શું તમે જાણો છો શરીરમાં કેમ થઇ જાય છે લોહીની ઉણપ? આ સાથે જાણો લોહીની કમીને દૂર કરનાર આ આહાર વિશે

લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ ઘણા રોગોનું કારણ બને છે હિમોગ્લોબિન વધારવા માટે આ ખાસ આહાર લો

શરીરમાં લોહીનું સાચું પરિભ્રમણ તમારા શરીરને યોગ્ય પ્રવૃત્તિ કરવા માટેનું કારણ બને છે અને રક્ત પરિભ્રમણમાં અવરોધ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.એ જ રીતે,લોહીમાં સંતુલિત પ્રમાણમાં હિમોગ્લોબિન હોવું પણ ખૂબ મહત્વનું છે,અન્યથા તે ઘણા રોગોનું કારણ બને છે.હિમોગ્લોબિનની શરીરમાં ખુબ જરૂર હોય છે કારણકે તમારા શરીરમાં કોઈ ઓપરેશનની જરૂર હોય તો પેહલા હિમોગ્લોબિન તપાસવામાં આવે છે,આવી સ્થિતિમાં,હિમોગ્લોબિનની સંતુલિત માત્રા રાખવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે.જેથી આપણું શરીર બધા કાર્યો બરાબર રીતે કરી શકે અને આપણું શરીર સ્વસ્થ રહે.તેથી આજે અમને તમને જણાવીશું કે શરીરમાં હિમોગ્લોબિનની કેવી રીતે વધારવું ? તેથી અમે તમારા માટે કેટલાક આહાર લાવ્યા છીએ જે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે.તો ચાલો આપણે તેના વિશે જાણીએ.

ગાજર

image source

ગાજર હળવો અથવા કચુંબર તરીકે ખાવામાં આવે છે.તેનું જ્યુસ કરીને પણ તેને પી શકાય છે અને તેનું શાક પણ બનાવવામાં આવે છે.તેમાં હાજર બીટા કેરાટિન હિમોગ્લોબિન વધારવા માટે ખુબ જ અસરકારક રીતે કાર્ય કરી શકે છે.જો કે,ગર્ભાવસ્થા દરમિયાન ગાજર ખાવાનું ટાળવું જોઈએ.

ટમેટાં

image source

ટમેટાંમાં હાજર એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.ટમેટા ખાવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-સી પણ મળે છે.તે પ્રતિરક્ષાને મજબૂત બનાવવા માટે અસરકારક રીતે કાર્ય કરે છે.તમે ટમેટાનું જ્યુસ અથવા સૂપ તરીકે પણ ઉપયોગ કરી પી શકો છો.

નારંગી

image source

નારંગી એ વિટામિન-સીના મુખ્ય ખોરાકમાંથી એક છે.તેનો ઉપયોગ તમે જ્યુસ તરીકે અથવા સામાન્ય રીતે ખાઈ ને પણ કરી શકો છો.જે લોકો નિયમિત નારંગીનું ખાઈ છે તેઓને હિમોગ્લોબિનની સમસ્યાઓનું જોખમ ઘણી રીતે ઓછું થઈ જાય છે.

બીટરૂટ

image source

બીટરૂટ ખાવું એ આરોગ્ય માટે ખૂબ જ સારું છે.તે શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને લોહીને શુદ્ધ પણ કરે છે.ઘણા લોકો બીટરૂટને કાચા સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે,જ્યારે કેટલાક લોકો તેનું જ્યુસ બનાવીને પણ પીવે છે.તે શરીરને ડિટોક્સિફાય કરવા તેમજ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે અસરકારક માનવામાં આવે છે.જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત બીટરૂટ ખાય છે અથવા તેનું જ્યુસ પીવે છે તેઓને લોહી અને હિમોગ્લોબિનની સમસ્યાઓનો સામનો ક્યારેય કરવો પડતો નથી.

દાડમ

image source

શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા માટે દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે.આ સિવાય સંશોધન મુજબ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે દાડમ ખાવું એ ખૂબ અસરકારક માનવામાં આવે છે.જો તમે ઈચ્છો તો,દાડમનું જ્યુસ બનાવીને પણ તેને પી શકો છો,આ પણ તમારા માટે એટલું જ ફાયદાકાર હશે.

ગોળ

image source

ગોળ આયરનનો મુખ્ય સ્રોત માનવામાં આવે છે અને તેની તાસીર પણ ગરમ છે.ગળાના દુખાવામાં અને શરદીમાં આદુ સાથે ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ગોળ ખાવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને હિમોગ્લોબિનની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત