પથરીની સમસ્યાથી કંટાળી ગયા છો? તો અજમાવો આ ઘરેલુ ઉપાયો, નહિં કરાવું પડે ઓપરેશન અને થઇ જશે રાહત

ઘરના વૃદ્ધ વડીલો હંમેશાં દરેક દુઃખ અને પીડાની ઘરેલુ સારવાર જ કરે છે.જો પેટ અથવા કિડનીમાં કોઈ પથરીની સમસ્યા હોય,તો તે માટે પણ તેના ઘણા ઘરેલું ઉપાય છે.તમે તમારા ઘરના વડીલો,દાદા-દાદી અથવા નાના-નાનીને એમ કેહતા સાંભળ્યું હશે કે સવારે ખાલી પેટ પર એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી પેટના તમામ રોગો દૂર થાય છે.આવા જ ઘણા ઉપચાર આપણે આપણા વડીલો પાસેથી સાંભળ્યા છે.આજે અમે તમને પથરીની સમસ્યાને દૂર કરવા માટેના ઘણા ઘરેલુ ઉપાય વિશે જણાવીશું જે તમારી સમસ્યાને દૂર કરવામાં ખુબ જ મદદગાર રહેશે.

1- જો તમારા પેટમાં પથરી છે,તો આ માટે તમે પથ્થરચટ્ટાના છોડના પાન લો અને તેને સાકરના કેટલાક દાણા સાથે પીસી લો અને ખાઓ.પથ્થરચટ્ટા એ વનસ્પતિ ગુણધર્મો ધરાવતો છોડ છે,જેનો ઉપયોગ કિડની અને પેટને લગતા રોગોની સારવારમાં થાય છે.તે સદાબહાર છોડ છે જે ભારતમાં ઘણી જગ્યા પર ઉગે છે.કિડનીમાં થતી પથરી માટે પણ આ છોડ સૌથી અસરકારક માનવામાં આવે છે.આયુર્વેદ અનુસાર પ્રોસ્ટેટ ગ્રંથિ અને કિડનીની પથરીની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં તે ખૂબ મદદ કરે છે.

image source

2- એક ગ્લાસ પાણીમાં એક ચમચી 3-4 એલચીના દાણા,1 ચમચી સાકરના દાણા અને થોડા તરબૂચના બી ગળીને રોજ સવારે આ પાણી પીવો અને આ બધી ચીજો પાણી સાથે પણ ખાઈ શકો છો.થોડા દિવસોમાં જ તમારી પથરી બહાર આવશે.

image soucre

3. આમળા પણ પથરીની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.આ માટે રોજ સવારે એક ચમચી આમળા પાવડર ખાઓ.આમળા સિવાય જાંબુ પણ પથરીની સમસ્યા દૂર કરવા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

image source

4- પપૈયાનું મૂળ પથરીની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે.આ માટે 1 ગ્લાસ પાણીમાં 7-8 ગ્રામ પપૈયાની મૂળ ઓગળી અને તેને ગાળી લો.હવે આ પાણી દરરોજ પીવો.આમ કરવાથી પથરી ઓગળી જશે અને થોડા દિવસોમાં નીકળી બહાર પણ જશે.

image source

5- જો પથરી પેટમાં હોય કે કિડનીમાં હોય પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે તેને શરીરમાંથી બહાર કાઢવા માટે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.વધુ પાણી પીવાથી શરીરમાં હાજર આખી ગંદકી બહાર આવશે અને પથરી થવાનો ભય રહેશે નહીં.ખરેખર કિડની શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે.જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય છે,ત્યારે કિડની ઓછી માત્રામાં પાણીને ફિલ્ટર કરે છે.આને કારણે શરીરમાં હાજર કેલ્શિયમ, યુરિક એસિડ જેવી બીજી ઘણી વસ્તુઓ શરીરમાંથી બહાર નીકળી શકતી નથી અને તે પથરીનું સ્વરૂપ લે છે.

image source

6-તુલસીને ઔષધીય ગુણધર્મોનો ભંડાર માનવામાં આવે છે.તેમાં એસિડિક એસિડ સાથે આવા ઘણા તત્વો શામેલ છે જે પાથરીને નાના ટુકડાઓમાં તોડી નાખે છે અને તેને યુરિન દ્વારા દૂર કરે છે.આ માટે દરરોજ 5-7 જેટલા તુલસીના પાનનું સેવન જરૂરથી કરો.

image source

7-બીલીપત્રના પાનનો ઉપયોગ કરવાથી બે અઠવાડિયામાં જ પેટમાંથી અને કિડનીમાંથી પથરી દૂર થઈ શકે છે. આ માટે 3-4- બીલીપત્રના પાનને પાણી સાથે પીસી લો અને તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર નાખો અને તેનું સેવન કરો.આ તમારી પથરીની સમસ્યા જળ-મૂળમાંથી દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત