જામનગરની ચાંદી બજારમાં ખળભળાટ, દુકાનો બંધ હતી એટલે લાભ લઈ ક્રીડાની પળો માણી, CCTVમાં હતુ એ બધું દેખાઈ ગયું

જામનગર શહેરના મધ્યમાં આવેલા ચાંદીબજાર બુગદામાં રવિવારના જયારે આખો વિસ્તાર સૂમસામ હોય છે ત્યારે એક મહિલા અને પુરુષ બુગદામાં સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતાં કેમેરામાં કેદ થઇ જતાં આ બાબતે વેપારીઓમાં ભારે ચર્ચા જાગી છે.

image source

આ વાંધાજનક સ્થિતિનો વીડિયો અને ફોટા વાઇરલ થતાં વેપારીઓમાં ભારે કચવાટ જાગી છે અને ચાંદીબજારમાં સુરક્ષા અંગેના સવાલો ફરી એકવાર ઉભા થયા છે.

જામનગર શહેરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના-ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે બપોર બાદ મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ રવિવારના સમી સાંજના સમયે એક મહિલા અને પુરૂષ બુગદામાં ધૂસી ગયા હતા અને તેમને કેમેરાનો ખ્યાલ ન હોય તેમ કેમેરા સામે જ આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની શરૂ કરી હતી. આ બધી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે બાદમાં ધીમે ધીમે વાયરલ થતા ચાંદીબજારના વેપારીઓમાં ભારે ચકચાર જાગી છે.

image source

આ બનાવે એક બાજુ સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા યુગલ તો બીજી બાજુ સુરક્ષાનો સવાલ પણ ઉભો થયો છે. નવાઇની વાત તો એ છે કે, આ વિસ્તારમાં રહેણાંક મકાનો પણ આવેલા છે. ત્યારે આપતિજનક સ્થિતિમાં યુગલ CCTV કેમેરામાં કેદ થતાં આજુબાજુ પરિવારજનો પણ ક્ષોભ ભરી સ્થિતિમાં મુકાઇ ગયાં છે.