જો તમે પીરિયડ્સ દરમિયાન આ ડાયટ પ્લાન ફોલો કરશો તો નહિં થાય દુખાવો અને રહેશો એકદમ રિલેક્સ

દરેક સ્ત્રીને દર મહિને પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓને પેટમાં દુખાવો, ખેંચાણ, અપચો, પેટનું ફૂલવું, ઉબકા અને ભૂખ ઓછી થવી જેવી સમસ્યાઓ થાય છે. જો કે આ લક્ષણો કેટલીક સ્ત્રીઓમાં નથી હોતા, પરંતુ મોટાભાગની સ્ત્રીઓને આ સમયગાળા દરમિયાન ખૂબ પીડા સહન કરવી પડે છે. પીરિયડ્સ એ દરેક સ્ત્રીના જીવનનો એક ભાગ હોય છે અને તેમને દરેક પરિસ્થિતિમાં દર મહિને આ સમસ્યા સાથે સંઘર્ષ કરવો પડે છે. પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ ક્યારેય દૂર થઈ શકતી નથી, પરંતુ યોગ્ય અને સંતુલિત આહાર અને જીવનશૈલી અપનાવીને, આપણે આ સમયગાળા દરમિયાન થતી પીડાને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. પર્યાપ્ત અને સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામથી શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે, પરંતુ આ સિવાય પીરિયડ્સ દરમિયાન થતી ગંભીર સમસ્યાઓથી પણ બચી શકાય છે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે પીરિયડ્સ દરમિયાન તમારે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ અને કેવા પ્રકારના આહારથી બચવું જોઈએ. જેથી આ સમય દરમિયાન તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

પીરિયડ દરમિયાન થતી તકલીફો –

image source

તબીબી સંબંધમાં, પીરિયડ્સ દરમિયાન અથવા માસિક સ્રાવ દરમિયાન થતી સમસ્યાઓ સામાન્ય પીએમએસ લક્ષણો કહેવામાં આવે છે. પીરિયડ્સની શરૂઆતમાં, પેટમાં દુખાવો અને ખેંચાણ શરૂ થઈ શકે છે, જે પછી ધીમે ધીમે અતિશય દુખાવો, પગમાં દુખાવો વગેરે શરૂ થાય છે. મોટાભાગની સ્ત્રીઓ પીરિયડ્સના થોડા સમય પેહલાથી જ આ લક્ષણો અનુભવે છે. જો કે, આ લક્ષણો થોડી સેકેન્ડો માટે જ હોય છે, પરંતુ આ વારંવાર થાય છે. દરેક સ્ત્રીઓમાં પીરિયડ્સ દરમિયાન થતા લક્ષણો સરખા નથી હોતા. કારણ કે આ લક્ષણો તાસીર મુજબ હોય છે, અમુક સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે તો અમુક સ્ત્રીઓમાં આ લક્ષણો ખુબ ઓછા જોવા મળે છે.

  • – પેટમાં ખેંચાણ
  • – સ્નાયુમાં દુખાવો
  • – માથામા દુખાવો
  • – સાંધામા દુખાવો
  • – ચેહરા પર ખીલ
  • – પીએમએસ (પ્રિમેન્સ્યુરલ સિન્ડ્રોમ)
  • – ડાયરિયા અથવા કબજિયાત
  • – ઊંઘમાં સમસ્યા
  • – નીચલા પીઠમાં દુખાવો
  • – થાક
  • – મૂડ સ્વિંગ
  • – હતાશા
  • – ક્રોધ અને ચિંતા

પીરિયડ્સ દરમિયાન શું ખાવું જોઈએ

આપણા આહારની સીધી અસર આપણા આરોગ્ય પર પડે છે, સંતુલિત આહાર કોઈપણ રોગ અથવા સમસ્યાની સ્થિતિમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પીરિયડ્સ દરમિયાન સંતુલિત આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન લાવીને, આપણે આ સમયગાળા દરમિયાન સમસ્યાઓ ઘણી હદ સુધી ઘટાડી શકીએ છીએ. તો ચાલો આપણે જાણીએ કે પીરિયડ્સ દરમિયાન કઈ વસ્તુઓનું સેવન ફાયદાકારક છે.

1. ફળો

image source

તાજા અને લીલા ફળો વિટામિન અને એન્ટીઓકિસડન્ટો જેવા મહત્વના પોષક તત્વોથી ભરપૂર છે. પીરિયડ્સ દરમિયાન ફળોનુસ સેવન ખૂબ જ ફાયદાકારક છે, આખા ફળો ફળોના જ્યુસ કરતા વધારે સારા છે કારણ કે જયારે આખા ફળોનું જ્યુસ બનાવવામાં આવે છે, ત્યારે તેમાં ઉમેરવામાં આવેલી વધારે ખાંડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હા, આ સમયે તાજું લીંબુ પાણી અને નાળિયેર પાણી પી શકાય છે કારણ કે તે શરીરને હાઇડ્રેટ રાખવામાં ખૂબ ફાયદાકારક છે.

2. આદુ

image source

માસિક સ્રાવ અથવા પીરિયડ્સ દરમિયાન આદુ ખાવાથી ફાયદો થાય છે, આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સ્નાયુઓમાં દુખાવો ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન તમે આદુની ચા પણ પી શકો છો. પીરિયડ્સ દરમિયાન થતી ઉલ્ટી અથવા ઉબકામાં પણ આદુનું સેવન ફાયદાકારક છે, જો કે તેનું માર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. વધુ પ્રમાણમાં આદુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

3. લીલી શાકભાજી

image source

પીરિયડ્સ દરમિયાન લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી ફાઇબર અને આયરનથી ભરપુર હોય છે, તેથી તેનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા જેવી સમસ્યાઓ ઓછી થાય છે. એનિમિયા દરમિયાન પણ લીલી પાંદડાવાળા શાકભાજી ખાવાથી ફાયદો થાય છે. શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો પણ હોય છે જે શરીરને તાણ મુક્ત રાખવાનું કામ કરે છે.

4. દહીં

imag source

પીરિયડ્સ દરમિયાન કેલ્શિયમથી ભરપુર દહીં ખાવાનું ખૂબ ફાયદાકારક છે. સ્નાયુઓ અને હાડકાના દુખાવામાં રાહત માટે દહીંનું સેવન મહત્વનું છે. પીરિયડ્સ દરમિયાન થતી ખેંચાણની સમસ્યામાં દહીં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. માસિક સ્રાવ અથવા પીરિયડ્સમાં દહીંના ઉપયોગ દ્વારા હેપ્પી હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે, જે તાણ અને મૂડ સ્વિંગની સમસ્યામાં રાહત આપે છે.

5. ચિકન અને માછલી

image source

ચિકન એક આયરન અને પ્રોટીનયુક્ત ખોરાક છે, તેને ભોજન દરમિયાન શામેલ કરવું ફાયદાકારક છે. પ્રોટીનનું પૂરતું સેવન શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે માસિક સ્રાવ દરમિયાન ચિકનનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ નહીં થાય, સાથે તે આયરન, પ્રોટીન અને ઓમેગા -3 ફેટી એસિડથી ભરપૂર છે, પીરિયડ્સ દરમિયાન માછલીઓનું સેવન પણ કરી શકાય છે. પીરિયડ્સ દરમિયાન આયરનની ઉણપને દૂર કરવામાં માછલીઓનું સેવન ફાયદાકારક છે, આ ઉપરાંત, માછલીનું સેવન માસિક સ્રાવ દરમિયાન થતી પીડાને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

6. ડાર્ક ચોકલેટ

image source

ડાર્ક ચોકલેટ આયરન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપુર છે. પીરિયડ્સ દરમિયાન ડાર્ક ચોકલેટનું સેવન એકદમ ફાયદાકારક છે. પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ્સ અને પીએમએસ લક્ષણો ઘટાડવા માટે ચોકલેટનું સેવન ખૂબ ફાયદાકારક છે.

પીરિયડ્સ દરમિયાન શું ટાળવું જોઈએ ?

પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સમયમાં થતી બેદરકારીની સીધી અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર પડે છે. પીરિયડ્સ દરમિયાન સૌથી વધુ કાળજી ખાવા-પીવાની લેવી જોઈએ. આ સમય દરમિયાન અમુક ખોરાક આપણા માટે ફાયદાકારક છે, તેવી જ રીતે અમુક ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ આ સમય દરમિયાન કઈ ચીજોથી દૂર રેહવું જોઈએ.

1. ખાંડ

image source

પીરિયડ્સ દરમિયાન થોડી માત્રામાં ખાંડનું સેવન ફાયદાકારક છે. શરીરમાં ખાંડનું સેવન કરવાથી અચાનક ઉર્જા વધે છે, જેના કારણે પીરિયડ્સ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાંડનું વધારે સેવન કરવાથી મૂડ સ્વિંગની સમસ્યા વધી શકે છે. જો તમે પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ્સ, હતાશા અથવા અસ્વસ્થતા અને તાણ જેવી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તમે ખાંડના સેવનને નિયંત્રિત કરીને તમારી આ સમસ્યા દૂર કરી શકો છો.

2. મસાલેદાર ખોરાક

image source

પીરિયડ્સ દરમિયાન મસાલાવાળા ખોરાકથી પોતાને દૂર રાખવું ફાયદાકારક છે. મસાલાવાળા ખોરાકના સેવનથી ડાયરિયા, પેટમાં દુખાવો અને ઉબકા થવાની સમસ્યામાં વધારો થઈ શકે છે. પીરિયડ્સ દરમિયાન આ સમસ્યાઓથી બચવા માટે, મસાલાવાળા ખોરાકથી અંતર સારું છે.

3. કોફી

image source

પીરિયડ્સ દરમિયાન કોફીનો વધુ પડતું સેવન હાનિકારક છે. કોફીનું વધુ પડતું સેવન પીરિયડ્સના ચક્રને પણ બદલી શકે છે. ચા, કોફી અથવા સોફ્ટ-ડ્રિન્કનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન થતી પીડા વધી શકે છે, તેથી આ સમયમાં આ ચીજોને ટાળવું જોઈએ.

4. મીઠું

image source

વધુ પડતા મીઠાનું સેવન પીરિયડ્સ દરમિયાન અગવડતા વધારવાનું કામ કરે છે. મીઠાનું સેવન વધુ પ્રમાણમાં કરવાથી વોટર રીટેન્શન થાય છે, જે સોજા તરફ દોરી શકે છે. સોજાની સમસ્યા ઘટાડવા માટે, તમારા ખોરાકમાં ઓછામાં ઓછું મીઠાનો ઉપયોગ કરો અને એવા ખોરાકનું સેવન ન કરો, જેમાં સોડિયમની માત્ર વધુ હોય.

આમ તમે સંતુલિત આહાર અપનાવીને અને અસંતુલિત આહારથી દૂર રહીને તમે પીરિયડ્સ દરમિયાન થતી દરેક સમસ્યા ઘટાડી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત