રેસિશની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાયો, થઇ જશે રાહત

રેસિશથી છુટકારો મેળવવા માટે અપનાઓ,આ ઘરેલુ ઉપચારો

જુલાઈ મહિનો ચાલુ છે.આ સમયે ગરમી પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે.આવી સ્થિતિમાં,ઘણા લોકોને આ ઋતુમાં રેસિશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.તે તમારા શરીરમાં કોઈપણ ભાગ પર થઈ શકે છે.ડોક્ટરોના કહેવા પ્રમાણે આ ઉનાળાની ઋતુમાં આ એક ગંભીર બીમારી છે.ઘણા લોકો તેની સારવાર માટે ઘણી દવાઓ કરાવે છે,અને ઘણા લોકો તેને અવગણે છે.આવી સ્થિતિમાં,આજે અમે તમને કેટલીક ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ,જેથી તમે ઘરે રહીને પણ રેસિશથી છૂટકારો મેળવી શકો.

એલોવેરા

image source

એલોવેરા ત્વચા તથા વાળની સમસ્યામાં અસરકારક છે.બજારમાં ઉપલબ્ધ જેલ ફક્ત રાહત આપે છે,પરંતુ જો તમે જલ્દીથી આ રેસિશની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો,તો તમારે એલોવેરાના પાન સવારે અને સાંજ લગાવવા જોઈએ.તે બજારમાં મળતા જેલ કરતા 80 ટકા વધુ ઝડપથી કામ કરે છે.જેની મદદથી તમે જલ્દીથી તમારા રેસિશથી છૂટકારો મેળવી શકશો.

મુલ્તાની મીટ્ટી

image source

ઘણા લોકો ઉનાળાની ઋતુમાં ચેહરાને ઠંડો રાખવા માટે મુલતાની માંટ્ટીનો ઉપયોગ કરે છે.તે ઠંડક પણ આપે છે અને ત્વચાનો રંગ પણ સુધારે છે.તેને લગાવવા માટે,પહેલા 1 ચમચી મુલતાની માંટ્ટીને 2 ચમચી ગુલાબજળ સાથે મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો.હવે જ્યાં રેસિશ છે,તે જગ્યા પર મુલતાની માંટ્ટી લગાવો અને તેને સુકાવા દો.પછી સાફ પાણીથી ચેહરો ધોઈ નાખો.દરરોજ આ કરવાથી તમારી રેસિશની તકલીફ જલ્દી થી મટશે.

દહીં

image source

દહીં એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં ખાવા અને લગાવવા બંનેમાં થાય છે.તેના અંદરના ઠંડા ગુણધર્મો રેસિશમાં ખૂબ ફાયદો કરે છે.જો તમને તમારા ગળામાં અથવા શરીરમાં ક્યાંય રેસિશ થાય છે,તો તમે દહીંનો ઉપયોગ દિવસમાં બે વાર કરી શકો છો.

ઓલિવ તેલ

image source

ઓલિવ તેલ રેસિશની સારવાર માટે સારું માનવામાં આવે છે.તેમાં વિટામિન ઇ અને એન્ટીઓક્સિડેન્ટ્સ જોવા મળે છે,જે ત્વચાને નરમ કરવા સાથે રેસિઝ ઘટાડે છે.જો તમે ઈચ્છો છો,તો તમે તેને સીધું ત્વચા પર લગાવી શકો છો અથવા તો તમે ઓલિવ તેલમાં એક ચપટી હળદર નાખી પછી રેસિઝ પર લગાવી શકો છો.હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે,જે રેસિશથી રાહત આપે છે.

બેકિંગ સોડા

image source

જો શુષ્ક ત્વચા પર રેસિશ થાય છે,તો બેકિંગ સોડાનો ઉપયોગ કરવો તે સારું માનવામાં આવે છે.તેનો ઉપયોગ કરવા માટે,એક ભાગના બેકિંગ સોડામાં,ત્રણ ભાગનું પાણી મિક્સ કરીને તેને ત્વચા પર લગાવો.બીજી રીત,જો તમે ઈચ્છો તો તમે બેકિંગ સોડામાં નાળિયેર તેલ નાખીને પણ લગાવી શકો છો.તમે તેને લગાવ્યા પછી થોડા સમય પછી ત્વચાને સાફ કરો.ધ્યાનમાં રાખો કે ત્વચા પર બેકિંગ સોડાને વધુ સમય સુધી રાખો,કારણ કે તે તમારી ત્વચામાં બળતરા પેદા કરી શકે છે.

ઓટ્સનો લોટ

image source

જો તમારી ત્વચા પર રેસિશ જેવી તકલીફ થઈ છે,તો તમે ઓટ્સના લોટની મદદ લઈ શકો છો.તેનો ઉપયોગ કરવા માટે,નાહવાના થોડા ગરમ પાણીમાં એક કપ બારીક ઓટ્સનો લોટ નાંખો અને ઓછામાં ઓછા 15-20 મિનિટ સુધી આ લોટને પાણીમાં રહેવા દો.જો ચહેરા પર રેસિશ થયા છે,તો ઓટ્સનો લોટ અને દહીં સરખા પ્રમાણમાં લો અને તેમાં થોડું મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો.આ રીતથી તમારા રેસિશ ઓછા થવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત