ચહેરા પરના તલથી કંટાળી ગયા છો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને મેળવો આમાંથી છૂટકારો

મિત્રો, ચહેરા અથવા શરીર પર અમુક પ્રકારના તિલ ખૂબ જ સુંદર લાગે છે. તે સ્ત્રીઓની સુંદરતામા ચાર ચાંદ લગાવે છે પરંતુ, ઘણીવાર એક કરતા વધુ તિલ હોવાને કારણે સુંદરતા ઘટી જાય છે.જો ચહેરા પર વધુ પડતા તિલ હોય તો પછી તે મેકઅપ સાથે છુપાવી શકાતા નથી. ચહેરા પર તિલ હોવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે.

image source

ઘણીવાર ચામડીના કોષો એક જ જગ્યાએ એકત્રિત થાય છે અને આ સમયે મેલાનાઇટ્સ કોશિકાઓ ત્વચામાં મેલાનિન રંગદ્રવ્યો બનાવવાનું કામ કરે છે, જ્યારે આ કોષો ત્વચાની એક જગ્યાએ એકત્રિત થાય છે, ત્યારે તે જગ્યાએ તિલ બને છે.ઘણીવાર તિલ આનુવંશિક પણ હોય હોય છે. આ ઉપરાંત લાંબા સમય સુધી તડકામા બેસી રહેવાથી પણ તિલ આવે છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમાં તો તમે ક્લિનિકલ લેસર ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને તિલની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો પરંતુ, લેસરની આ સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે. આજે આ લેખમા અમે તમને આ તિલની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેના અમુક વિશેષ ઘરગથ્થુ ઉપાય વિશે માહિતી આપીશુ.

એપલ સીડર વિનેગર :

image source

આ વસ્તુનો ઉપયોગ તમે તીલની સમસ્યા દૂર કરવા માટે કરી શકો છો. જો તમારા ચહેરા પર પણ તિલ હોય તો સૌથી પહેલા તો રૂ લઈને તેને એપલ સીડર વિનેગરમા ઝબોળો અને ત્યારબાદ તેને તિલ પર લગાવો. ત્યારબાદ તેને ૩-૪ કલાક માટે સુકાવા દો. આ ઉપાય નિયમિત અજમાવવાથી થોડા દિવસોમા જ તમને આ તિલની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

ડુંગળીનો રસ :

image source

આ વસ્તુમા સમાવિષ્ટ એમિનો એસિડ્સ , સલ્ફોક્સાઇડ અને સલ્ફેનિક એસિડ તિલની સમસ્યાને દૂર કરવા માટે લાભદાયી સાબિત થાય છે. ચહેરા પરની તિલની સમસ્યાને દૂર કરવા માટે સૌથી પહેલા તો તીલના ભાગ પર ડુંગળીનો રસ લગાવો અને તેને એક કલાક માટે સુકાવા દો. ત્યારબાદ તમારો ચહેરો પાણીથી ધોઈ લો. દિવસમા બે થી ત્રણ વખત આ પ્રક્રિયા કરો, જેથી થોડા સમયમા જ આ સમસ્યા જડમુળથી દૂર થઇ જશે.

બેકિંગ સોડા અને એરંડા ઓઈલ :

image source

આ બંને વસ્તુઓ પણ તિલની સમસ્યા દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે. એક પાત્રમા થોડો બેકિંગ સોડા અને એરંડા ઓઇલના ટીપા ઉમેરો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લો, હવે આ પેસ્ટને તમારા તીલના ભાગ પર લગાવો અને થોડા સમય લગાવેલુ રહેવા દો. ત્યારબાદ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામા એક જ વાર અજમાવવો.

અનાનસ :

image source

આ ફળનો ઉપયોગ કરીને પણ તમે તીલની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. અનાનસનો એક ટુકડો લઇ તેને તમારા તિલ પર લગાવો. ત્યારબાદ તેને ૧૫ મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવેલુ રાખો. ત્યારબાદ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. દિવસમાં બેથી ત્રણ વખત આ પ્રક્રિયા કરો જેથી, તમને ફરક દેખાશે.

લસણનો રસ :

image source

આ વસ્તુમા તમને એલિસિન નામનુ તત્વ જોવા મળે છે, જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ છે. ચહેરા પરના તિલને દૂર કરવા માટે લસણની કળીને ક્રશ કરી તેનો રસ કાઢી તેને તમારા તીલના ભાગ પર લગાવો અને થોડા સમય માટે રહેવા દો. ત્યારબાદ તમારા ચહેરાને પાણીથી સાફ કરી લો તમને ફરક અવશ્યપણે જોવા મળે છે.

કેળાની છાલ :

image source

આ ફળમા સમાવિષ્ટ ઉત્સેચકો અને એસિડ તમારા ચહેરા પર રહેલા તિલને દૂર કરવા માટે સહાયરૂપ સાબિત થાય છે. આ ફળની છાલમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે નિયમિત રાત્રે સુતા પહેલા તીલના ભાગ પર આ કેળાની છાલને એક કલાક સુધી ઘસો અને ત્યારબાદ સવારે વહેલા ઉઠીને તમારા ચહેરાને પાણીથી સાફ કરી લો જેથી, તમને ફરક અવશ્યપણે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત