હાર્દિકના ભાજપમાં જોડાવા સમયે જ BJPએ મોટી રોન કાઢી, જાણો રાજકારણીઓ કઈ દ્રષ્ટિએ જુએ છે આ ઘટનાને

હાર્દિક પટેલના પ્રવેશને લો પ્રોફાઇલ રાખવાનો ભાજપનો પ્રયાસ સામે આવ્યો છે. જેમાં હાર્દિક પટેલના આગમન ટાંણે CM ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે નહીં. તથા અખબારી યાદીમાં ભાજપે હાર્દિકના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમજ સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે હાર્દિક પટેલને શક્તિપ્રદર્શનની સ્પષ્ટ ના કહી છે.

image source

ઉલ્લેખનીય છે કે પોસ્ટરમાં હાર્દિકે પોતાની જાતને ‘યુવા હૃદય સમ્રાટ’ ગણાવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરમાં સ્વમેળે પોસ્ટરો માર્યા છે. તેમાં કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે સ્વઘોષિત યુવા નેતા હાર્દિકનું ભાજપમાં કદ વેતરાશે. તેમજ નાખુશ આંદોલનકારી પાટીદારો વિરોધ કરે તે પહેલાં પોલીસ ખડકાઈ છે.

પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ જ્યારે આજે ભાજપમાં કેસરિયા કરવાના છે, ત્યારે જ રાજ્યના પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હાજર નહીં રહે. ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિકના પ્રવેશને લો પ્રોફાઇલ રાખવાનો ભાજપનો પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જ હોવા છતાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના કાર્યક્રમમાં હાજર નહીં રહે. મુખ્યમંત્રી હાજર નહીં રહીને તેમને આડકતરી રીતે મોટા રાજકીય સંકેતો આપી દીધા છે.

image source

હાર્દિકના કાર્યક્રમમાં માત્ર સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જ ભાજપમાં જોડાશે. તેમજ હાર્દિક પટેલ ટ્વિટરમાં ટ્રોલ થઇ રહ્યો છે. તેમાં નવા નાતરાં પહેલા હાર્દિક પટેલ ટ્વિટરમાં ટ્રોલ થતા યુઝર્સે હાર્દિક પટેલને જુના નિવેદન યાદ કરાવ્યા છે. લોકોએ ટ્વિટર પર હાર્દિક પટેલને ધોઈ નાખ્યો છે. તેમાં ખોદા પહાડ નિકલા હાર્દિક. કોઈ પણ પાર્ટીમાં જા પાટીદારો તને મત નહીં આપે. બેટા તારૂ પુરૂ થઈ ગયું, આંદોલનના વાપરવા મંડ જેવા વાક્યો ટ્વિટર પર હાર્દિક પટેલ માટે યુઝર્સ કરી રહ્યાં છે.