તમારા બાળકને ખવડાવો આ વસ્તુઓ, અને પૂરી કરી દો લોહીની ઉણપને

શરીરમાં લોહીની કમી થવી આજકાલની મોટી સમસ્યા બની ચુકી છે. મોટાભાગના લોકોને તો ખબર જ નથી હોતી કે તેમના શરીમાં લોહીની કમી છે અને જાણ્યા વગર જ તેઓ તેનાથી થનાર ખરાબ પ્રભાવોનો સામનો કરતા હોય છે. આ સમસ્યામાં મુર્જાયેલો ચહેરો, થાક લાગવો અને અશક્તિનો સમાવેશ થઇ શકે છે. યોગ્ય આહાર ન મળવાને કારણે શરીરમાં લોહીની કમી રહેતી હોય છે, અથવા ઘણી વાર અમુક બીમારીઓના કારણે પણ આ સમસ્યા ઉભી થાય છે.

વિટામીન સી અને વધુ પડતા આયરનની જરૂર

image source

સામાન્ય રીતે બાળકોના આહારમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પોષક તત્વોની ઉણપના કારણે બાળકોને અનીમીયા પણ થઇ શકે છે. કારણ કે બાળકોના શરીરમાં લોહ તત્વને જાળવી રાખવા માટે કેટલાક પ્રકારના વિટામીન સી અને વધુ પડતા આયરનની જરૂર હોય છે. જો બાળકોમાં એનિમિયાના લક્ષણોની વાત કરીએ તો, ત્વચા પીળી પડવી અને થાક લાગવો એ મુખ્ય છે. બાળકોને અનીમીયાથી બચાવવા માટે તેમના ખોરાકમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી ખુબ જ જરૂરી હોય છે.

જો તમે પણ શરીરમાં લોહીની કમીની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમારા ખાન પાન પર ધ્યાન આપીને તેનાથી મુક્તિ મેળવી શકાય છે. એ માટે તમારે આ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓનુ સેવન કરવું જોઈએ જેથી પ્રાકુતિક રીતે આ સમસ્યાને ઉકેલી શકાય.

ટામેટા

image source

જો શરીરમાં લોહીની કમી છે તો નિયમિત રૂપે ટામેટા ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કારણ કે ટામેટામાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે.

આમળા

image source

આમળા વિશે તો કોણ નથી જતું, આપણે બધા જાણીએ છીએ કે આમળા આરોગ્ય માટે કેટલા સારા ગણાય છે. એમાં વિટામીન સી ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. આમળા શરીરમાં લોહીની કમીની સમસ્યાને દુર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ગાજર

image source

આયરનની કમીને પૂરી કરવા માટે તમે ચાહો ત્યારે ગાજરના સલાડ સ્વરૂપે પણ સેવન કરી શકો છો અથવા એને જ્યુસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગાજરનો ઉપયોગ તમે કોઈ પણ પ્રકારે કરો, એ તમારા લોહીમાં વધારો કરે છે.

બીટ

image source

લોહી વધારવા માટે બીટ ઉપયોગી નીવડે છે, તમારા ડાયેટમાં બીટને સામેલ કરવાથી શરીરમાં લોહીની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. જો કે બીટના ઉપયોગથી પેટના ગેસથી પણ બચી શકાય છે.

લીલા પાનવાળા શાકભાજી

image source

લીલા પાનવાળી શાકભાજીમાં ખાસ કરીને પાલક અને મેથીમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે. જે શરીરમાં લોહીનો વધારો કરે છે. આમ તમારે તમારા આહારમાં લીલા શાકભાજી જરૂર લેવા જોઈએ સતત એના સેવનથી થોડા જ દિવસોમાં ઘટી રહેલ લોહીને તમે વધારી શકો છો.

સૂકા મેવા

image source

શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે સૂકા મેવા ખાવા જોઈએ. સુકામેવા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભ દાયક છે. જો કે સુકામેવા ખાવાથી તાકાત આવે છે અને સાથે જ મોડા સુધી પેટ પણ ભરેલુ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત