નેતાજી સાથે સેલ્ફી લેવી ભારે પડી! લોકોના વજનથી તૂટી પડ્યો પુલ, ધડામ દઈને પડ્યા નદીમાં

ઘણી વખત આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જે તમને જોરદાર ગલીપચી કરી દે છે. આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે તમને ડરાવી દેશે, પરંતુ તેને જોયા પછી તમે હસ્યા વિના રહી શકશો નહીં. વીડિયોમાં એક વ્યક્તિ નેતા જેવા દેખાતા અન્ય વ્યક્તિ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પરંતુ સેલ્ફી લેવાની આ કવાયત લાકડાના પુલ પર કરવામાં આવે છે, જ્યાં એક પછી એક અડધો ડઝન લોકો એકઠા થાય છે. આ પુલ આટલું વજન સહન કરી શકતો નથી અને તૂટી જાય છે. જેના કારણે તમામ લોકો નદીમાં પડી જાય છે. પરંતુ સદ્ભાગ્ય એ હતું કે નદીમાં પાણીનો પ્રવાહ વધુ ન હતો અને આ લોકો ખૂબ ઊંચાઈ પરથી પડ્યા ન હતા. પરિણામે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.

જો કે આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તે સ્પષ્ટ નથી થયું. પરંતુ વીડિયોમાં હાજર લોકોના પોશાકને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના કાશ્મીરની હોઈ શકે છે.