મહાનગરપાલિકામાં જ અધિકારી એક મહિલા કર્મી સાથે રાસલીલા રચાવતો ઝડપાયો, ઘટના જંગલમાં આગની જેમ ફેલાઈ

જામનગર મહાનગરપાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ રંગરેલીયા મનાવતો ઝડપાયો. એક મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા બંને વિચિત્ર હાલતમાં રાસલીલા રચાવી રહ્યા હતા ત્યારે ભાંડો ફૂટ્યો. આ ઘટના જંગલમાં આગની જેમ મહાનગરપાલિકામાં ફેલાઈ ગઈ છે.

image source

જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે બે દિવસ પહેલા મહાનગરપાલિકામાં આવેલી ખૂબજ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. આ બનાવ બાદ નજરે જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્યો હતો જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી

આ ઘટના બાદ અધિકારીઓ દોડી આવ્યા હતા પરંતુ આમાં શું પગલા લેવા અને મહાપાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોય જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે.