દીકરાની લાશ દેવા માટે હોસ્પિટલના કર્મચારીએ માંગી 50,000 રુપિયાની લાંચ, દંપતી ભીખ માગવા મજબુર, વીડિયો જોઈ રડી પડશો

ફરી એકવાર નીતીશ કુમારના સુશાસનના સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને દરેકના દિલ ઉડી જશે, પરંતુ લાગે છે કે ત્યાંના લાંચિયા અધિકારીઓના કપાળ પર કોઈ સળ નથી આવી. અહેવાલો અનુસાર, બિહારના સમસ્તીપુરની શેરીઓમાં એક વૃદ્ધ દંપતી “તેમના પુત્રના મૃતદેહને સરકારી હોસ્પિટલમાંથી મુક્ત કરાવવા” માટે ભીખ માગતા જોવા મળ્યું હતું.

અહેવાલો અનુસાર, હોસ્પિટલના એક કર્મચારીએ તેમના પુત્રના મૃતદેહને છોડવા માટે દંપતી પાસેથી કથિત રીતે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. દંપતી પાસે પૈસા ન હોવાથી, તેઓ “પૈસાની ભીખ માંગતા” શહેરમાં ફરતા હોય છે.

આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર થોડા દિવસ પહેલા ગુમ થયો હતો.

મહેશ ઠાકુરે ANIને કહ્યું, “થોડા સમય પહેલા મારો પુત્ર ગુમ થયો હતો. હવે, અમને ફોન આવ્યો કે મારા પુત્રનો મૃતદેહ સમસ્તીપુરની સદર હોસ્પિટલમાં છે. હોસ્પિટલના એક સ્ટાફે મારા પુત્રના મૃતદેહને છોડાવવા માટે 50,000ની માંગણી કરી છે. અમે રૂપિયા માંગ્યા છે. ગરીબ લોકો, અમે આ રકમ કેવી રીતે ચૂકવી શકીએ?”

હોસ્પિટલમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર હોય છે અને ઘણીવાર તેમને સમયસર પગાર મળતો નથી. સ્ટાફે દર્દીઓના સગાઓ પાસેથી પૈસા પડાવી લીધાના અનેક કિસ્સા છે.

જો કે દર વખતની જેમ આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાસને કહ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમસ્તીપુર સિવિલ સર્જન ડૉ. એસ.કે. ચૌધરીએ કહ્યું, “જે લોકો જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં. આ માનવતા માટે શરમજનક બાબત છે.”