surgery) દૂર કરો છો, તો પણ તે ખૂબ નુકસાન કરતું નથી કારણ કે તમારું શરીર પિત્તાશય વિના પણ જીવી શકે છે.

image source

પરંતુ તમારા શરીરને પિત્તાશય વિના અનુકૂળ થવામાં થોડા દિવસો લાગી શકે છે. મોટાભાગના લોકોને આ શસ્ત્રક્રિયા પછી ખોરાકને પચાવવામાં કોઈ સમસ્યા થતી નથી. પરંતુ જો તમને કોઈ સમસ્યા થાય છે, તો તમારે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. પિત્તાશયના કઢાવ્યા પછી તમારે કઈ ચીજવસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ, જેથી તમને કોઈ નુકસાન ન થાય.

પિત્તાશયની કોથળી શું છે?

image source

પિત્તાશય એ એક નાનું અંગ છે જે યકૃતની નીચે રહેલું છે તેનું મુખ્ય કાર્ય પિત્ત સંગ્રહિત કરવાનું છે, તેને કેન્દ્રિત કરે છે અને લિવર દ્વારા બનાવેલા તરલને સ્રાવિત કરે છે. જે ચરબીયુક્ત ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જો તમે કોઈ કારણસર પિત્તાશયને દૂર કરવા માટે શસ્ત્રક્રિયા કરાવો છો, તો તમારું લિવર હજી પણ સામાન્ય પાચન માટે પૂરતા પિત્તનું નિર્માણ કરે જ છે. પરંતુ તે તમારા પિત્તાશયમાં સંગ્રહિત થવાને બદલે, તે સીધા નાના આંતરડામાં વહી જશે.

આ ચીજવસ્તુઓ તમારે ન ખાવી જોઈએ (Dietary Adjustments After Gallbladder Surgery) :-

જ્યાં સુધી તમારું શરીર પિત્તાશય વિના રહેવા માટે સક્ષમ નથી થતું, ત્યાં સુધી તમારે એવી ચીજો ખાવાનું બંધ કરવું જોઈએ જેમાં વધુ ચરબી હોય. જેમ કે,

વધારે ચરબીયુક્ત (Fats)

image source

તળેલી વસ્તુ જેમ કે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સ, ચરબીમાં વધુ માંસ જેમ કે બેકન, સોસેજ, બીફ ડેરી ઉત્પાદનો જેમાં ચરબી વધુ માત્રામાં હોય છે. જેમ કે બટર, ચીઝ, આઇસ ક્રીમ, ક્રીમ, દૂધ, પિત્ઝા, ઘી અથવા બટરથી બનેલા ઉત્પાદકો.

હાઇ ફાઇબર (Rich Fiber diet)

image source

ચરબીયુક્ત હોવાની સાથે, ઉચ્ચ ફાઇબર ઉત્પાદનો પણ તમને ઘણી મુશ્કેલી પેદા કરી શકે છે. તમારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે, અનાજ અને બ્રેડ, બદામ, કોઈપણ પ્રકારનાં બીજ, ફલિયા, સ્પ્રાઉટ્સ, બ્રોકોલી, ફ્લાવર, કોબીજ, વગેરે.

ઓછી માત્રામાં ખાવું (Eat less)

આની જગ્યાએ તમે કંઈક એવું ખાઈ શકો છો જેમાં દ્રાવ્ય ફાયબર હોય જેમ કે, ઓટ અથવા જવ. તમારે હવે વધારે ખોરાક ન લેવો જોઈએ કારણ કે હવે તમારું શરીર પહેલા જેટલું ખોરાક પચાવશે નહીં. તેના બદલે, થોડી થોડી માત્રામાં ઘણી વાર ખાવું તમારું ખોરાક સારી રીતે પાચન કરી શકશે.

મસાલેદાર ખોરાક (spicy food)

image source

જો તમે વધારે મરચાં મસાલાવાળા ખોરાક ખાઓ છો, તો તે તમારા પાચનમાં પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમને કંઇક ખાવાથી તમારા શરીરમાં ક્યાંય તકલીફ થાય છે, તો તમારે તેને એક ડાયરીમાં નોંધવું જોઈએ કે જેથી તમે ફરીથી તે વસ્તુ ન ખાવ. તમે તમારા ડૉક્ટરને તમારા માટે ડાયટ પ્લાન બનાવવા માટે પણ કહી શકો છો.

પિત્તાશય કઢાવ્યા પછી કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો ( Things to remember after surgery)

image source

તમારા પિત્તાશય કઢાવ્યા પછી, તમારે તમારા ડોક્ટરની બધી વસ્તુઓ કાળજીપૂર્વક અને કડક રીતે અનુસરવી જોઈએ. જો તમે હોસ્પિટલમાં છો, તો તમને ડૉક્ટર પહેલા માત્ર પ્રવાહી જ આપશે. તમને ત્યારે જ ખોરાક આપવામાં આવશે જ્યારે તમારું શરીર ખોરાકને સારી રીતે પચાવવાનું શરૂ કરશે.

image source

પરંતુ જો તમે ઘર પર જ સ્વસ્થ થઈ રહ્યા છો, તો તમારે તમારા સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લેવી પડશે. તમારે પણ ધીમે ધીમે તમારા ડાયટમાં ખોરાક લાવવો પડશે. તમે પ્રવાહીથી શરૂઆત કરી શકો છો અને એકદમથી જ વધારે ભોજન બિલકુલ ન ખાઓ, નહીં તો તમને ઝાડા-ઉલટી પણ થઈ શકે છે. જમ્યા પછી થોડું ચાલો. દરરોજ ધ્યાન અને યોગનો અભ્યાસ પણ કરો. પેશાબ અને શૌચ અટકાવશો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત