શું હવામાનમાં ફેરફારને કારણે ગળામાં દુખાવો થાય છે ? તો ફટાફટ અજમાવી લો આ ઘરેલૂ ઉપાયો

હવામાનમાં ફેરફાર થતાં ગળાની સમસ્યા સામાન્ય બની જાય છે. સામાન્ય રીતે લોકો ઠંડી અનુભવે છે અને ગળામાં દુખાવાની ફરિયાદ કરે છે. કોરોના રોગચાળા દરમિયાન, જો લોકોને થોડી શરદી થાય તો તેઓ ખૂબ ડરી જાય છે. આમાં પણ, જો ગળામાં દુખાવો થાય છે, તો ડર અનેક ગણો વધી જાય છે કારણ કે કોરોનાના લક્ષણોમાં ગળામાં શુષ્કતા અને ખંજવાળનો મુખ્ય સમાવેશ થાય છે. ગળાના દુખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ગળામાં દુખાવો થવા લાગે છે અને ગળામાં બળતરા થાય છે. ક્યારેક ગળામાં સોજો આવવાથી આ સમસ્યા વધુ વધી જાય છે. જો કે, ગભરાવાની જરૂર નથી કારણ કે બધી જ પીડા કોરોનાનું લક્ષણ નથી. બીજી બાજુ, ગળાના દુખાવાને સમાપ્ત કરવા માટે આપણા દેશમાં હજારો ઘરેલુ ઉપચાર છે. આ મોસમી સમસ્યાને દૂર કરવા માટે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિષે વિગતવાર જણાવીશું.

મધ

image soucre

ચા સાથે મધ મિક્સ કરીને પીવાથી ગળાની સમસ્યા સરળતાથી દૂર થાય છે. એક અભ્યાસ મુજબ, આ ઉપાય ઉધરસની સમસ્યા સરળતાથી દૂર કરે છે. મધમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે અન્ય ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.

ફુદીનો

image source

ફુદીનામાં શ્વાસ ખોલવાની ક્ષમતા છે. તે સમગ્ર ગળાની નળી સાફ કરે છે જેથી શ્વાસ લેવામાં કોઈ પરેશાની ન થાય. ફુદીનામાં મેન્થોલ હોય છે જે લાળને પાતળું કરે છે, જેનાથી ગળા અને કફથી રાહત મળે છે.

ઘી-મરી

image source

અડધી ચમચી કાળા મરીનો પાવડર બે ચમચી ઘીમાં ધીમી આંચ પર ગરમ કરો અને આ મિક્ષણ ધીમે ધીમે પીવો. કાળા મરીના એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ તમને ગળાના દુખાવામાં રાહત આપશે. જો કે, તેને માત્ર મર્યાદિત માત્રામાં લો.

આદુનો રસ, કાળા મરી અને મધ

મધમાં કુદરતી રીતે એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મધમાં આદુ અને કાળા મરી ઉમેરો અને તેને થોડું ગરમ કરો. આનો ઉપયોગ કર્યા પછી, તે શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો મટાડશે.

એલચી

image source

જો તમને ગળામાં દુખાવો થાય છે, તો એલચીનું સેવન કરો. એલચીનું સેવન કરવાથી ગળામાં થતો દુખાવો તથા ગળાની દરેક સમસ્યા દૂર થશે.

હળદરનો રસ

image source

ગળામાં થતો દુખાવો દૂર કરવા માટે કાચી હળદરના રસનું સેવન કરો અને થોડા સમય માટે ચૂપ રહેવું. જલદી જ આ રસ ગળામાંથી નીચે આવશે અને અસ્વસ્થતા ઓછી થવા લાગશે. જો નાના બાળકોને કાકડાની પીડા હોય તો આ ઉપાય બાળકો માટે પણ ફાયદાકારક છે. હળદરનો રસ ગળાના રોગોની સારવાર માટે અસરકારક દવા છે.

ગરમ-ગરમ સૂપ

image soucre

ગરમ-ગરમ વેજીટેબલ સૂપ ગળામાં થતી બળતરાની સારવારમાં મદદરૂપ થાય છે. ગરમ સૂપ શ્વાસ નળીને ભેજયુક્ત કરે છે જેથી જો તમને કફની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત સૂપ ગળામાં થતા દુખાવામાં પણ રાહત આપે છે. ઓછામાં ઓછું દિવસ દરમિયાન બે થી ત્રણ વખત સૂપ પીવો. આ સૂપને વધુ ફાયદાકારક બનાવવા માટે તમે સૂપમાં આદુ અથવા લસણ ઉમેરી શકો છો. બહાર મળતા સૂપ કરતાં હોમમેઇડ સૂપ પીવાનું વધુ સારું.