સાવચેત! જો તમારા કાનમાં વાળ હોય તો ખાસ વાંચજો આ, નહિં તો પાછળથી મુકાશો અનેક મુશ્કેલીઓમાં

સામાન્ય રીતે ઘણા લોકોના કાન પર વાળ જોવા મળે છે. આ સામાન્ય વાત છે અને એવા લોકો ઘણી સરતાથી મળી જાય છે જેમના કાન પર વાળ હોય છે. જો કે એવા ઘણા લોકો હોય છે જેમના શરીર પર જન્મથી જ વાળ હોય છે. હાથ પગથી લઈને ચહેરા પર પણ સામાન્ય કરતા અલગ થોડા વધારે જ વાળ હોય છે અને આઇબ્રો પણ એકબીજાને મળતી હોય છે. જો કે માનવામાં આવે છે બંને આઇબ્રો મળતી હોય એવા લોકો નશીબદાર ગણાય છે. પણ કાન પર વાળ હોય એને શું કહેવાય? આ સંદર્ભમાં લોકો કહે છે કે જે લોકોના કાન પર વાળ હોય એવા લોકો ચાલાક અને કંજૂસ સ્વભાવના હોય છે.

કાન પર વાળનું હોવું એ સારી વાત નથી

image source

જો કે આ બધી માન્યતાઓ છે. વાસ્તવમાં કાન પર વાળનું હોવું એ સારી વાત નથી. સ્વાસ્થ્ય માટે પણ આ ખતરો બની શકે છે. જો જન્મ સાથે જ શરીર પર વાળ હોય તો એને આનુંવાંશિક કહી શકાય છે. પણ જો આ વાળ વધતી ઉમર સાથે આવે અને પછી વધતા જાય તો એ વ્યક્તિએ સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે વધતા વાળ સ્વાસ્થ્ય માટે પણ ચેતવણી સમાન બની જાય છે.

કાઈ પણ સમયે હાર્ટ અટેક આવી શકે

image source

હાલમાં જ કરવામાં આવેલ એક સંશોધન પ્રમાણે કાન પર જેમને વાળ હોય છે એવા લોકોને હ્રદય રોગની સમસ્યાઓ રહે છે. આવા લોકોને ખાસ કરીને કાઈ પણ સમયે હાર્ટ અટેક આવી શકે છે. જો કે આ શોધમાં એવું પણ જોવા મળ્યું છે કે આવા મોટાભાગના લોકોને આ પ્રકારે વાળ આવવા અનુવાંશિક હોય છે. જો એમના પિતા અથવા દાદાને કાન પર વાળ હોય તો આવનારી પેઢીને પણ હોઈ શકે છે.

આ સિવાયના કારણો પણ હોઈ શકે

image source

કાન પર વાળ માટે આ સિવાયના કારણો પણ હોઈ શકે છે. જેવી કે ખરાબ જીવન શૈલી, સમતોલ આહાર ન લેવો અથવા સમય પર ન જમવું વગેરે કારણો પણ હોઇ શકે છે. આ સિવાય શોધમાં એ વાત પણ સામે આવી છે જે લોકો સિગરેટ પીએ છે અથવા ધુમ્રપાન કરતા હોય છે એમના કાન પર વાળનું હોવું સામાન્ય વાત છે,

વધુ વાળ હોય તો હાર્ટ અટેક્ની સમસ્યા વધુ

image source

આ શોધ મુજબ ઘણા એવા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા જેમના કાન પર વાળ હતા. એમાંથી કેટલાક એવા લોકો હતા જેમના કાન પર બહુ ઓછા વાળ જ હતા, ત્યાં બીજી તરફ એવા લોકો પણ હતા જેમના કાન પર ઘણા બધા વાળ હતા. નિષ્ણાંતોની ટીમે કહ્યું હતું કે જે લોકોના કાન પર વધારે વાળ હોય છે, એમનામાં હાર્ટ અટેક્ની સમસ્યા વધુ જોવા મળે છે.

ભવિષ્યમાં અન્ય શોધ કરવામાં આવી શકે છે

image source

જો કે આ સંશોધન દરમિયાન વાળ આવવાના અન્ય કારણો વિશે જણાવ્યું નથી. આમાંથી છૂટી કેવી રીતે શકાય અને એનાથી બચવા જીવનશૈલી કેવી રીતે સુધારવી જોઈએ અને સિગારેટ જેવી આદત છોડવાની સલાહ પણ આપવામાં આવી છે. પણ અન્ય કયા માર્ગ છે જે આમાંથી છુટકારો અપાવી શકે છે, આ માટે પણ ભવિષ્યમાં શોધ કરવાની વાત કહેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત