જીમમાં ગયા વગર સડસડાટ રીતે વજન ઘટાડવુ હોય તો આ રીતે ખાઓ મગફળી

મગફળીના ફાયદા

સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં મેટાબોલીઝમનું યોગ્ય રહેવું ખુબ જરૂરી છે. આવામાં જો આપ રોજ બે મુઠ્ઠી મગફળી કે પછી પીનટ બટરનું સેવન કરો છો તો આપ ઘણી હદ સુધી જાડાપણાને ઘટાડી શકો છો.

image source

જયારે વજન ઘટાડવાની વાત આવે છે તો લોકો મોટાભાગે જીમમાં કલાકો સુધી પરસેવો વહાવે છે. પરંતુ તેઓ જે ખાઈ છે, તેના પર ધ્યાન આપતા નથી. વિશેષજ્ઞના જણાવ્યા મુજબ, વજન ઘટાડવા માટે સૌથી પહેલા સંતુલિત આહાર પર ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી શારીરિક પ્રક્રિયાઓ શરુ કરવી જોઈએ.

image source

જો આપ આપનું વજન ઘટાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો હંમેશા હળવા નાસ્તા લેવા પર ધ્યાન આપો. એના માટે આપે મગફળીનું સેવન કરી શકો છો. ખરેખરમાં મગફળીમાં કેલેરી ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. આ સાથે જ ફાઈબર અને પ્રોટીન પણ મળી આવે છે. થોડીક મગફળીનું સેવન કરવાથી જ લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. એટલા માટે મગફળીને આપે પોતાની ડાયટમાં જરૂરથી સામેલ કરવી જોઈએ.

મેટાબોલીઝમ માટે છે સારી.:

મગફળી એનર્જીનો એક સારો સ્ત્રોત છે. મગફળી આપના શરીરના મેટાબોલીઝમને વધારે છે અને વધારાની કેલેરીને બરન કરવામાં મદદ કરે છે. એના કારણથી આપનું વજન ઝડપથી ઘટવા લાગે છે.

હેલ્ધી ફેટથી ભરપુર હોય છે મગફળી.:

image source

મગફળી મોનોઅનસૈચુરેટેડ અને પોલીઅનસૈચુરેટેડ ફેટી એસીડ ભરપુર પ્રમાણમાં હોય છે. મગફળી સોજો, જાડાપણું, હ્રદય રોગ અને ડાયાબીટીસ જેવી સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય મગફળીમાં મળી આવતી ચરબીના પ્રમાણ શરીરમાં ફેટને એનર્જીના રૂપમાં ઝડપથી પરિવર્તિત થઈ જાય છે.

​શું મગફળી વજન ઘટાડવા માટે સારી છે.?

image source

ધ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ, પ્રોટીન કેલરી બર્ન કરવા માટે સૌથી સારો ઉપાય છે. મગફળીમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ સહિત કેટલાક અન્ય પોષક તત્વો મળી આવે છે જે બધી જ કેલેરીને નિયંત્રિત કરીને વજન ઘટાડવાને સરળ બનાવે છે.

જો કે, મગફળીમાં કેલેરી ખુબ વધારે હોય છે, પરંતુ જયારે આપ આપના મોઢામાં મગફળીને ચાવો છો તો તેના નાના નાના ટુકડામાં તૂટી જાય છે અને આપણું શરીર એમાંથી ઓછી કેલેરી અવશોષિત કરે છે. આ જ કારણ છે કે, મગફળી વજન ઘટાડવા માટે સારી હોય છે.

પોતાની ડાયટમાં મગફળીને કેવી રીતે સામેલ કરો.?

image source

એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, મગફળીને કાચી, શેકીને કે પછી બાફીને ખાવાથી ફાયદાકારક સાબિત થાય છે. આના સિવાય પીનટ બટર, પીનટ ઓઈલ, રોસ્ટેડ પીનટ કે પછી પીનટ ડીપના સ્વરૂપમાં પણ મગફળીનું સેવન કરવામાં આવી શકે છે. પ્રોટીન યુક્ત ભોજન જેવા કે, ગ્રિલ્ડ ચીકન, ટોફુ, પની અને સલાડમાં પણ મગફળીનો ઉપયોગ આપ કરી શકો છો.

પીનટ બટરનું સેવન કેવી રીતે કરવું જોઈએ.?

image source

પીનટ બટરનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને મગફળીમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે. મગફળી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. જો કે, આપે હંમેશા ઓર્ગેનિક પીનટ બટરનું સેવન કરવું જોઈએ કેમ કે, પીનટ બટરમાં સોડીયમ અને સુગરનું પ્રમાણ ઓછું હોય છે. આપ પીનટ બટરને અઠવાડિયામાં બે કે ત્રણ વાર ૨ થી ૩ ચમચી પીનટ બટરનું સેવન કરવાથી જાડાપણું ઘટી શકે છે.

આ જ રીતે મગફળી વજન ઘટાડવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો આપ પણ જાડાપણાથી તકલીફમાં છો તો આજથી જ આપે મગફળીનું સેવન કરવાનું શરુ કરી દેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત