મોજા વગર બૂટ પહેરવાથી થાય છે આટલા બધા નુકસાન, જાણો અને ચેતો તમે પણ

આજકાલ માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે બધું જ કામ સરળ બનાવતો જાય છે.મોટાભાગના લોકો મોજાં સાથે બુટ પહેરે છે,પરંતુ એવા ઘણા લોકો છે જે મોજા વગર જ બુટ પહેરે છે.પરંતુ શું તમે જાણો છો કે મોજા વગરના બુટ પહેરવાથી પગમાંથી દુર્ગંધ તો આવશે જ,પરંતુ આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડી શકે છે. આજકાલ મોજા વગરના બુટ પહેરવા એ એક ફેશન બની ગઈ છે,છોકરાઓ હોય કે છોકરીઓ દરેક વ્યક્તિ સ્ટાઇલિશ દેખાવા માટે મોજા વગર જ બુટ પહેરે છે.પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ફેશન તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે,જી હા મોજાં વગર બુટ પહેરવા એ તમારા માટે જોખમી હોઈ શકે છે.આ બાબત પર રિસર્ચ પણ કરવામાં આવ્યું છે. તો ચાલો અમે તમને જણાવીએ કે મોજા વગર બુટ પહેરવાથી શું નુકસાન થાય છે.

મોજા વગર બુટ પહેરવાથી થતા ગેરફાયદા:

image source

– 18-25 વર્ષના પુરુષોમાં મોજા વગરની બુટ પહેરવાથી અને એકદમ ફિટ બુટ પહેરવાથી ઘણા રોગોનું જોખમ વધ્યું છે.દિવસમાં 300 મિલીલીટર પરસેવો પગમાંથી નીકળે છે.વધુ ભેજ અને ગરમીને લીધે પગમાં ફૂગથી ચેપ થવાનું જોખમ વધી શકે છે અને આ ચેપ આગળ જતા ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.એટલે મોજા વગરના બુટ અને ફિટિંગ બુટ ન પહેરવા જોઈએ.

– જો તમે ખુલ્લા પગ અથવા મોજા વગરના બુટ પહેરીને સ્ટાઇલમાં ક્યાંક જવા માંગો છો,તો ખાસ ધ્યાન રાખો કે તમારા બુટ ખુબ ફિટિંગવાળા ન હોય,સાથે ખુબ જ ઓછા સમય સુધી જ મોજા વગરના બુટ પહેરો.કારણ કે આ તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.

image soucre

– અત્યારે મોજા વગરના બુટ પહેરવા એ એક ફેશન થઈ ગઈ છે,જો તમે પણ બધા સાથે ફેશનમાં રહેવા માંગો છો તો બુટ પહેરો તે પહેલાં તમારા પગમાં એન્ટિસ્પર્સેન્ટ સ્પ્રે કરો.આ કરવાથી દુર્ગંધ પણ ઓછી આવશે અને તમારા પગમાં કોઈ ચેપ પણ નથી લાગે,પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે કોઈપણ સ્પ્રે અથવા કોઈપણ ક્રીમ તમને વધુ સમય માટે બચાવી નહીં શકે.તેથી બને તેટલું મોજા વગરના બુટ પહેરવાનું ટાળો.

image soucre

-જો તમે મોજા વગર બુટ પહેરશો તો તમારા પગમાં ફોલ્લાઓ પણ થઈ શકે છે,મોજા વગરના બુટ પહેરવાથી હવા પગમાં જઈ સકતી નથી,જેનાથી પગમાં ધૂળ,પરસેવો અને ગંદકી એકઠી થાય છે અને પગમાં ચેપની સમસ્યાઓ થાય છે.તેનાથી પગમાં નાના ફોલ્લાઓ પણ થાય છે.

image source

-જો તમે પગમાં ચામડીના રોગોથી બચવા માંગો છો,તો હંમેશા મોજાં સાથે જ બુટ પહેરો,મોજા વગરના બુટ પહેરવાથી પગના તળિયામાં દુખાવો અને ખંજવાળ સમસ્યા વધી શકે છે.

image soucre

-શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે શરીરનું લોહીનું પરિભ્રમણ સારું રહે તે સૌથી મહત્વપૂર્ણ છે.પરંતુ વધુ સમય સુધી મોજા વગરના બુટ પહેરવાથી અને ફિટિંગવાળા બુટ પહેરવાથી પગની નસો દબાય છે,જેના કારણે લોહીનું પરિભ્રમણ બરાબર થઈ શકતું નથી અને લોહી આખા શરીરમાં બરાબર ફેલાતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત