આ ખાદ્ય પદાર્થોને તમારે હંમેશા રાખવા જોઇએ ફ્રીજમાં જ, નજર કરી લો તમે પણ આ લિસ્ટ પર

જાણો ક્યા ખાદ્ય પદાર્થોને ફ્રિજમાં જોઈએ

આ ખાદ્ય પદાર્થો હંમેશા ફ્રિજમાં રાખો

ઠંડા રાખવા કે નહીઃ આ ખાદ્ય પદાર્થોને તમારે હંમેશા ફ્રીજમાં રાખવા જોઈએ

કેટલાક એવા ખાદ્ય પદાર્થો – અને કેટલીક એવી વસ્તુઓ – છે જેને તમારે ફ્રીજમાં જ રાખવા જોઈએ. વધારે પડતી ઠંડક તેને બગાડશે નહીં, પણ તે તેના સ્વાદ તેમજ સુરક્ષિતતાને પણ અસર નહીં કરે.

માટે કેટલીક એવી વસ્તુઓ છે કે જેને ફ્રીજમાં સ્ટોર કરવી જોઈએ, તેનાથી તેનો સ્વાદ તો સારો રહેશે જ પણ તેને ખાઈને આપણે બિમાર પણ નહીં પડીએ.

જો કે લોકો આમા મિશ્ર અભિપ્રાયો ધરાવે છે કે ખોરાકને ફ્રીજમાં રાખવો જોઈએ કે નહીં.

તો ચાલો જાણીએ કે કેવા ખાદ્ય પદાર્થોને હંમેશા ફ્રીજમાં રાખવા જોઈએ તે પણ વિસ્તૃત વિગતો સાથે.

ભૂલી જાઓ કે તમારા માતાપિતાએ તમને શું કહ્યું હતું, અને આ વસ્તુઓ તમે ફ્રિજમાં જ મુકો.

મસ્ટર્ડ એટલે કે રાઈમાં એવી કોઈ જ સમાગ્રી નથી હોતી કે જેનાથી તેને કોઈ ખરાબ અસર થાય પણ કેટલાક મસ્ટર્ડ સોસ અને હોર્સરેડિશ મસ્ટર્ડને ફ્રીજમાં રાખવાની ભલામણ કંપની દ્વારા કરવામાં આવે છે જેથી કરીને તેનો સ્વાદ તેમજ તેની ફ્લેવર ન બગડે.

સામાન્ય રીતે કેચપને ટેક્નિકલી તો ફ્રિજમાં રાખવાની કોઈ જ જરૂર નથી હોતી. પણ જો તમે મહિના કરતાં પણ વધારે સમય કેચપની બોટલ ચલાવતા હોવ તો તમે તેને ફ્રિજમાં રાખો તે જ સારું રહેશે જેથી કરીને તેમાં કોઈ બેક્ટેરિયા પેદા ન થાય.

image source

ઓર્ગેનિક કેચપ અને તે પ્રકારની અન્ય વેરાયટી કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર હોય છે માટે તેને તો તમારે ફ્રિજમાં જ રાખવી જોઈએ.

ચોકલેટ સિરપને બેથી ત્રણ વર્ષ સુધી તમે પેન્ટ્રીમાં રાખી શકો છો. પણ તેને ખોલ્યા બાદ, તેને તમારે ફિજમાં જ સ્ટોર કરવું જેઈએ. જ્યાં તમે તેને છ મહિના સુધી ખાઈ શકો છો. ચોકલેટ સિરપના દેખાવમાં ફરક હોય, અથવા તેમાંથી વિચિત્ર સ્મેલ આવતી હોય અથવા તે એકરસ ન લાગતું હોય તો તે બધા જ તેના બગડી જવાના લક્ષણો છે.

ન વાપરોઃ તમે માનો કે ન માનો, શુદ્ધ મેપલ સિરપ (ઉચ્ચ ગુણવત્તાવાળુ) બગડી શકે છે. તેમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ નથી નાખવામાં આવતું, માટે જો તેને રૂમના તાપમાન પર રાખવામાં આવશે તો તે ઉપરની તરફથી જાડુ થવા લાગશે. માટે બોટલ ખોલ્યા બાદ લાંબો સમય રાખવા માટે તમારે તેને રેફ્રિજરેટરમાં જ રાખવું જોઈએ.

મોટા ભાગના વ્યંજનો કે મસાલાઓની જેમ, સોય સોસને ફ્રિજમાં ન રાખવાથી વાંધો નહીં આવે. ભલે કંપનીએ તેને રેફ્રિજરેટ કરવાની સલાહ આપી હોય તો પણ. તે રૂમના તાપમાન પર નહીં બગડે, તે તેના ઉચ્ચ સોડિયમ પ્રમાણના કારણે છે.

એવું કહેવાય છે કે જો સોય સોસને રેફ્રિજરેટમાંથી કાઢી બહાર રાખવામાં આવશે, તો તેની ફ્રેશનેસ દૂર થઈ જશે અને તેની ફ્લેવર પણ બદલાઈ જશે. જો તમે તે આખી બોટલ ને એક-બે મહિનામાં વાપરવાના ન હોવ તો તમારે તેને ફ્રિજમાં જ રાખવી જોઈએ.

image source

જો તમે એવોકાડોને ફ્રિજમાં સ્ટોર કરશો તો તે વધારે પાકશે નહીં, અને તેને લાંબા સમય માટે વાપરી શકાશે. તે જ્યાં સુધી પાકી ન જાય ત્યાં સુધી તેને બહાર રાખો, અને જો તમે તેને ત્યારે જ ખાવાના ન હોવ તો તેને ફ્રિજમાં મુકી દેવા જેથી કરીને તે વધારે પાકી ન જાય.

મકાઈની ખેતરમાંથી લળણી કર્યા બાદ તે ધીમે ધીમે તેની મીઠાશ ગુમાવતી જાય છે. માટે જ તાજી મકાઈને વધારે પસંદ કરવામાં આવે છે જેથી કરીને તેમાંથી વધારેમાં વધારે મિઠાશ મેળવી શકાય. માટે તેની આ રાસાયણિક પ્રક્રિયાને ધીમી પાડવા માટે તેને ફ્રિજમાં જ સ્ટોર કરવી જોઈએ.

મકાઈને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાની ઉત્તમ રીત એ છે કે તમારે તેને ખુલ્લી જ 4.44 સેલ્સિયસના તાપમાન પર રાખવાની છે, તેને તમે તેમ પાંચથી સાત દિવસ રાખી શકો છો.

image source

કાચા કેળાને ફ્રિજમાં ન રાખો, તેમ કરવાથી તેની પાકા થવાની પ્રક્રિયા ખોરવાઈ જશે, અને માટે તેને ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ પણ તમે પકવી શકશો નહીં. પણ જો તમે પાકેલુ કેળુ ફ્રિજમાં રાખશો, તો તે વધારે પાકશે નહીં. તેની છાલ ભલે કાળી કે ઘેરી છીકણી થઈ જાય પણ તે ખાવા માટે સંપૂર્ણ યોગ્ય હશે.

ઘઉંના લોટનું પેકેટ ખોલ્યા બાદ તેને પણ ફ્રિજમાં રાખવો જોઈએ, કારણ કે તેમાં રહેલા ઘઉંના સૂક્ષ્મજીવો અસરગ્રસ્ત થશે અને તે અન્ય લોટ કરતાં વધારે જલદી બગડશે. મગફળી- બદામ અને કાજુના પાવડર માટે પણ આ જ નિયમ લાગુ પડે છે.

image source

આમ તો જરૂરી નથી પણ સંતરા, લીંબુ અને મોસંબી જેવા ફળોને તમે ફ્રીજમાં મુકો પણ જો તેને ફ્રીજમાં મુકવામાં આવશે તો તે વધારે લાંબો સમય તાજા રહી શકશે.

કેટલાક લોકો માખણને ફ્રિજની બહાર જ રાખે છે જેથી કરીને તેને સરળતાથી સ્પ્રેડ કરી શકાય. તેને તમે રૂમના તાપમાન પર એકથી બે અઠવાડિયા રાખી શકો છો, પણ એ વધારે સારું રહેશે કે તમારે જરૂરી માખણ બહાર રાખી બાકીનું પેકેટ ફ્રીજમાં જ સ્ટોર કરવું જોઈએ.

કેટલાક કુકિંગ ઓઈલને તમારે ફ્રિજમાં જ રાખવા જોઈએ જ્યારે બીજાને રેફ્રિજરેશનની જરૂર પડતી નથી. દા.ત. ઓલિવ ઓઇલ, તેને તમે 50 થી 70 ડિગ્રી ફેરનહીટ પર બહાર રાખી શકો છો. પણ તેને જો ફ્રિજમાં રાખવામાં આવશે તો તે વધારે લાંબો સમય ચાલશે, પણ તેને તમે ઠંડકમાંથી બહાર નહીં કાઢો ત્યાં સુધી તે જાડુ રહેશે. જો તમે જથ્થામાં ઓલિવ ઓઇલ ખરીદતા હોવ તો તમારે નાના પાત્રમાં જરૂર પૂરતું ઓલિવ ઓઇલ કાઢી બાકીનું ફ્રીજમાં સ્ટોર કરવું જોઈએ.

image source

જો થોડાંક જ અઠવાડિયામાં વપરાઈ જવાનું ન હોય તો અનપ્રોસેસ્ડ, નેચરલ પિનટ બટર (બીજા નટ બટરની) જેમ તેને પણ ફ્રિજમાં રાખવું જોઈએ. જો તમે તેને રૂમના તાપમાન પર રાખશો તો તેમાંથી તેલ છુટ્ટું પડવા લાગશે અને તેમાંથી ગંધ મારવા લાગશે. અને એમ પણ પીનટ બટરને જો ફ્રિજમાં રાખવામાં ન આવે તો તે ખુબ જ જલદી બગડી જાય છે. જોકે પીનટ બટરને ફ્રિજમાં રાખવામાં આવશે તો તે કડક બની જશે અને તેને સ્પ્રેડ કરવામાં મુશ્કેલી પડશે, માટે વપરાશના એક કલાક પહેલાં બરણીને ફ્રિજમાંથી બહાર કાઢી રાખવી જેથી કરીને તેને સરળતાથી સ્પ્રેડ કરી શકાય.

સોય, બદામ અને અન્ય સુકામેવાના દૂધની બોટલો કે પેકેટને ખોલતા પહેલાં રેફ્રિજરેટરની જરૂર નથી પડતી. જ્યારે તે સિલ બંધ હોય ત્યારે તેને તમે તેના પર લખેલી એક્સપાઇરી ડેટ સુધી રસોડાના કબાટમાં ઓરડાના તાપમાન પર રાખી શકો છો પણ તેને ખોલ્યા બાદ તમારે તેને ફ્રિજમાં જ સ્ટોર કરવું જોઈએ અને તેને અઠવાડિયાની અંદર જ વાપરી લેવું જોઈએ.

image source

તેવી જ રીતે, સુકા મેવા તેમજ સૂકા મેવામાંથી કાઢવામાં આવેલા તેલને તમારે થોડાક મહિનાની અંદર જ વાપરી લેવું જોઈએ અને તેને ફ્રિજમાં રાખવા જેઈએ. સુકા મેવાને તમે ચાર મહિના સુધી રૂમના તાપમાન પર રાખી શકો છો, પણ જો તેને ફ્રિજમાં રાખવામાં આવશે તો તે એક વર્ષ સુધી વાપરવા લાયક રહેશે અને જો તેને ફ્રિઝરમાં સ્ટોર કરવામાં આવશે તો તેનાથી પણ વધારે સમય સારા રહેશે, કારણ કે તેમાં ખુબ જ નહીંવત પ્રમાણમાં પાણી હોય છે.

દ્રાક્ષને બજારમાંથી ઘરે લાવ્યાના તરત જ બાદ ફ્રિજમાં મુકી દેવી જોઈએ જેથી કરીને તે લાંબો સમય સારી રહે.

સુકા મેવામાં ખુબ જ ઓછા પ્રમાણમાં પાણીનું પ્રમાણ હોવાથી તેને તમે કેટલાક મહિનાઓ સુધી રસોડાના કબાટમાં સ્ટોર કરી શકો છો. પણ જો તમે તેનાથી પણ વધારે સમય સુકામેવાને સાંચવી રાખવા માગતા હોવ તો તમારે તેને ફ્રિજમાં રાખવા જોઈએ.

કેટલાક લોકો જેલીને રેફ્રિજરેટ નથી કરતા તેમજ જામને પણ ફ્રિજમાં નથી મુકતા. પણ તે બધાના પેકેટ પર તેને ખોલ્યા બાદ ફ્રિજમાં રાખવાની સલાહ આપવામાં આવેલી હોય છે. જો કે એકવાર ખોલી નાખવામાં આવેલી બરણીને તમે એક કે બે દિવસ સુધી બહાર રાખીને ખાઈ શકો છો. જો કે કેટલાકની એવી સલાહ હોય છે કે જામ કે જેલી 48 કલાકથી વધારે ફ્રિજ બહાર રાખવામાં આવ્યા હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

image source

તાજુ એલોવેરાને તાજુ રાખવા માટે ફ્રિજમાં સ્ટોર કરવું જોઈએ. જો કે સ્ટોરમાંથી ખરીદેલી જેલને રેફ્રિજરેશનની જરૂર નથી હોતી. તેમ છતાં તેને ફ્રિજમાં રાખવાનો ખ્યાલ સારો છે, ખાસ કરીને ઉનાળામાં, કારણ કે ઠંડી એલોવેરા જેલ સનબર્નમાં ખુબ જ રાહત આપે છે.

ઇંડાનું કોઈ જ ઠેકાણું નથી હોતું. અમેરિકામાં તો લોકો હંમેશા ઇંડાને ફ્રિજમાં જ સ્ટોર કરે છે, કારણ કે તેને બેક્ટેરિયાનાં સંક્રમણથી દૂર રાખવા માટે વોશિંગ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આ છે. આ પ્રક્રિયામાં ઇંડાની બહારની ચામડી ધોવાઈ જાય છે જેના કારણે કેમિકલ તેમજ બેક્ટેરિયા ઇંડાથી દૂર રહે છે. અને માટે જ ઇંડાને ફ્રિજમાં સ્ટોર કરવા જરૂરી છે.

image source

વિશ્વના મોટા ભાગના દેશોમાં, આ વોશિંગ પ્રક્રિયાને અનુસરવામાં નથી આવતી કારણ કે જો આ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો વાસ્તવમાં આ પ્રક્રિયાથી બેક્ટેરિયા ઇંડામાં ફેલાવાનો ભય રહે છે. અને તેને ધોવાની પ્રક્રિયામાંથી પસાર કરવામાં ન આવતા હોવાથી તેને રેફ્રિજરેશનની પણ જરૂર નથી પડતી, અને માટે જ યુએસ બહાર ગ્રોસરી સ્ટોર્સમાં તેને રૂમના તાપમાન પર જ રાખવામાં આવે છે.

કડક ચિઝ જેમ કે ચેડાર, અમેરિકન અથવા પર્મેઝાનને તમે સુરક્ષિત રીતે રૂમ ટેમ્પ્રેચર પર રાખી શકો છો. જો કે તાજુ કે જેને એજ્ડ કરવામાં ન આવ્યા હોય તેવા ચીઝ (મોઝરેલા, રિકોટો, બ્રી, વિગેરે)ને તો તમારે ફ્રિજમાં જ રાખવું જોઈએ.

બધા જ ચીઝને ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય સુરક્ષિત રહી શકે છે.

કેટલીક વનસ્પતિઓ જેમ કે તુલસીને તમે ફ્રિજ બહાર સાંચવી શકો છો. જો કે મોટા ભાગના લીલા મસાલાને તમારે ફ્રિજમાં જ રાખવા જોઈ.

કેટલાક નિષ્ણાતના કહેવા પ્રમાણે – રોઝમેરી અથવા થાઈમ – તમારે ધોઈ ભીના કપડામાં લપેટી પ્લાસ્ટિકમાં મુકી ફ્રિજમાં સ્ટોર કરવી જોઈએ.

તેવી જ રીતે, નાજુક લીલા મસાલા (કોથમીર, ફુદિનો અથવા પાર્સલી)ને ધોઈને હવા ચુસ્ત મેસન જારમાં એક ઇંચના પાણીમાં મુકી ફ્રિજમાં સ્ટોર કરવી જેઈએ. તેનાથી તે વધું વધુ લાંબો સમય સુરક્ષિત રહેશે.

ટોર્ટિલા એક એવી વસ્તુ છે જેને ફ્રિજમાં રાખવાની તમને જરૂર નહીં લાગતી હોય, તેમ છતાં તમારે તેના પેકેટ પર ઇન્સ્ટ્રક્શન વાંચી લેવું જોઈએ કારણ કે ઘણી બધી કંપનીઓ પેકેટને ખોલ્યા બાદ તેને ફ્રિજમાં રાખવાની સલાહ આપે છે.

રૂમ ટેમ્પ્રેચર પર ટોર્ટિલા એક અઠવાડિયા સુધી તાજી રહેશે, પણ જો તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવશે તો તેને તમે ચાર અઠવાડિયા સુધી વાપરી શકશો.

image source

સામાન્ય રીતે લોકો તાજુ માસ લાવી તેને તાજું જ વાપરતા હોય છે. પણ જો તમે પહેલેથી જ પેક્ડ માસ લાવ્યા હોવ તો તમારે તેને થોડાંક જ દિવસોની અંદર વાપરી નાખવું જોઈએ. તેમ છતાં જો તમે તેને ફ્રિજમાં રાખશો તો તે વધારે તાજુ રહેશે.

બધી જ પાઈ કંઈ સમાન રીતે નથી બની હોતી, અને દરેક પાઈને કંઈ ફ્રિજમાં રાખવાની જરૂર નથી હોતી.

ઉદાહરણ તરીકે ફ્રૂટ પાઈને તમે રૂમ ટેમ્પ્રેચર પર બે-ત્રણ દિવસ રાખી શકો છો. ત્યાર બાદ જો થોડી ઘણી વધી હોય તો તમે તેને ફ્રિજમાં રાખશો તો તે વધારે દિવસ ખાવાલાયક રહી શકશે.

બીજી બાજુ ક્રિમ પાઈ અથવા તો જેમાં ઇંડાનું ફિલિંગ હોય – જેમ કે પેકન અથવા પમકિન પાઈ – તેને હંમેશા ફ્રિજમાં રાખવી જોઈએ. તેને તમે ચારથી પાંચ દિવસ રેફ્રિજરેટ કરી શકો છો.

 

image source

કેટલિક દવાઓને પણ ફ્રિજમાં રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને ઇન્સ્યુલિનને ફ્રિજમાં રાખવું જોઈએ, કારણ કે તેને વધારે ટેમ્પ્રેચરમાં રાખવાથી તેની અસરકારકતા ઓછી થઈ શકે છે. આ ઉપરાંત પેન્સિલિન, એસ્પિરિન અને એમોક્સિસિલીનને પણ ફ્રિજમાં રાખવી જોઈએ.

કેટલાક લોકો આઈ ડ્રોપ્સને પણ ફ્રિજમાં રાખતા હોય છે જો કે તેની જરૂર નથી હોતી. ઠંડા આઈડ્રોપ તમારી આંખને ઠંડક આપશે અને તેને આંખમાં નાખવાથી તેનો ખ્યાલ પણ નહીં આવે.

ખુલ્લી રેડ વાઈનને ફરી બંધ કરી ફ્રિજમાં રાખવી જોઈએ. તેનાથી તેની ઓક્સિડેશન પ્રોસેસ ધીમી થશે અને તે વિનેગરમાં ફેરવાશે નહીં. વાઈન પાંચ દિવસ સુદી તાજી રહેવી જોઈએ, જો કે તેને ફ્રિજમાંથી બહાર કાઢ્યા બાદ 65 ડિગ્રી ફેરનહિટ (18.3 ડિગ્રી સેલ્સિયસ) પર લાવ્યા બાદ સર્વ કરવી જોઈએ.

કેટલાક લોકો તમને સલાહ આપશે કે શેમ્પેઇનને વધારે લાંબો સમય ફ્રિજમાં ન રાખવી જોઈએ. જો કે વિજ્ઞાન આ લોકોને ખોટા ઠેરવે છે.

image source

સમય જતાં શેમ્પેઇનમાં બ્રાઉનિંગ કમ્પાઉન્ડ ડેવલપ થાય છે જેને 5-HMF કહેવાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શેમ્પેઇનની બોટલ રૂમ ટેમ્પ્રેચરથી થોડા નીચેના ટેમ્પ્રેચર પર એક નાનકડી કોટડીમાં રાખ્યા બાદ તેમજ એક બોટલને ફ્રિજમાં બે વર્ષ રાખ્યા બાદ, જે રેફ્રિજરેટેડ શેમ્પેઇન હતી તેમાં કોઈ પણ જાતનું બ્રાઉનિંગ જોવા નહોતું મળ્યું.

કેટલાક ક્રિમ લિક્વાયર્સમાં ડેરીની સામગ્રી હેવાથી તે બગડવી તે તો સ્વાભાવિક જ હોય છે. જો ખોલ્યા વગરના ક્રિમ લિક્વાયરને તમે રૂમ ટેમ્પ્રેચર પર લગભગ બે વર્ષ સુધી રાખી શકો છો. પણ તેને ખોલ્યા બાદ ફ્રિજમાં રાખવા છતાં છ મહિનામાં વાપરી લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત