આ શરબત પીવાથી શરીર પર નથી થતી ગરમીની કોઇ અસર, સાથે એસિડિટીમાંથી પણ મળે છે રાહત

આપણા દેશમાં ઉનાળાની ઋતુમાં કાચી કેરીમાંથી બનાવેલું કેરીનો બાફલો ખૂબ જ લોકપ્રિય છે. તે શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે છે. ઉનાળાની ઋતુમાં અતિશય પરસેવો થવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનો અભાવ થાય છે, જેને કેરીનો બાફલો પૂર્ણ કરે છે. મીઠા અને ખાટા સ્વાદવાળું આ પીણું આપણને ખુબ ફ્રેશ રાખે છે. જો તમે ઉનાળાની બપોરે દરરોજ એક ગ્લાસ કેરીનો બાફલો પીવો છો, તો તે તરત જ તમારો થાક દૂર કરે છે અને મિનિટોમાં જ તમને ફ્રેશ કરી દે છે. અમે તમને જણાવી દઈએ કે કેરી બાફલોના એક ગ્લાસમાં લગભગ 180 કેલરી હોય છે, જે તમને દિવસભર ઉર્જાથી ભરપૂર બનાવવા માટે પૂરતું છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, વિટામિન બી 1, બી 2 અને વિટામિન સી પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં ફોલેટ, કોલિન, પેન્ટિન જેવા પોષક તત્વો પણ છે જે શરીરને દરેક રીતે ફાયદો આપે છે. ઉનાળાની ઋતુમાં તે પીએચ સ્તર પણ નિયંત્રિત કરે છે. ઉનાળાની ઋતુમાં પણ ઘણા મોસમી રોગો થાય છે, કેરીનો બાફલો પીવાથી આ દરેક રોગો સામે લડવા માટે આપણું શરીર તૈયાર રહે છે. આ સિવાય કેરીનો બાફલો બનાવવું ખુબ જ સરળ છે, પરંતુ તેના ફાયદા અઢળક છે. તો ચાલો અમે તમને જણાવીએ કેરીનો બાફલો બનાવવાની રીત અને આ પીણું પીવાથી થતા ફાયદાઓ વિશે.

આ રીતે ઘરે કેરીનો બાફલો બનાવો

image source

કેરીનો બાફલો બનાવવા માટે પ્રેશર કૂકરમાં કેરી રાખો અને 3 થી 4 સીટી વગાડો. તે ઠંડુ થયા પછી તેની છાલ કાઢો અને તેમાં 1 ચમચી શેકેલા જીરું પાવડર, અડધો ચમચી કાળું મીઠું, 1 કપ ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખો. હવે તેને બ્લેન્ડરથી મિક્સ કરો અને તેને ફ્રિજમાં રાખો. જ્યારે પણ તમે કેરીનો બાફલો પીવા માંગો છો, ત્યારે તેને ગ્લાસમાં કાઢો અને તેમાં ઠંડુ પાણી ઉમેરીને પીવો.

કેરીનો બાફલો પીવાના શું ફાયદા થાય છે ?

રોગપ્રતિકારક શક્તિ વધે છે

image source

કાચી કેરીથી બનેલો આ કેરીનો બાફલો પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કાચી કેરીમાં પુષ્કળ વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટો હોય છે જે આપણા શરીરમાં હાજર સ્વસ્થ બેક્ટેરિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી મોસમી રોગો પણ દૂર રહે છે.

એનિમિયાથી સુરક્ષિત કરે છે

કેરીના બાફલોના સેવનથી શરીરમાં લાલ રક્ત કણો ઝડપથી રચાય છે જેના કારણે શરીરમાં હિમોગ્લોબિનની કમી થતી નથી. હિમોગ્લોબિનના અભાવને કારણે એનિમિયા થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે આપણે દરરોજ એક ગ્લાસ કેરીનો બાફલો પીએ છીએ, ત્યારે શરીરમાં લોહીની ઉણપ થતી નથી. કાચી કેરીમાં આયરન પણ ભરપુર હોય છે, જે એનિમિયા મટાડવામાં મદદગાર છે.

એસિડિટીથી દૂર કરે છે

image source

કેરીનો બાફલો શરીરમાં ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ ડિસઓર્ડર અને બિલીયસ ડિસઓર્ડરની સમસ્યા ઘટાડે છે. કાચી કેરીમાં હાજર એસિડ શરીરમાં પિત્ત વધારે છે જે આંતરડાના ઉપચાર કરનાર તરીકે કામ કરે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થતી નથી.

શરીરમાં ઉર્જા જાળવે છે

જ્યારે ભયંકર ગરમી હોય છે અને આપણે થોડા સમય માટે ઘરની બહાર નીકળીએ છીએ, ત્યારે આપણા શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછી થઈ જાય છે. તેઓ પરસેવોના સ્વરૂપમાં શરીરમાંથી બહાર નીકળી જાય છે, સોડિયમ પણ તેમાંથી એક છે. આ માટે જો તમે એક ગ્લાસ કેરીનો બાફલોનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન રાખે છે કારણ કે કેરીનો બાફલો ખનિજોથી ભરપુર હોય છે. ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે, તે આપણને ઉર્જા આપે છે સાથે સાથે થાક અને ડિહાઇડ્રેશનથી દૂર રાખવામાં મદદ કરે છે.

આપણી આંખો માટે ખૂબ ઉપયોગી છે.

image source

કેરી બાફલોમાં વિટામિન એ પણ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આપણી આંખો માટે ખૂબ ફાયદાકારક છે. આ પીણાંનું સેવન કરવાથી આપણી આંખો સ્વસ્થ રહે છે તેમજ આંખોનો પ્રકાશ વધે છે. કેરી બાફલોમાં વિટામિન એ હોવાને કારણે, તે આપણને આંખોની સમસ્યાઓ જેવી કે શુષ્ક આખો, મોતિયા અને રાત્રે અંધત્વની સમસ્યા દૂર રાખવામાં ખૂબ જ સક્ષમ છે.

પાચનની શક્તિ મજબૂત બનાવે છે

image source

ઉનાળામાં, ઘણી વખત આપણી પાચક શક્તિ નબળી પડી જાય છે કારણ કે આપણે ઓછું પાણી પીએ છીએ, તે આપણા લોહીના પરિભ્રમણને સીધી અસર કરે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા આહારમાં કેરીનો સમાવેશ કરવો. કારણ કે તેના સેવનના કારણે શરીરમાં પાણીની ઉણપ થતી નથી અને રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

કેરી ડાયાબિટીઝમાં ફાયદાકારક છે.

image source

જોકે ડાયાબિટીઝના લોકોને સામાન્ય રીતે ઓછી કેરી ખાવા માટે કહેવામાં આવે છે, પરંતુ સંશોધન મુજબ જો તેઓ કાચી કેરી ખાય છે તો તે તેમના માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કેરી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર સામાન્ય રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે, જે ડાયાબિટીઝને રોકવામાં ખૂબ મદદગાર છે. ફક્ત ખાતરી કરો કે તમે તેમાં ખાંડનો ઉપયોગ ન કરો અને તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. જો કે દરેક વ્યક્તિની તાસીર અલગ હોય છે, તેથી ડાયાબિટીઝના દર્દીઓએ કેરી પન્નાનું સેવન કરતા પેહલા એકવાર તેમના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. જેથી તેઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવું પડે.

કેરીનો બાફલો ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે:

image source

કેરીનો બાફલો પીવાના ફાયદા ઘણા છે, પરંતુ તે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે. તેમાં અનેક પોષક તત્ત્વો હોવાને કારણે તે સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં જોવા મળતો ફોલેટ અજાત બાળકને જન્મ ખામીના જોખમથી સુરક્ષિત કરે છે. એટલું જ નહીં, કેરી બાફલોમાં હાજર ફોલેટ બાળકનો વિકાસ વધારવામાં મદદ કરે છે સાથે જ તેની મગજની શક્તિમાં પણ સુધારો કરે છે.

શરીરને હાઇડ્રેટ રાખે છે

image source

જ્યારે તમે કેરીનો બાફલો પીવ છો, તો તમારા શરીરને ઇલેક્ટ્રોલાઇટ્સ મળે છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. જો કોઈ હીટ સ્ટ્રોકથી પીડિત છે, તો તેની હાનિકારક અસરથી બચવા માટે કેરી બાફલોનું સેવન ફાયદાકારક છે.

– બાળકો, વડીલો અને દરેક ઉંમરના લોકો આ પીણાંનું સેવન કરી શકે છે અને તેના ફાયદાઓ લઈ શકે છે. ઉનાળાની ઋતુમાં બાળકોને આ પીણું જરૂરથી પીવડાવો, કારણ કે તેનાથી એકાગ્રતા વધે છે સાથે સાથે તેનું સેવન કરવાથી યાદશક્તિમાં પણ સુધારો થાય છે.

– ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનથી બચવા અને મનને હળવા અને તાજું રાખવા માટે તમારે કેરી બાફલોનું સેવન કરવું જોઈએ અને તેના ફાયદાઓનો લાભ લેવો જોઈએ.

image source

– જો કે કેરીનો બાફલોના ઘણા ફાયદા છે, પરંતુ કેરીની છાલમાં યુરુશીયલ હોય છે જે લોકોમાં એલર્જિક સમસ્યા પેદા કરી શકે છે. જો તમને કેરીનો બાફલો પીધા પછી ખંજવાળ આવે છે, તો તમારે તરત જ આ પીણાંનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ અને તરત જ તમારા ડોક્ટરને મળવું જોઈએ. જેથી સમયસર તમને સારવાર મળી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત