જો તો ખરી કેવા કેવા ખેલ ચાલે છે, વનરક્ષક પરીક્ષાના પેપરકાંડનો તાર રંગીરા રાજકોટમાં પહોંચ્યો, થયો મોટો ઘટસ્ફોટ

વનરક્ષક ભરતીની પરીક્ષા મુદ્દે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં 2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવાયો છે. તેમજ પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું હોવાનો ઉમેદવારનો દાવો છે. તથા 3 ઈંચના કાપા પર ટેપ મારેલી હતી તે પણ ઉમેદવારે જણાવ્યું છે. તથા તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહીના નામે મીંડુ છે. તેમજ તમામ સાહિત્ય પરીક્ષાના અધિકારી લઈ ગયા છે.

રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલીએ કહ્યું પરીક્ષાનું પ્રશ્ન પત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું. પેકેટમાં 3 ઇંચનો કાપો હતો. તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી. ઉમેદવાર ગીતાબેને આશંકા વ્યક્ત કરી. તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહી ન નામે મીંડું. 2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. સીસીટીવી અને ફોટા જાહેર કરવા ઇનકાર કરાયો છે. તમામ સાહિત્ય ગુજરાત યુની. ના અધિકારી લઈ ગયા. પેપર ફૂટવા ના કૌભાંડ ઉપર પડદો પાડી દેવા ખેલ ખેલાયો.

image source

ગઈ કાલે કૉંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ પરીક્ષામાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કૂલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું. સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર બનતા પેપર ફૂટવાના બનાવને લઈને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આજે વિધાનસભાના પરિસરમાં બેનરો સાથે દેખાવ કર્યા હતા. પેપર મુદ્દે વિધાનસભામાં ગૃહમાં હંગામો થતાં ગૃહને 15 મિનિટ મુલતવી રાખવાનો આદેશ કરાયો હતો. બાદમાં કામગીરી ફરી શરૂ થતાં વિપક્ષ દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.