ગુજરાત ગરમીમાં શેકાઈને ભઠ્ઠી થઈ જાય એવી હાલત થશે, હવામાન વિભાગે કરી એકદમ ચોંકાવનારી આગાહી

ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં હીટવેવ શરુ થઇ ગઈ છે. હવે ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવનાઓ છે. તેથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1લી એપ્રિલથી 3 એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે રાજયમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના છે.

image source

હવામાન વિભાગે કહ્યું છેકે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. તો અમદાવાદ-ગાંધીનગર-વડોદરા સહિતના શહેરોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા અમદાવદ સહિત આવતીકાલે તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને કચ્છના ભુજમાં ફરીએકવાર તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી થઈ જતાં શહેરીજનો તોબાહ પોકારી ઉઠયાં હતા. આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હિટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

image source

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ પંથકમાં હિટવેવની શક્યતાઓ છે. અમદાવાદ સહિત રાજ્યના કુલ 6 શહેર સુરેન્દ્રનગર, ભુજ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર ગયો હતો. ડીસા અને અમરેલીમાં તાપમાન ક્રમશઃ 40.9 અને 40.7 ડિગ્રી નોંધાયું હતુ. જોકે એપ્રિલ માસમાં આનાથી પણ વધુ ગરમી પડશે તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા અટકળો કરાઈ રહી છે.