શું તમારા વાળ વધતા નથી? સતત ખરે રાખે છે? તો જાણી લો ઝડપથી વાળનો ગ્રોથ વધારવાની ટીપ્સ

વાળને તમારા માથાનો તાજ કહેવાય છે. માત્ર વાળના મુદ્દા પર જ બોલીવૂડમાં ઘણી બધી ફિલ્મો બની ચુકી છે જેના તાજા જ ઉદાહણ, બાલા, ઉજડા ચમન તેમજ ગોનકેશ જેવી ફિલ્મો છે. તેનાથી એ વાત તો સ્પષ્ટ થઈ જ જાય છે કે વાળના વિષયને લોકો કેટલી ગંભીરતાથી લે છે. અવારનવાર લોકો વિવિધ રીતે વાળને લાંબા કરવાની રીતો અજમાવતા રહેતા હોય છે. વાળને જલદી વધારવા માટે લોકો વિવિધ પ્રકારના હેર પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, પણ વાળને લાંબા કરવાની રીતો અજમાવતી વખતે જાણતા અજાણતા જ તેઓ કેટલીક ભૂલો કરી દેતા હોય છે, જેના કારણે વાળને નુકસાન પહોંચે છે. તેવામાં વાળ જલદી વધવાની રીતોને પસંદ કરતી વખતે ખૂબ જ સમજીને તેની પસંદગી કરવી જરૂરી છે. માટે આજે અમે તમારા માટે વાળને ઘરેલુ રીતે લાંબા બનાવવાની કેટલીક ટીપ્સ લઈ આવ્યા છે જે તમારા વાળને સુરક્ષિત રીતે અને સાથે સાથે સરળ રીતે લાંબા કરશે. તો ચાલો જાણીએ આ નુસખાઓ વિષે.

વાળ લાંબા ન થવા પાછળના મુક્ય કારણો

વધતી ઉંમર, પૌષ્ટિક ત્ત્વની શરીરમાં ઉણપ, આનુવંશિકતા એટલે કે વારસાગત સમસ્યા, હોર્મોનલ સંતુલનમાં ગડબડ, ઓક્સિડેટિવ સ્ટ્રેસના સ્રોત જેમ કે પ્રદૂષણ તેમજ કેમિકલ્સ જેમ કે હેર કલર, ભાવનાત્મક માનસિક તાણ, કોઈ પ્રકારની બીમારી, એલોપેસિયા એરિએટા.

વાળને વધારતા ઘરગથ્થુ સરળ ઉપાય

ડુંગળી

image source

આ ઉપાય માટે તમને એક ડુંગળની જરૂર પડશે. અને સાથે સાથે રૂનો એક ટુકડો જોઈશે. હવે તમારે ડુંગળીને કાપીને અથવા તો તેને છીણીને તેનો રસ કાઢી લેવો. તેને તમે મિક્સરમાં ક્રશ કરીને પણ રસ કાઢી શકો છો. તે રસને તમારે ચારણીઁ કે જીણા કપડા વળે ગાળી લેવો. હવે રૂની મદદથી તમારા વાળમાં તમારે ડુંગળીનો રસ લગાવવો. તેને તેમજ 15 મિનિટ સુધી લગાવી રાખવું ત્યાર બાદ શેંપુથી વાળને ધોઈ લેવા.
એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે ડુંગળીના રસના ઉપયોગથી એલોપેશિયા એટલે કે વાળ ખરવાની સમસ્યાને અસરકારક રીતે રોકી શકાય છે. ડુંગળી વાળને પોષણ આપવામાં મદદ કરી શકે છે. માટે ડુંગળીનો ઉપયોગ ઘણી બધી હેર પ્રોડક્ટમાં પણ કરવામા આવે છે.

એલોવેરા જેલ

image source

આ ઉપાય માટે તમને એક-બે સ્ટીક એલોવેરાની જરૂર પડશે. હવે કુંવારપાઠાના આ બે ટુકડામાંથી તમારે જેલ અલગ કરી લેવી. હવે તેને તમારા વાળમાં લગાવી લેવી. જેલ લગાવ્યાના એક કલાક બાદ વાળ શેમ્પુથી ધોઈ લેવા.

એલોવેરા જેલ તમારા સ્વાસ્થ્યને પણ લાભ પહોંચાડે છે પણ તેની સાથે સાથે તે તમારા વાળ માટે પણ લાભપ્રદ છે. એલોવેરા જેલ વાળના ડેમેજ થવા, વાળા ખરવા તેમજ ડેન્ડ્રફ જેવી સમસ્યામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. એલોવેરા જેલનો ઉપયોગ ઘણા વર્ષોથી ઘરેલુ નુસખા તરીકે કરવામાં આવે છે. વાળ વધારવા માટે ઘરેલુ નુસખામાં ઓલિવ ઓઇલ, બદામનુ તેલ અને કેસ્ટર ઓઇલની સાથે સાથે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

ઇંડા

વાળને લાંબા કરવાના ઉપાય તરીકે તમે ઇંડાનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે તમારે એક કાચુ ઇંડુ લેવાનું છે તેને બરાબર ફેંટી લેવું. ત્યાર બાદ તમારા વાળ અને ખાસ કરે વાળના મૂળિયા પર તેને લગાવવું. થોડી વાર વાળને તેમજ રાખવા અરધા-એક કલાક સુધી ત્યાર બાદ શેમ્પુથી વાળ ધોઈ લેવા.

એક સંશોધન પ્રમાણે ઇંડાની જરદીને મહિલાઓના વાળના વિકાસમાં લાભપ્રદ માનવામાં આવ્યું છે. વાસ્તવમાં ઇન્ડામાં હાજર પેપ્ટાઇડ વાળના ગ્રોથમાં સહાયક થઈ શકે છે.

મીઠા લીમડાના પાન

image source

તેના માટે તમારે એક વાટકી મીઠા લીમડાના પાન, અને અરધો કપ નાળિયેરનું તેલ જેઈશે. તમારે નારિયેળના તેલને ગરમ કરવાનું છે અને તેમાં તમારે મીઠા લીમડાના પાનને ઉમેરવાના છે. તેલ ગરમ થયા બાદ તમારે તે તેલ ગાળી લેવું. હવે તે તેલથી તમારે તમારા વાળના મૂલિયામાં માલિશ કરવું. માલિશ ના એક કલાક બાદ વાળ ધોઈ લેવા.

મીઠા લીમડાના પાન માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ તે વાળ વધારવા માટે પણ ઉપયોગી છે. મીઠા લીમડાના પાન વાળ માટે એક ટોનિકની જેમ કામ કરે છે. તે એક ઉપયોગી ઘરેલુ ઉપચાર છે. તેનો ઉપયોગ વાળનો ગ્રોથ વધારવાની સાથ સાથે વાળના રંગને પણ તે જાળવી રાખે છે, આ રીતે તે તમારા વાળને ઉમર કરતાં વહેલા ધોળા પણ નથી થવા દેતા.

લસણ

લસણની એક કે બે કળિ લઈને તેને નાના-નાના ટુકડામાં કાપી લેવી. તેને તમે છીણી પણ શકો છો. ત્યાર બાદ તેને તમારે મધ સાથે મિક્સ કરી લેવી. હવે આ મિશ્રણને તમારે તમારા વાળના મૂળિયામાં લગાવવું. અને તેને તેમજ અરધો કલાક રાખ્યા બાદ વાળ શેમ્પુથી ધોઈ લેવા.
લસણ વાળ માટે લાભપ્રદ છે તે તમે કદાચ સાંભળ્યું નહીં હોય પણ તમને જણાવી દઈએ કે લસણની જેલ અને બેટામેથાસોન વેલેરેટનું મિશ્રણ જે એક સ્ટેરોઇડની દવા છે જે એલોપેશિયા એરેટા માટે થેરાપીનું કામ કરી શકે છે. આ સત્યની પુષ્ટી એનસેબીઆઈની સાઇટ પર ઉપલબ્ધ સંશોધનમાં થઈ છે. જો કે વાળના વિકાસમાં તે કેટલી મદદ કરે છે તે વિષે હજુ અભ્યાસ ચાલુ છે.

નાળિયેર તેલ

image source

ઘણા વર્ષોથી ભારતમાં લોકો નાળિયેરના તેલથી પોતાના વાળમાં મસાજ કરતા આવ્યા છે. તમારે રોજ રાત્રે સુતા પહેલાં નાળિયેરના તેલથી વાળના મૂળિયામાં માલિશ કરવું જોઈએ. અને બીજા દિવસે તમારે વાળ ધોઈ લેવા.

જો તમારે વાળ વધારવા હોય તો તમારે તમારા વાળમાં નિયમિત રીતે તેલ નાખવું જોઈએ. તેમ કરવાથી વાળ ટૂટવાની સમસ્યા દૂર થઈ જશે એક અભ્યાસ પ્રમાણે નાળિયેર તેલનો ઉપયોગ વાળમાંથી પ્રોટીન લોસની સમસ્યાને દૂર કરી શકે છે. નાળિયેર તેલ વાળના શાફ્ટમાં ઉંડાઈ સુધી ઉતરે છે, અને તેને સ્વસ્થ બનાવે છે. સાથે સાથે તેમા ફેટી એસિડ હોય છે જે વાળ માટે લાભપ્રત હોય છે. નાળિયેર તેલમાં વાળને સુરક્ષિત રાખવાના ગુણો હોય છે. હેર કેર પ્રોડક્ટમાં પણ નાળિયેર તેલનો ઉપયોગ કરવામા આવે છે. જે વાળના વિકાસમાં મદદ કરી શકે છે.

દહી

આ પ્રયોગ માટે તમને એક વાટકી મીઠા લીમડાના પાન અને એક કપ દહીંની જરૂરૂ પડશે. તમારે સૌપ્રથમ તો મીઠા લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ તૈયાર કરવાની છે. હવે તે પેસ્ટમાં તમારે દહીંને મિક્સ કરી લેવું. ત્યાર બાદ આ તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા વાળમા લગાવવી. 1-2 કલાક બાદ વાળને શેમ્પુ કરીને ધોઈ લેવા.

દહીંને પ્રોબાયોટિક્સનો સારો સ્રોત માનવામાં આવ્યું છે. સાથે સાથે તે વાળના વિકાસમાં પણ મદદ કરી શકે છે. ઉંદર પર કરવામા આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે તે સ્કીનનની નીચેના રોમની સંખ્યામાં વધારો કરે છે, જેનાથી તેના ફરમાં વધારો થાય છે. તેવામાં આ સ્ટડીના આધારે કહી શકાય કે તે મનુષ્યના વાળના વિકાસમાં પણ મદદરૂપ થઈ શકે છે, હાલ આ સંશોધન જાનવરો પર જ કરવામા આવ્યું છે. પણ દહીંથી તમારા વાળના સ્વાસ્થ્યને ચોક્કસ અસર થાય છે.

મહેંદી

ભારતીય મહિલાઓ કે પુરુષે જીવનમાં ઓછામાં ઓછી એકાદવાર તો વાળમા મહેંદી લગાવી જ હશે. અને કેટલાક તો નિયમિત મહેંદીનો ઉપયોગ કરે છે. અહીં તમારે મહેંદીની સાથે સાથે દહીંનો પણ ઉપયોગ કરવાનો છે. તમારે મહેંદીના પાઉડરમાં દહીં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાવી લેવી. તેને 2-3 કલાક તેમજ છોડી દેવું ત્યાર બાદ વાળ ધોઈ લેવા.

મહેંદી વાળને કુદરતી કલર આપે છે અને સાથે સાથે તે વાળને કંડીશન પણ કરે છે. મહેંદી એક સસ્તો અને અસરકારક ઘરેલુ ઉપચાર છે. મહેંદી તમારા વાળને લાંબા કરવામાં પણ મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે, ટેલોજેન એફ્લુવિયમ જે વાળ ખરવાની એક સમસ્યા છે તેમાં હિના લોશનનો ઉપયોગ અસરકારક માનવામાં આવ્યો છે. તેવામાં મહેંદીનો ઉપયોગ વાળનો ગ્રોથ તેમજ સ્કેલ્પ માટે કરી શકાય છે. જો કે તમે જે મહેંદીનો ઉપયોગ કરો છો તે શુદ્ધ હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

આંબળા

તેના માટે તમને બે ચમચી આંબળાનો પાઉડર અથવા આંબળાના રસ અને બે ચમચી લીંબુના રસની જરૂર પડશે. આ બન્ને રસને મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેને તમારા વાળમાં લગાવી લેવું. અને તેને તેમજ થોડી વાર માટે છોડી દેવું. વાળ જ્યારે સુકાઈ જાય ત્યારે તેને હુંફાળા પાણીથી ધોઈ લેવા.
વાળ માટે આંબળા ટોનિકની જેમ કામ કરે છે, જે વાળને મજબૂત બનાવવાની સાથે સાથે નવા વાળના વિકાસમાં પણ મદદ કરી શકે છે. એટલુ જ નહીં તે સમય પહેલાં સફેદ થતાં વાળના જોખમને પણ ઘટાડે છે. આંબળાનો ઉપયોગ કેટલીએ હેર પ્રોડક્ટ્સમાં કરવામા આવે છે.

ગ્રીન ટી

image source

તેના માટે તમારે 1-2 ગ્રીન ટીબેગ્સ જોઈશે અને એક મગ પાણી જોઈશે. હવે તમારે ઉકળતા પાણીમા ગ્રીન ટી બેગ્સ ઉમેરી દેવી. ત્યાર બાદ તે પાણીમાં તે ગ્રીન ટી બેગને પલળવા દેવી. ત્યાર બાદ તેને પાણીમાંથી કાઢી પાણીને ઠંડુ થવા દેવું. હવે જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે શેમ્પુથી વાળ ધોયા બાદ ગ્રીન ટી યુક્ત પાણીથી વાળ ધોઈ લો.

ગ્રીન ટી પોલિફેનોલ્સથી ભરપુર હોય છે, જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. સંશોઘનમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટીમાં હાજર ઇજીસીજી એલોપેશિયાના ઉપચારમાં મદદરૂપ થઈ શકે છે. તે પોલીફેનોલ ફોલિકલ્સમાં વાળના વિકાસમાં મદદ કરી શકે છે.

કેળા

તેના માટે તમારે બે પાકેલા કેળાની જરૂર પડશે અને એક ચમચી ઓલીવ ઓઈલ, એક ચમચી નાળિયેર તેલ અને એક ચમચી મધની જરૂર પડશે. આ બધી જ સામગ્રીને મિક્સ કરી તમારે એક પેસ્ટ તૈયાર કરી લેવી. અને આ તૈયાર થયેલી પેસ્ટને તમારે તમારા વાળમાં સારી રીતે લગાવી લેવી. તેને તેમજ 15-20 મિનિટ રાખવું અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા.

કેળુ સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ લાભપ્રદ હોઈ શકે છે. કેળામાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ તેમજ વિટામીન કે હોય છે, જે સ્કેલ્પ અને વાળને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. વાળમાં ચમક લાવે છે, વાળની મજબૂતી વધારે છે અને વાલને કંડીશન પણ કરે છે.

ચોખાનું પાણી

image source

તેના માટે તમને અરધો કપ ચોખા અને એક કપ પાણીની જરૂર પડશે. તમારે 15-20 મિનિટ માટે ચોખાને પાણીમાં પલાળી રાખવા. ત્યાર બાદ તે પાણીને ગાળી લેવું. ત્યાર બાદ તે ચોખાના પાણીને તમારા વાળમાં અને ખાસ કરીને વાળના મૂળિયામાં લગાવવું. હળવા હાથે તેનું માલિશ કરવું. માલિશ કરી લીધા બાદ વાળને શેમ્પુથી ધોઈ લેવા.

કહેવાય છે કે ચીનના એક ગામમાં એક જાતી છે જ્યા વર્ષોથી ચોખાના પાણીનો ઉપયોગ વાળ પર કરવામાં આવી રહ્યો છે. વાળને લઈને અહીંની મહિલાઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેવામાં વૈજ્ઞાનિક રીતે તેને કોઈ ખાસ પુષ્ટી નથી મળી, પણ અનુભવના આધાર પર ચોખાના પાણીને વાળ માટે ઉપયોગી માનવામાં આવ્યું છે.

કોફી

તેના માટે તમને એક-બે ચમચી કોફીની જરૂર પડશે. તમારે કોફીના પાઉડરને તમારા સ્કેલ્પ પર હળવા હાથે રગડવાનો છે. ત્યાર બાદ થોડીવાર તેને તેમજ છોડી દેવું અને પછી વાળ શેમ્પુથી ધોઈ લેવા.

કોફીમાં તેનું મુખ્ય ઘટક કૈફીન છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કૈફીન વાળના શાફ્ટની વૃદ્ધિમાં સહાયક થઈને વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરી શકે છે. તેવામાં ગંજાપણું અને વાળ પતળા થવાની સમસ્યાના જોખમથી બચી શકાય છે. ઝડપથી વાળ વધારવાના ઉપાય તરીકે તમે કોફીનું સેવન પણ કરી શકો છો.

સરસવનું તેલ

image source

રાત્રે સુતી વખતે વાળમાં સરસિયાના તેલનું માલિશ કરવું જોઈએ. અને સવારે વાળને શેમ્પુથી ધોઈ લેવા. સરસિયાના તેલને તમારા વાળ તેમજ તમારા સ્કેલ્પ માટે લાભપ્રદ માનવામાં આવ્યું છે. તેમાં મોનોઅનસેચુરેટેડ ફેટી એસિડ, ઓમેગા 3 તેમજ 6 ફેટી એસિડની સાથે સાથે એંટીફંગલ અને એંટીબેક્ટેરિયલ ગુણ સમાયેલા હોય છે. આગુણ ડેંડ્રફની સમસ્યામાં રાહત આપીને સ્કેલ્પને સ્વસ્થ બનાવે છે. તમે સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન વધારવા માટે સરસિયાના તેલનો ઉપયોગ કરી શકો છો.

વાળ વધારવા માટે ડાયેટમાં શેનો સમાવેશ કરવો જોઈએ.
બાયોટિન, ફોલિક એસિડ, વિટામિન ઇ, આયરન, પ્રોટીન, વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, વિટામીન ડી. આ બધા જ તત્ત્વો જેમાં હોય તેવો ખોરાક તમારે અપનાવવો જોઈએ.

આ સાથે તમારે તમારા આહારમાં દહીં, ચીઝ, દાળ, બીન્સ, સોયા તેમજ વટાણાનું સેવન પણ વધારવું જોઈએ. તેમજ વિટામીન સી યુક્ત શાકભાજી જેમ કે બ્રોકોલી, ફણગાવેલા કઠોળ, તેમજ કોબીનું પણ સેવન કરવું જોઈએ. સાથે સાથે તમારે ટામેટા તેમજ ડુંગળી પણ પુરતા પ્રમાણમાં ખાવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત