કોરોના પછી હવે ચીનમાં વધુ એક જીવલેણ રોગે ઉચક્યું માથું, પહેલા કેસ સાથે જ એલર્ટ જાહેર

કોરોના વાયરસનું જન્મસ્થાન એવું ચીન હવે ફરી એકવાર એક જીવલેણ બીમારીના કારણે ચર્ચામાં છે. ઉત્તર ચીનના એક શહેરમાં એક જીવલેણ પ્લેગ ફેલાવાનું સંકટ સામે આવ્યું છે.

image source

ઉત્તર ચીનના એક શહેરમાં બ્યૂબાનિક પ્લેગનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ કેસ નોંધાયા બાદ તુરંત જ તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચીનની સરકારી પીપલ્સ ડેલીના રિપોર્ટ અનુસાર બયન્નૂરમાં આ જીવલેણ બીમારીનો એક દર્દી નોંધાયો છે. હાલ દર્દીને કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.

image source

આ કેસ સામે આવ્યાની સાથે જ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ સીધી જ ત્રીજા સ્તરની વોર્નિંગ જાહેર કરી છે. આ વોર્નિંગ વર્ષ 2020ના અંત સુધી લાગુ રહેશે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આ સમયે શહેરમાં માનવ પ્લેગ ફેલાય તો મહામારીનું જોખમ વધી જાય તેમ છે તેથી લોકોએ પોતાની સુરક્ષા માટે જાગૃત રહેવું પડશે.

શું છે બ્લૂબોનિક પ્લેગ ?

image source

આ રોગ બેક્ટેરિયાથી ફેલાય છે. બેક્ટેરિયાના ઈન્ફેકશનથી થતી આ બીમારી જીવલેણ સાબિત થાય છે. આ બીમારીની દવા એન્ટી બાયોટિક દવાઓથી થઈ શકે છે. આ બીમારી જંગલી ઉંદરમાં મળતા બેક્ટેરિયાથી ફેલાય છે. આ બેક્ટેરિયાનું નામ યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયમ છે. આ બેક્ટેરિયા શરીરમાં ફેફસા પર એટેક કરે છે.

રોગના લક્ષણો

image source

આ રોગ જેને થાય છે તે દર્દીની આંગળીઓ કાળી પડવા લાગે છે, શરીરમાં અસહ્ય દુખાવા સાથે તાવ આવે છે. આ રોગથી મૃત્યુ થાય તેને બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે.

image source

આ બીમારી આ અગાઉ ફેલાઈ હતી ત્યારે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો. પહેલી વખતમાં 5 કરોડ લોકોના મોત, બીજી વખતમાં યુરોપમાં અને ત્રીજી વખત 80 હજાર લોકોનો જીવ આ રોગે લીધો હતો. તેવામાં ફરીવાર આ બીમારીએ ચીનમાં પગપેસારો કર્યો છે.

image source

હાલ તો ડોક્ટર શંકાસ્પદ દર્દીની સારવાર કરી રહ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે કે આ દર્દીને ઈન્ફેકશન કેવી રીતે થયું છે. આ પ્રથમ કેસની જાણકારી ગત સપ્તાહના અંતે બાયાનૂર શહેરની હોસ્પિટલ દ્વારા શેર કરવામાં આવી હતી. હાલ ડોક્ટરો જાણી શક્યા નથી કે વ્યક્તિને આ જીવલેણ બીમારીનું ઈન્ફેકશન કેવી રીતે લાગુ પડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,