વાળ માટે બેસ્ટ છે ઓલિવ ઓઇલ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

વાળના વધવાથી લઈને એની ચમક અને મજબૂતાઈ વધારવા માટે અઠવાડિયામાં એક વખત જરૂરથી ઓલીવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. થોડાક જ અઠવાડિયામાં બદલાવ તમને જોવા મળશે. ઓલીવ ઓઈલ વાળને મોશ્ચરાઈઝ અને કંડીશનીંગ કરવાના કામમાં આવે છે. મોટા ભાગે એનો ઉપયોગ શુષ્ક વાળ, વાળમાં પડતી ગુંચ અને તૂટતા વાળ માટે ઉપયોગી છે. વાળમાં ચમક અને સોફ્ટનેસ જાળવી રાખવા માટે એ ખોડાને પણ કંટ્રોલ કરે છે. એટલે સુધી કે વાળના વધવામાં પણ એ ખુબ જ ઉપયોગી છે.

ઓલીવ ઓઈલ અને વિટામીન ઈ ઓઈલ હેયર માસ્ક

image source

સામગ્રી :

૧/૪ કપ ઓલીવ ઓઈલ

૧ ચમચી વિટામીન ઈ ઓઈલ

ઉપયોગ વિધિ :

ઓલીવ ઓઈલ અને વિટામીન ઈ ઓઈલને મિક્સ કરીને એને સ્કેલ્પમાં હળવા હાથોથી મસાજ કરો. એક કલાક સુધી એને લગાડીને રાખો. ત્યારબાદ શેમ્પુથી ધોઈ નાખો અને કંડીશનરનો ઉપયોગ જરૂર કરો.

કેળા અને ઓલીવ ઓઈલ માસ્ક

સામગ્રી :

image source

એક પાકું કેળું

એક ચમચી ઓલીવ ઓઈલ

ઉપયોગ વિધિ :

કેળા અને ઓલીવ ઓઈલને બ્લેન્ડરમાં નાખીને સારી એવી નરમ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં લગાડીને શાવર કેપથી કવર કરી લો અને ૩૦ મિનીટ સુધી એમ જ રહેવા દો. ત્યાર બાદ શેમ્પુ અને કંડીશનર દ્વારા વાળ ધોઈ નાખો.

ઍવાકાડો અને ઓલીવ ઓઈલ માસ્ક

image source

સામગ્રી :

એક પાકું ઍવાકાડો

બે ચમચી ઓલીવ ઓઈલ

ઉપયોગ વિધિ :

ઍવાકાડોને છોલી નાખો અને પછી એને સારી રીતે કુટી લો. હવે આ ક્રેશમાં ઓલીવ ઓઈલ મિલાવો. સ્કેલ્પ ઉપર આ મિશ્રણથી મસાજ કરો અને શાવર કેપથી કવર કરીને એક કલાક સુધી એને એમ જ રહેવા દો. ત્યાર બાદ શેમ્પુ અને કંડીશનર દ્વારા વાળ ધોઈ નાખો.

ઓલીવ ઓઈલ અને ખાવાના સોડા હેયર માસ્ક

image source

સામગ્રી :

બે ચમચી ઓલીવ ઓઈલ

બે ચમચી ખાવાનો સોડા

ઉપયોગ વિધિ :

ઓલીવ ઓઈલમાં ખાવાના સોડાને મિલાવીને એનું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને સ્કેલ્પમાં મસાજ કરતા રહીને પાંચ મિનીટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ શેમ્પુ અથવા કંડીશનરનો ઉપયોગ કરીને એને સામાન્ય પાણીથી ધોઈ લો.

ઓલીવ ઓઈલ અને મીયોનીઝ માસ્ક

image source

સામગ્રી :

૧/૪ ચમચી ઓલીવ ઓઈલ

બે ચમચી મીયોનીઝ

ઉપયોગ વિધિ :

મીયોનીઝમાં ઓલીવ ઓઈલને સારી રીતે મિલાવી લો. આ મિશ્રણને વાળમાં લગાડીને ત્રીસ મિનીટ સુધી શાવર કેપ પહેરીને એમાં ઢાંકીને રાખો. ત્યાર બાદ શેમ્પુ અને કંડીશનર દ્વારા વાળ ધોઈ નાખો.

ઓલીવ ઓઈલ અને મધ હેયર માસ્ક

image source

સામગ્રી :

ત્રણ ચમચી ઓલીવ ઓઈલ

એક ચમચી મધ

ઉપયોગ વિધિ :

મધ અને ઓલીવ ઓઈલને સારી રીતે બંનેને મિક્ષ કરો. વાળમાં લગાડો અને પછી માથાને શાવર કેપથી ઢાંકીને રાખો. લગભગ એક કલાક આ મિશ્રણ લગાડીને રાખો. ત્યાર બાદ શેમ્પુ અને કંડીશનર દ્વારા વાળ ધોઈ નાખો.

ઓલીવ ઓઈલ અને નારિયેળ તેલ માસ્ક

image source

સામગ્રી :

બે ચમચી ઓલીવ ઓઈલ

એક ચમચી નારિયેળ તેલ

ઉપયોગ વિધિ :

બંને તેલને એકબીજામાં સારી રીતે મિલાવી લો. આ મિશ્રણ વાળમાં લગાડીને શાવર કેપ કરીને ૪૫ મિનીટ સુધી લગાવીને રાખો. ત્યાર બાદ શેમ્પુ અને કંડીશનર દ્વારા વાળ ધોઈ નાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત