શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માટે અપનાવો આા ઘરેલુ ઉપાયો, નહિં તો પાછળથી મુકાશો ભારે મુશ્કેલીમાં

હાડકાંની ડેન્સિટી એટલે કે સ્ટ્રેન્થ ઘટતી જણાય ત્યારે આ મુશ્કેલી ઉભી થાય છે. એક અભ્યાસ મુજબ 45 વર્ષ પછી હાડકાંની ડેન્સિટી એક ટકો ઘટી શકે છે, પરંતુ હવે નાની ઉંમરની વયમાં પણ આ તકલીફ જોવા મળી રહી છે. ઓસ્ટિયોપોરોસિસના દર્દીએ કેલ્શિયમ અને વિટામિન-ડી વધુ મળે તેવો આહાર લેવો જરૂરી છે.

image source

લીલા શાકભાજી જેમ કે, પાલક, કોબિજ વગેરે લેવા જોઈએ. નારંગીમાં કેલ્શિયમ તથા વિટામિન-ડી બંને હોવાથી એનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દુધ અને તેમાંથી બનતી વસ્તુ જેમ કે, દહીં-છાસનો ખોરાકમાં ઉપયોગ વધારવો જોઈએ. રોજિંદા આહારમાં ગાયનું દુધ લેવામાં આવે તો કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. સૂકામેવામાં અખરોટ અને જરદાલુમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. લસણમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં હોય છે, પણ તે વ્યક્તિની પ્રકૃતિને ધ્યાને રાખી યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ખોરાક લેવાના કારણે હાડકાંને શક્તિ મળે છે.

image source

આ ઉપરાંત નિયમિત કસરત અને યોગના કારણે હાડકાંની ફ્લેક્સિબિલિટી વધતી હોય છે અને દર્દીને ફાયદો થતો હોય છે. કુમળા તડકામાં બેસવાથી શરીરમાં કુદરતી વિટામીન-ડીનો સંચાર થાય છે.કેલ્શિયમ નાની-મોટી દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. આ એ તત્ત્વ છે, જે શરીરનાં હાડકાંને મજબૂત બનાવે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. બાળકોના વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે.

image source

મહિલાઓને ‌પિરિયડ્સ, પ્રેગ્નન્સી, મેનોપોઝ સમયે કેલ્શિયમની ખૂબ જરૂર પડે છે. ખાસ કરીને મહિલાઓમાં ૩૦ વર્ષ બાદ કેલ્શિયમની કમી થવા લાગે છે. ભારતીય મહિલાઓ કેલ્શિયમને લઇ એટલી સજાગ હોતી નથી. તેથી તેઓ જાતે જ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓને નોતરે છે. શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરવા માટે શું શું ખાવું જોઇએ. કેલ્શિયમ માટે તમને માર્કેટમાં ઘણાં સ‌િપ્લમેન્ટ્સ મળી જશે. તમે ઇચ્છો તો તે લઇ શકો છો, પરંતુ તેની સાથે તમે કેલ્શિયમથી ભરપૂર ડાયટ લેશો તો વધુ ફાયદો થશે.

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, તેમાં પોષક તત્ત્વોની ભરમાર હોય છે, તેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. તમે દહીં અને પનીર પણ ખાઇ શકો છો.

image source

તમારે શાકભાજી ખાવાં હોય તો પાલક, ફુદીનો, બીન્સ, બ્રોકલી લઇ શકો છો, તેમાં આયર્ન, વિટા‌મિનની સાથે-સાથે કેલ્શિયમ પણ ભરપૂર હોય છે.
દરેક પ્રકારની દાળ પ્રોટીન, વિટા‌મિન, આયર્ન, ઝિંક, પોટેશિયમ, ફોલેટ, મેગ્નેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે.

image source

કેલ્શિયમની કમી દૂર કરવા માટે તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઇ શકો છો. બદામ, કિશમિશ, ખજૂર તમારા માટે બેસ્ટ છે.

ફળમાં સંતરાં બેસ્ટ છે. બેરિઝમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. બ્લેકબેરી અને સ્ટ્રોબેરી બંને ફાયદાકારક છે.

ફળનાં બીજમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન તમે દૂધ સાથે કરી શકો છો. અળસી, કિનોવા, તલ વગેરે ખાઇ શકો છો.

image source

સવારનો તડકો પણ તમને ભરપૂર કેલ્શિયમ આપે છે. સવારના ૫થી 20 મિનિટ સુધી તડકામાં બેસો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત