ખરાબ, બરછટ અને ખરતાં વાળ માટે રામબાણ ઇલાજ છે આ 1 નેચરલ પેસ્ટ, જાણો અને મહિનામાં દૂર કરી દો અનેક સમસ્યાઓ

અત્યારના આ જમાનામાં બધી વ્યક્તિઓ પોતાના વાળને સુંદર બનાવવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. અત્યારની આ દોડધામ ભરેલી જીંદગીમાં આપણે આપણા વાળની સારી રીતે સંભાળ રાખતા નથી. જેને લીધે ઘણી સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે. આજે અમે આ લેખમાં ઘરે બનાવેલી પેક વિષે વાત કરીશું. જેનો ઉપયોગ કરવાથી વાળની બધી સમસ્યા દુર થાય છે.

image source

વાળ ખરવા, સફેદ થવા, ડેન્ડ્રફ, ડલ હેર જેવી પ્રોબ્લેમની સારવાર આયુર્વેદમાં ઉપલબ્ધ છે. તેના માટે તમારે ઘરમાં એક પેક બનાવવાનું રહેશે. જેને તમારા વાળમાં અઠવાડિયામાં એક વખત લગાવવાનું છે. આ બેસ્ટ હેર પેક વાળને લગતી બધી સમસ્યા દુર કરે છે. આ પેકને તમે ઘરે બનાવીને જ લગાવી શકો છો.

image source

આ પેકનો ઉપયોગ એક મહિના સુધી કરવાથી જ તમારી તમામ પ્રોબ્લેમ્સ દૂર થવાની શરૂઆત થઈ જશે. વાળ સફેદ થવાની સમસ્યા હોય કે પછી ખોડો થવાની પરેશાની હોય, વાળ રૂક્ષ થઇ ગયા હોય, વધારે પ્રમાણમાં વાળ ખરતાં હોય તેના માટેનો શ્રેષ્ઠ ઉપાય આ હેરપેક છે. જો તમે બ્યૂટિપાર્લરમાં જવા ન માગતાં હો, તો તમે ઘરે જાતે જ આ હેરપેક લગાવીને તમારા વાળની કાળજી રાખી શકો છો.

પેક તૈયાર કરવાની રીત :

image source

આ પેક તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલા એક લોખંડની કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવાનુ રહેશે. લોખંડની કડાઈમાં આ પેકની અસર વધુ થાય છે. જો લોખંડની કડાઈ ના હોય તો તમે કોઈ બીજા વાસણનો પણ ઉપયોગ કરી શકો છો. પાણી જ્યારે ગરમ થઈ જાય તો તેમાં બે ચમચી આમળાનો પાઉડર નાખો. અને તેના પછી તેને પાંચ મિનિટ સુધી ઉકાળો. તે ઉકળી જાય પછી તેને ઠંડું થવા દો.

image source

ત્યારબાદ તેમાં બે ચમચી મહેંદી મિક્સ કરો. આ કંડીશનિંગનું કામ કરે છે. તેના પછી તમારે તેમાં બે ચમચી ભૃંગરાજ પાઉડર મિક્સ કરવાનો છે. આ પાઉડર વાળને કાળા કરવાની સાથે જ અન્ય પ્રોબ્લેમ્સને પણ દૂર કરે છે. ત્યાર પછી તમારે આ પેકમાં બે ચમચી શિકાકાઇ પાઉડર મિક્સ કરવાનો છે. આ પાઉડર વાળને ખરતા અટકાવે છે, અને સાથે જ ડેન્ડ્રફ અને ખંજવાળ જેવી સમસ્યાને પણ દૂર કરે છે.

image source

તેના પછી તમારે આ પેકમાં બે ચમચી હિબિસકસ પાઉડર નાખવાનો રહેશે. આ પાઉડર વાળને મજબૂત બનાવવાની સાથે જ તેને શાઇન પણ કરે છે. હવે પેકમાંની આ બધી જ વસ્તુઓ પાણી સાથે બરાબર મિક્સ કરી દેશો તો તે બનીને તૈયાર છે. તમે આ પેકથી વાળમાં કલર લાવવા માંગતા હોવ તો આ પેકમાં ચાનું પાણી, કાથો અને થોડી કોફી પાણીમાં ઉકાળી એ પાણીનો ઉપયોગ કરવો અને સાથે જ મેંદીની માત્રા થોડી વધારે રાખવી.

image source

તમે તમારા વાળની લંબાઈ પ્રમાણે અહીં જણાવેલી તમામ વસ્તુઓમાં વધઘટ કરી શકો છો. આ તમામ વસ્તુઓ નેચરલ છે, જેથી તમારા વાળમાં તેની કોઈ આડઅસર થશે નહીં. જો તમારી પાસે ટાઇમ હોય તો તેને આખી રાત સુધી રહેવા દો. પરંતુ સમયનો અભાવ હોય તો તેને એક કલાક માટે રાખી મૂકો ત્યાર પછી તેનો ઉપયોગ કરો.

આ વાતનું ધ્યાન રાખો :

image source

આ પેકનો ઉપયોગ તમારે વાળ ધોયા પછી જ કરવાનો રહેશે. આ પેકને જ્યારે લગાવો ત્યારે વાળ જરા પણ ઓઇલી ન હોવા જોઈએ. પેકને એક કલાક માટે વાળમાં લગાવી રાખો. તેને વાળના મૂળમાં સરખી રીતે લગાવવાનું છે. એક કલાક પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક ધોયા પછી તેમાં શેમ્પૂ નથી કરવાનું. નહીં તો તેની અસર ખતમ થઈ જશે. રાતના વાળમાં તેલની માલિશ કરો, અને બીજા દિવસે શેમ્પૂથી વાળ ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત