એલોવેરા નાઇટ ક્રીમ દરેક લોકોએ રાત્રે ઊંઘતા પહેલા લગાવવી જોઇએ ફેસ, જાણો કેમ

એલોવેરા જેલ

image source

મોટાભાગની મહિલાઓ પોતાના ચહેરાનું ખુબ જ ધ્યાન રાખે છે ત્યારે ઘણી વાર સમયના અભાવે મહિલાઓ પોતાના ચહેરાનું ધ્યાન રાખવા માટે સમય ફાળવી શકતી નથી જેના કારણે મહિલાને પોતાનો ચહેરો ડલ અને રુક્ષ દેખાવા લાગે છે ત્યારે આજે અમે આપના માટે એલોવેરા જેલના કેટલાક ઘરેલું ઉપાયો વિષે જણાવીશું. જેની મદદથી આપ આપના ચહેરાને પહેલા જેવો જ ચમકદાર અને સોફ્ટ સ્કીન મેળવી શકશો.

image source

સવારે ઉઠીને જો આપને આપનો ચહેરો ડલ લાગે છે કે પછી ગરમીના કારણે આપના ચહેરાનો નેચરલ ગ્લો પણ ગુમ થઈ ગયો છે, તો આપે પોતાના ચહેરાની નાઈટ કેર કરવાની જરૂરિયાત આવી છે. નાઈટ કેર માટે આપને કોઈ મોંઘી ક્રીમ કે ફેસપેક ટ્રાય કરવાની જરૂરિયાત નથી પરંતુ એના માટે આપે હોમમેડ રિમેડી (ઘરેલુ ઉપચાર) સૌથી સારો વિકલ્પ છે. આપ એલોવેરાનો ઉપયોગ નાઈટ ક્રીમ તરીકે કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે એલોવેરાને નાઈટ ક્રીમ તરીકે ઉપયોગ કરી શકાય છે.

ગુણોથી ભરપૂર હોય છે એલોવેરા.:

image source

એલોવેરામાં કેલ્શિયમ, જસત, તાંબું, પોટેશિયમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે અને એલોવેરામાં વિટામીનના ગુણો પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન બી ૧૨, વિટામિન બી ૬, વિટામિન બી ૨, વિટામિન બી ૧, વિટામિન એ, નિયાસીન અને ફોલિક એસિડ પણ સામેલ છે.

સામાન્ય ત્વચા અને ઓઈલી ત્વચા માટે:

image source

જો આપની ત્વચા ઓઈલી કે પછી સામાન્ય ત્વચા છે તો આપે એલોવેરા જેલમાં કેટલાક લીંબુના ટીપા ભેળવી લેવા. એલોવેરા જેલ અને લીંબુના આ મિશ્રણને રાતના સુતા પહેલા પોતાના ચહેરા અને ગરદન પર લગાવી દો. એલોવેરા જેલ અને લીંબુના રસના મિશ્રણને ચહેરા અને ગરદન પરથી સવારે ઉઠીને તરત જ ધોઈ લેશો તો આપને આપની ત્વચા દમકતી જોવા મળશે. આપ ઈચ્છો છો તો આપ આ એલોવેરા જેલ અને લીંબુના રસના મિશ્રણને રાતના સમયે લગાવ્યાના અડધા કલાક પછી ધોઈ શકો છો અને આપ આપની નાઈટ ક્રીમ પણ લગાવી શકો છો.

શુષ્ક ત્વચા માટે.:

image source

જો આપને આપના ચહેરાની ત્વચા ખુબ જ રુક્ષ લાગી રહી છે તો આપ એલોવેરા જેલમાં એસેન્શિયલ ઓઈલના કેટલાક ટીપાં કે પછી કોલ્ડ પ્રેસ વર્જિન કોકોનટ ઓઈલ ભેળવીને લગાવો. એલોવેરા જેલ અને કોકોનટ વર્જિન ઓઈલ કે પછી એસેન્શીયલ ઓઈલનું આ મિશ્રણ આપની ત્વચા માટે પરફેક્ટ રહે છે અને આ ઉપાય સંપૂર્ણ રીતે કુદરતી રીતે નાઈટ ક્રીમ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત