બાબા નિરાલાથી લઈને એશા ગુપ્તા સુધી, આ સ્ટાર્સે ‘આશ્રમ 3’ માટે વસૂલી મોટી રકમ; જાણો કોને મળી સૌથી વધુ ફી

‘આશ્રમ 3’એ તેની રિલીઝ સાથે જ ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વેબ સીરિઝની પહેલી સીઝનથી લઈને ત્રીજી સીઝન સુધી દરેક પાત્રે લોકોના દિલોદિમાગમાં સ્થાન જમાવ્યું એટલું જ નહીં દરેક પાત્ર હેડલાઈન્સમાં રહ્યું છે. આજે અમે તમને જણાવીશું કે ‘આશ્રમ’ સીઝન 3 માટે બોબી દેઓલ (બાબા નિરાલા)થી લઈને એશા ગુપ્તા સુધીના કયા રોલ માટે સ્ટાર્સે મેકર્સ પાસેથી મોટી રકમ લીધી હતી.

image source

એક અહેવાલો અનુસાર, બોબી દેઓલે બાબા નિરાલા બનવા માટે લગભગ 1 કરોડથી 4 કરોડ રૂપિયા લીધા છે. આ ભૂમિકાએ બોબી દેઓલની કારકિર્દીને ફરીથી જીવંત કરી.

image source

ત્રિધા ચૌધરીએ પ્રથમ અને બીજી સીઝનમાં બબીતાની ભૂમિકા ભજવીને સૌને ચોંકાવી દીધા હતા. અહેવાલો અનુસાર, ‘આશ્રમ 3’ની ત્રિધાએ લગભગ 4 લાખથી 10 લાખ રૂપિયા વસૂલ્યા છે.

image source

‘આશ્રમ 3’માં બોબી દેઓલ સાથે એશા ગુપ્તાએ આ વખતે ઈન્ટીમેટ સીન કર્યો છે. અહેવાલો અનુસાર, એશા ગુપ્તાએ વેબ સિરીઝમાં સોનિયાની ભૂમિકા ભજવવા માટે લગભગ 25 લાખથી 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

image source

 

આ વેબ સિરીઝમાં પોલીસકર્મીની ભૂમિકા ભજવનાર ઉજાગર સિંહ પણ ઘણો લોકપ્રિય થયો. દર્શન કુમારે ઉજાગર સિંહની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ્સનું માનીએ તો દર્શન કુમારે આ રોલ કરવા માટે લગભગ 15 લાખથી 25 લાખ રૂપિયા લીધા છે.

image source

ફરી એકવાર ‘આશ્રમ 3’માં ભોપા સ્વામીની ભૂમિકાએ ચાહકોના દિલ જીતી લીધા. ચંદન રોય સાન્યાલે આ રોલ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ભોપા સ્વામીએ આ રોલ કરવા માટે લગભગ 15 લાખથી 25 લાખ રૂપિયા ચાર્જ કર્યા.

image source

આ વેબ સિરીઝમાં નતાશાએ ડોક્ટરની ભૂમિકા ભજવી છે. અનુપ્રિયા ગોએન્કાએ આ પાત્ર ભજવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, અનુપ્રિયાએ આ માટે 8 લાખથી 15 લાખ રૂપિયા ચાર્જ કર્યા.

image source

અદિતિ પોહનકર ‘આશ્રમ 3’માં પમ્મી કુસ્તીબાજની ભૂમિકા ભજવીને ખૂબ પ્રખ્યાત થઈ હતી. અહેવાલો અનુસાર, અદિતિએ આ પાત્ર ભજવવા માટે લગભગ 12 થી 20 લાખ રૂપિયા લીધા.