25 ઇઝી ટિપ્સ, જે તમને ગરમીમાં બનાવશે કુલ, તો અજમાવો તમે પણ થઇ જાવો સમર ફીટ

વાતાવરણ દિવસેને દિવસે વધુને વધુ ગરમ થઇ રહ્યું છે એવામાં જરૂરત છે પોતાનું ધ્યાન રાખવાની કે જેથી તમે વધતી ગરમીમાં પણ રહો હેલ્ધી અને કુલ.

સૌથી જરૂરી છે કે તમે ડિહાઇડ્રેશનનો શિકાર ન થાઓ એટલે હાઇડ્રેટેડ રહો. ભરપૂર પાણી પીઓ.

  • લિકવિડ ઇન્ટેકના અલગ અલગ ઓપશન ટ્રાય કરો, લીંબુ શરબત, તાજા ફળોનો રસ, નારિયેળ પાણી, સૂપ વગેરે.

    image source
  • ઘરની બહાર નીકળતી વખતે પાણી ચોક્કસ પીવો. એનાથી તમારા શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જશે અને સ્કિન પણ હાઇડ્રેટેડ રહેશે.
  • છાશને તમારા ભોજનમાં નિયમિત રીતે ભાગ બનાવો. એ શરીરને ઠંડક આપે છે.
  • લસ્સી પણ ગરમીમાં રાહત આપે છે. તો તમને એને પણ ટ્રાય કરી શકો છો .
  • ગરમીઓમાં ઘણીવાર શરીરમાં પિત્તની પ્રોબ્લમ થઈ જાય છે, એ માટે સવાર સાંજ ઠંડુ દૂધ પીવો.
  • સવારે જલ્દી ઉઠીને લોનમાં લીલા ઘાસમાં ચાલો. બની શકે તો તમારી સાથે એક બોટલમાં લીંબુ શરબત પણ રાખો. એનાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.
  • દૂધ પોષક હોવાની સાથે ઠંડુ પણ હોય છે એટલે રોજ એક ગ્લાસ દૂધ જરૂર પીવો.
  • ગરમીના મહિનાઓમાં બની શકે તો ચા કોફીનું સેવન બિલ્કુલ છોડી દો કારણ કે એ શરીરમાં ગરમી આપે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર પણ કરે છે.

    image source
  • ડાયટમાં સલાડ અને ફળ સામેલ કરો. ઘણા બધા ફળોનું સેવન કરો, એનાથી પાચન શક્તિ પણ વિકસે છે.
  • વધુ ઓઈલી કે ભારે ભોજન ન કરો. જંક ફૂડ અને મસાલેદાર ભોજન અવોઇડ કરો.
  • ગરમીમાં પરસેવો વધુ થાય છે પરસેવાની દુર્ગંધથી બચવા માટે ડિયો મેં સુગંધિત પાઉડર લગાવો. મેડીકેટેડ પાઉડર પણ લગાવી શકો છો જે ખાસ કરીને ગરમીઓ અને અળાઈઓથી રાહત અપાવવા માટે બનાવેલા હોય છે.
  • દિવસમાં બે વાર નહાઓ, એનાથી ફ્રેશ ફિલ થશે.

    image source
  • જો આખો દિવસના કામથી થાક લાગે તો સાંજે10-15 મિનિટ સુધી ઠંડા પાણીમાં પગ ડુબાડીને રાખો. એનથી પગને આરામ મળશે અને તમને ગરમીમાં પણ રાહત અનુભવશે.
  • દિવસે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી સૂરજના અલ્ટ્રા વાયલેટ કિરણોની ખૂબ જ ખરાબ અસર થાય છે. એટકે બહુ જરૂરી ન હોય તો તડકામાં એ સમયે બહાર ન નીકળો.
  • જો કે અત્યારે કોવિડના કારણે ઘરમાં રહેવું જ સૌથી સુરક્ષિત છે પણ જો ઘરમાંથી બહાર જાઓ કે પછી ઘરમાં રહો તો પણ સ્કિનને સનસ્ક્રીન પ્રોટેક્શન જરૂર આપો.
  • એટલું જ નહીં ગરમીમાં પણ મૌશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલો કારણ કે જે રીતે ગરમીઓના શરીર ડિહાઇડ્રેટ થાય છે એવી જ રીતે સ્કિન પણ ડિહાઇડ્રેટ થાય છે. એવામાં સ્કિનનું મૌશ્ચર લેવલ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે જેથી સ્કિનને નરીશમેન્ટ મળે.

    image source
  • વધારે કેમિકલના પ્રયોગથી બચો. સ્કિન પ્રોડક્ટ્સમાં પણ.
  • image source

    આલ્કોહોલના સેવનથી પણ જેટલું શક્ય હોય એટલું બચો. એ તમને અંદરથી ડ્રાય અને ડિહાઇડ્રેટ કરી દે છે અને સ્કિનને ઓન ડ્રાય કરે છે.
    હળવી એક્સરસાઇઝ કરો, યોગ કે પ્રાણાયામ પણ કરી શકો છો, એ તમને ઉર્જા આપે છે. બહુ વધારે કે જલ્દી જલ્દી કસરત કરવાથી બચો કારણ કે ગરમીમાં એનર્જી લેવલ બહુ જલ્દી ઓછું થઈ જાય છે, પરસેવાના કારણે પાણીની કમી થઈ જાય છે જેનાથી તમે પોતાની જાતને ખૂબ જ જલ્દી થાકેલી અનુભવશો.

  • તરસ છીપાવવા માટે કોલ્ડ ડ્રિન્ક્સ ન પીવો, એ તરસ નથી છીપાવતી ઉલટાનું નુકશાન પહોંચાડે છે. એને બદલે નેચરલ વસ્તુઓ લો.
  • હળવા અને કોટનના કપડાં પહેરો જેથી તમે અને તમારી સ્કિન શ્વાસ લઈ શકે.
  • વધુ ટાઈટ કપડાં ન પહેરો.
  • ફેમીલી સાથે સમય પસાર કરો અને ધીમે ધીમે આરામથી કામ કરો જેથી બહુ વધારે થાક ન લાગે.
  • બહાર જતી વખતે તડકાથી બચવા માટે છત્રી અને સાથે પાણીની બોટલ પણ લઈને જાઓ.
  • બહાર નીકળતા પહેલા સ્કાર્ફ માથા પર બાંધો નહિ તો વાળ પણ ડ્રાય થઈ જશે.
  • એ જ રીતે આંખોના પ્રોટેક્શન માટે તાપમાં ચશ્માં કે પછી ગ્લેયર્સ પહેરો..
  • હળવો મેકઅપ કરો અને સાથે વેટ અને ડ્રાય ટીસયું પેપર્સ પમ રાખો જેથી પરસેવા અને ઓઈલથી બચી શકાય .
  • અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ –

    આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

    આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

    આપના સહકારની આશા સહ,

    ટીમ હેલ્થ ગુજરાત