બ્રેન હેમરેજ થતા પહેલા વ્યક્તિમાં જોવા મળે છે આવા લક્ષણો..

આજકાલ ભારતમાં સ્ટ્રોકની સમસ્યા ઘણી વધી રહી છે,સ્ટ્રોક એટેકના કારણે વ્યક્તિના મગજની નસ ફાટી જાય છે અથવા તેમની નસ બ્લોક થઈ જાય છે.આ નસ બ્લોક થવાથી વ્યક્તિના મગજમાં લોહી પોહ્ચવાનું બંધ થાય છે,જેના કારણે ટૂંક સમયમાં જ વ્યક્તિનું મૃત્યુ થાય છે.આજે અમે તમને એવા લક્ષણો જણાવીશું કે જે લક્ષણો તમને તમારામાં અથવા તમારી આસપાસ કોઈપણ વ્યક્તિમાં જોવા મળે તો તમારે તરત જ ડોક્ટરની તાપસ કરાવવી જરૂરી છે,કારણ કે આ સ્ટ્રોક એટેકની સમસ્યા હોય શકે છે.

image source

સ્ટ્રોક એટેકનું પહેલું લક્ષણ એ છે કે દર્દી તેનું સંતુલન જાળવવામાં અસમર્થ રહે છે અને તે બેઠા-બેઠા અથવા ઉભા રહેવા પર પડી જાય છે અને તેમને વારંવાર ચક્કર આવ્યા કરે છે.

જો તમારી આસપાસ કોઈ વ્યક્તિની આવી સમસ્યા થાય તો સૌથી પેહલા તે વ્યક્તિને ઉભી કરો.ત્યારબાદ તેમની સાથે કંઈપણ વાતો કરો જેથી તે ફરીથી બેભાન ન થઈ શકે.ત્યારબાદ તેને તરત જ ડોક્ટર પાસે લઈ જાવ.આ સમસ્યામાં તેમના ચેહરાના હાવભાવ પણ બદલશે,તેથી તમારે ડરવાની જરૂર નથી.થોડા સમયમાં તે પેહલા જેવી સ્થિતિમાં આવી જશે.

image source

સ્ટ્રોક એટેક પછી વ્યક્તિને અચાનક આંખો સામે બધું જ અસ્પષ્ટ દેખાય છે અને થોડા સમયમાં તેને બધું દેખાવાનું બંધ થાય છે.આવી સ્થિતિમાં તમારે દર્દીને તરત જ ડોક્ટર પાસે લઈ જવા જોઈએ.સ્ટ્રોક એટેક પછી, વ્યક્તિના શરીરના મોટાભાગના અંગો લકવાગ્રસ્ત થઈ જાય છે.

image source

જો તમે તમારી આસપાસ આવા કોઈ લક્ષણવાળી વ્યક્તિને જુઓ,ત્યારે તમારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા જોઈએ.આ સિવાય તે વાતની પણ ખાસ નોંધ લેવી જોઈએ કે આ પેહલા તેમને આવી કોઈ સમસ્યા થઈ છે કે નહીં.કારણ કે તપાસ દરમિયાન આ વાતથી ડોક્ટરને ઘણી મદદ મળશે.
જાણો આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ.

image source

– આ સમસ્યાથી બચાવવા માટે આપણે 20-25 વર્ષની ઉંમરથી સાવચેતી રાખવી જોઈએ.જો તમને હ્રદયરોગ છે,તો પછી તેની યોગ્ય તપાસ અને સારવાર કરાવવી જરૂરી છે.20-25 વર્ષની વયથી નિયમિતપણે બ્લડ પ્રેશર તપાસો.ડોક્ટરની સલાહ મુજબની જીવનશૈલી અપનાવો અને કસરત પર વિશેષ ધ્યાન આપો.

image source

– જો તમારું બ્લડ પ્રેશર 120/80 છે તો તે સારું છે અને જો વધુ 135/85 કરતા ઓછા લાવવાનું તમારું લક્ષ્ય હોવું જોઈએ.

– જો તમે બ્લડ પ્રેશરની કોઈ પણ દવા લો છો,તો નિયમિતપણે લો.જો બ્લડ પ્રેશર યોગ્ય છે,તો પણ ડોક્ટરની સલાહ પર જ દવા લેવાનું રાખો,નહીં તો તે ફરીથી વધશે.કોઈ પણ દવા ન લો અથવા ડોક્ટરને પૂછ્યા વગર કોઈપણ દવા બંધ ન કરો.

– 35-40 વર્ષની વય પછી વર્ષમાં એકવાર ડાયાબિટીઝ અને કોલેસ્ટરોલ તપાસો.જો તેમાં વધારો થાય છે,તો ડોક્ટરની સલાહ પર દવા લો અને ડોક્ટર જે ખાવા-પીવાની મનાઈ કરે તેનું સેવન કરવાનું ટાળો.

image source

-નિરોગી શરીર રાખવા માટે સૌથી જરૂરી વાત વજનને નિયંત્રણમાં રાખવાની છે.તમારા વજનને નિયંત્રણમાં રાખશો તો તમારે કોઈપણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત