દવાઓ ના ખાવી હોય તો ખાવો ખજૂર, જે ખાવાથી આટલી બધી બીમારીઓ થઇ જાય છે છૂ

ખજૂર જોવામાં તો ખુબ નાનું ફળ લાગે છે અને તમે માત્ર સ્વાદ માટે જ ખજૂર ખાઓ છો,પરંતુ તમને જણાવી દઈએ કે ખજૂર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.ખજૂર ખાવાથી એક અથવા બે નહીં,પણ ઘણા ફાયદાઓ થાય છે અને તેના ઉપયોગથી ઘણા મોટા રોગોનો ઇલાજ પણ થઈ શકે છે.તો ચાલો અમે તમને જણાવીએ ખજૂર ખાવા ફાયદાઓ અને ખજૂરનો ઉપયોગ કેવી રીતે કરવો.

કિડનીની સમસ્યામાં ઉપયોગ

image source

કિડનીની સમસ્યામાં ખુજરના પાન ખૂબ ફાયદાકારક છે.જેમને કિડનીની તકલીફ હોય છે,તેમણે અહીં જણાવેલ ઉપાય જરૂરથી અજમાવવા જોઈએ.સૌથી પેહલા ખજૂરના પાન લો અને તેનો રસ કાઢો.ત્યારબાદ તે રસનું સરબત બનાવી પી લો.આ કરવાથી કિડનીને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

બાળકોના રોગમાં ઉપયોગ

image source

જે બાળકો રાત્રે નીંદરમાં પેશાબ કરી લે છે તેમની આ સમસ્યા દૂર કરવા માટે ખજૂર ખુબ ફાયદાકારક છે.આ માટે દૂધમાં 2-3 ખજૂર ઉકાળો.જ્યારે દૂધ ઘટ્ટ થાય પછી તમારા બાળકને આ દૂધ પીવડાવો.આ દૂધ નિયમિત પીવાથી તમારા બાળકોની આ સમસ્યા દૂર થશે.તમે લાડુ બનાવીને પણ ખજૂરનું સેવન કરી શકો છો.

કફના રોગમાં ઉપયોગ કરો

image source

જે લોકોને કફની બીમારી છે તેઓએ ખજૂરનું સેવન જરૂરથી કરવું જોઈએ.આ માટે 15 થી 20 ખજૂરના બી દૂર કરીને ખજૂરને દૂધમાં ઉકાળો.ત્યારબાદ દૂધ ઘાટું થાય એટલે આ દૂધનું સેવન કરો.થોડા દિવસો સુધી આ ઉપાય નિયમિત કરવાથી કફની સમસ્યા અદૃશ્ય થઈ જાય છે.

ત્વચા માટે પણ ફાયદાકારક

image source

ખજૂર તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.જેમના ચહેરા પર કરચલીઓ છે,તેમણે ખજૂરને પીસીને ચહેરા પર લગાવવું જોઈએ.આ ઉપાયથી ચેહરા પરની ખરચલીઓં દુર થશે અને સાથે બળતરાના કારણે ચેહરા પર થતા લાલ ડાઘ પણ દૂર થશે.

આંખના રોગમાં ઉપયોગ કરો

image source

જો તમને આંખોને લગતી કોઈ તકલીફ છે અથવા જો તમારી આંખોમાં દુખાવો થાય છે,તો આ સમસ્યા દૂર કરવા માટે ખજૂરના ફળને પીસી લો અને આંખોની ઉપરના ભાગ પર લગાવો.આ પેસ્ટ આખો પર લગાવવાથી આંખોની સમસ્યાઓમાં રાહત મળે છે.

લોહીની ઉણપ દૂર થાય છે

image source

લોહીમાં આયરનું પ્રમાણ ઘટવાથી થાક,ગભરાટ,ધબકારા વધી જવાની અગવડતા થાય છે.આવી સ્થિતિમાં દરરોજ 4-5 ખજૂર ખાવા જોઈએ.આ દરેક સમસ્યા તમારાથી દૂર રહેશે.

સંધિવા

image soucre

પગમાં થતો દુખાવો અથવા સંધિવાની સમસ્યા દૂર કરવા માટે એક કપ ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી ખજૂર પાવડર મિક્ષ કરીને ગરમ કરો.ત્યારબાદ આ દૂધનું સેવન કરો તમારા પગમાં થતા દુખાવાની સમસ્યા દૂર થશે.

સ્ત્રીઓની દરેક સમસ્યા દૂર થશે

image source

મોટાભાગની સ્ત્રીઓ પગમાં દુખાવો અથવા કમરના દુખાવાની ફરિયાદ કરે છે.આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ 5 ખજૂર,અડધી ચમચી મેથીના દાણાને બે ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યાં સુધી તે પાણી અડધું ના થાય ત્યાં સુધી ઉકાળો.ત્યારબાદ આ પાણી નવશેકું પીવો.આ પાણીથી તમને રાહત મળશે.

પેટની સમસ્યા દૂર થાય છે

જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ રાત્રે 5-6 ખજૂરને પાણીમાં પલાળો.ત્યારબાદ સવારે ખજૂરને મસળી નાખો અને ખજુરવાળા પાણીનું સેવન કરો.આ પાણી પીવાથી પેટની દરેક સમસ્યા દૂર થશે.

પાચન માટે

image source

આંતરડામાં પાચન માટે જરૂરી વિશિષ્ટ સૂક્ષ્મજીવોની સંખ્યા ખજૂરના સેવનથી વધે છે.ખજૂરનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત