કોરોનાને લઇને વૈજ્ઞાનિકોનો દાવો, હવે આ રીતે પણ ફેલાઇ શકે છે કોરોના, જાણો વધુમાં તમે પણ

શું કોરોના વાયરસ હવે હવાથી પણ ફેલાઈ શકે છે? જો આ પ્રશ્ન તમને પણ થઇ રહ્યો છે તો આજે આવો જ એક દાવો વિશ્વ ભરના ૩૨ જેટલા દેશના ૨૩૯ જેટલા વૈજ્ઞાનિકોએ કર્યો છે. એટલે હવે જો આ પ્રશ્ન લોકોને થઇ રહ્યો હોય કે શું કોરોના હવા મારફતે ફેલાતો રોગ છે? શું આ રોગ હવા દ્વારા ફેલાય છે ખરા? આ બાબતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ભલે સીધી રીતે આ વાતથી ઇનકાર કરે, પણ અનેક વૈજ્ઞાનિકો આજે પણ એવું માને છે કે હવામાં પણ કોરોનાના સુક્ષ્મ કણો તરતા રહે છે. અને હવા મારફતે આ કણો દ્વારા કોરોના પણ ફેલાય છે.

image source

ન્યુયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ‘અનેક વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે હવામાં કોરોના વાયરસના સુક્ષ્મ કણો તરતા રહી જાય છે. આ હવામાં તરતા કણ લોકોને સંક્રમિત પણ કરી શકે છે. આ વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વ સ્વાથ્ય સંગઠનને પણ પોતાની માર્ગદર્શિકા બદલવા અંગે વિનંતી કરી છે.

૩૨ દેશના ૨૩૯ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે

image source

વિશ્વ સ્વાથ્ય સંગઠન શરૂઆતથી જ એમ કહેતું રહ્યું છે કે કોરોના સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ત્યારે ફેલાય છે, જ્યારે સંક્રમિત વ્યક્તિના છીંકવા અથવા ખાંસી ખાવાની પ્રક્રિયા દરમિયાન એના મો અથવા નાકમાંથી જે પાણીના ડ્રોપલેટ નીકળે છે એ બીજા વ્યક્તિ સુધી પહોચે છે.

image source

જો કે અનેક દેશના વૈજ્ઞાનિકોની વિચારધારા એનાથી સંપૂર્ણપણે અલગ છે. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ વિશ્વ સ્વાથ્ય સંગઠનના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેણે આગળના અઠવાડિયે વૈજ્ઞાનિક પત્રિકામાં છાપવાની યોજના બનાવાઈ રહી છે. આ પત્રમાં ૩૨ દેશના ૨૩૯ વૈજ્ઞાનિકોએ એવા પ્રમાણ આપ્યા છે કે હવામાં રહેલા વાયરસના નાના કણ લોકોને સંક્રમિત કરી શકે છે.

રૂમ જેટલા વિસ્તારમાં હવા દ્વારા ફેલાઈ શકે

image source

આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિના છીંકવા અથવા ખાંસી ખાવાથી એમાંથી નીકળવા વાળી મોટા ડ્રોપલેટ સાથે છોડવામાં આવતા શ્વાસ દરમિયાન એમનાથી બહાર નીકળવા વાળા સુક્ષ્મ ટીપાઓના વાયરસ પણ એક રૂમ જેટલા વિસ્તારમાં હવા દ્વારા ફેલાઈ શકે છે.

image source

આ ડ્રોપલેટ દ્વારા ફેલાતા કણો બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. જો કે વિશ્વ સ્વાથ્ય સંગઠન આ બાબતે કહે છે કે વાયરસના હવામાં મળી આવવાના જે પ્રમાણોની વાત કરવામાં આવી રહી છે, એમના પર વિશ્વાસ કરી શકાય એમ નથી.

કોઈ સ્પષ્ટ પ્રમાણ હજુ સુધી મળ્યા નથી : WHO

image source

આપને જણાવી દઈએ કે વિશ્વ સ્વાથ્ય સંગઠનની ચેપ રોકથામ અને નિયંત્રણ માટેની ટીમના ટેકનીકલ પ્રમુખ ડોક્ટર બેંડેટા અલેગ્રેંજીએ આ બાબતે કહ્યું હતું કે, ‘વિશેષ રૂપથી પાછળના ઘણા મહિનામાં અમે આ બાબતે વારંવાર કહી ચુક્યા છીએ કે કોરોનાનું હવા દ્વારા સંક્રમણ સંભવ છે, પણ આ પાછળના કોઈ સ્પષ્ટ પ્રમાણ હજુ સુધી મળ્યા નથી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,