ભાવનગરમાં થઈ ગઈ ગજબ ઘટના, 200થી વધુ લોકો છાશ પીધા બાદ ખાટલા ભેગા થઈ ગયા

રાજ્યના ભાવનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ભાવનગરના સિહોરમાં ૫૦૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. સિહોરના પ્રખ્યાત મીઠાઈ વાળાની છાશ પીવાથી ૫૦૦થી વધુ લોકોને પોઇઝનની અસર થઇ હતી. સિહોરના દવાખાનાઓમાં દર્દીઓનું કીડીયારું ઉભરાયું હતુ. હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

image source

સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા જેમાં છાશ પીધા બાદ લોકોન તબિયત બગડી હતી. આ ફૂડ પોઇઝનિંગની અસર સૌથી વધુ બાળકોમાં જોવા મળી હતી. આ લોકોને ઝાડા, ઉલ્ટી થવા લાગતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. રવિવારની રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે, મુનિ પેંડાવાળાને ત્યાંથી પ્રસંગમાં છાશ મંગાવીને પીધા બાદ ફૂડ પોઝનિંગ થયું છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી ગઇ હતી અને આ અંગે તપાસ શરૂ કરી હતી.

image source

સ્થાનિકોનું કહેવું છે કે, આ તમામ પ્રસંગોમાં અહીંના દહીં, દૂધના હોલસેલના વેપારીને ત્યાંથી છાશ લાવવામાં આવી હતી. જે પીધા બાદ આ લોકોને અસર થઇ છે. આ ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે. જોકે, આ ખોરાકી ઝેરની અસરમાં કોઇને જાનહાની થઇ હોય તેવી વાત સામે આવી નથી. જેના કારણે તંત્રએ હાશકારો અનુંભવ્યો છે. આ ઘટના બાદ રવિવારે મોડી રાતે સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી અને આરોગ્ય વિભાગ દોડતું થયુ હતુ.

image source

થોડા દિવસો અગાઉ મીઠાઈવાળાની છાશ પીવાથી 50 થી વધુ લોકોને ફુડપોઇઝનની અસર થઇ હતી. સિહોરના લીલાપીર વિસ્તાર સહિત 4 જગ્યા પર લગ્ન પ્રસંગમાં છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દવા અને સ્ટાફ પણ ઓછો પડ્યો હતો.