તાજગીભર્યું જીરા પાણી વજન ઘટાડવામાં છે રામબાણ, આ રીતે તૈયાર કરીને ટ્રાય કરો, પાક્કું કારગર નીવડશે

એક વખત વજન વધી ગયા પછી તેને ઓછું કરવું એ એક મુશ્કેલ વિષય માનવામા આવે છે. આ વિશે ઘણા લોકો હજુ પણ ધ્યાન આપતા નથી. તમે આહાર, કસરત બંને સાથે અથવા તો અલગથી કરીને વજન ઘટાડવાની પ્રક્રિયા અજમાવી શકો છો પરંતુ આ માટે શુ કરવુ અને કઈ રીતે કરવુ તેને લઈને ઘણા લોકોમા હજી પણ મૂંઝવણ જોવા મળે છે. આજની વ્યસ્ત દુનિયામાં લોકો પાસે દરરોજ એટલો સમય નથી કે તે આ માટે અલગથી સમય કાઢી શકે. આજે અહી જે માહિતી આપવામા આવી છે તેના દ્વારા તમે વજન ઘટાડવા માટે કોઈ કલાકો સુધીના સમયપત્રક અને કડક ડાયટ વગર જાળવવી પડશે નહી. તમે દરરોજ સવારે ફકત સરળ તાજગીભર્યું જીરા પાણી પીને વજન ઘટાડી શકો છો. જીરા પાણીને વજન ઘટાડવાની સૌથી મૂળભૂત અને ઝડપી યુક્તિ તરીકે ગણવામાં આવે છે.

image soucre

આ પીણું તૈયાર કરવા માટે સમય કે મહેનતની ખાસ જરૂર નથી અને તે ચયાપચયને વેગ આપવા, વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ડીકે પબ્લિશિંગ હાઉસના પુસ્તક ‘હીલિંગ ફૂડ્સ’મા કહેવામા આવ્યુ છે કે જીરું પાચન તંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. ઉબકા, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે. બેંગ્લોરની ન્યુટ્રિશનિસ્ટ અંજુ સૂદે પણ આ વિશે કહ્યુ છે કે દરરોજ સવારે એક ગ્લાસ જીરા પાણી પીવુ એ તમારા માટે ગેમ-ચેન્જર બની શકે છે. જીરા પાણી તમારુ સ્વાસ્થ્ય સારૂ રાખશે અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. ઈરાની રેડ ક્રેસન્ટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ અમુક સમય માટે જીરાનું પાણી પીનારા લોકોના જૂથે તેમના વજન અને કોલેસ્ટ્રોલના સ્તર પર નોંધનીય અસરો જોઈ છે.

*જીરાના ફાયદા:

image soucre

જીરું તેના ફાયદાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જેના દ્વારા તમારુ સ્વસ્થ સારૂ રહે છે. આ સિવાય જીરું પાચન માટે પણ સારું માનવામાં આવે છે અને ચયાપચય જાળવવામાં મદદ કરે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ રહે છે.
આ સાથે જીરું બળતરા વિરોધી અને એન્ટિ-સેપ્ટિક તરીકે પણ ઓળખાય છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જીરાનું પાણી તમારા આહારમાં શામેલ કરી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે.

*વજન ઘટાડવા માટે જીરા પાણી કેવી રીતે બનાવવું:

image soucre

આ પીણું માટે તમારે ફક્ત જીરું, મધ અને પાણીની જરૂર પડશે. આ માટે તમે તેને રાત્રે પલાળી શકો છો અથવા તરત પણ બનાવી શકો છો. અહી સ્વાદ વધારવા માટે તમે લીંબુનો રસ ઉમેરી શકો છો.

જીરા પાણીની સામગ્રી:

  • 2 ચમચી જીરું
  • 2 કપ પાણી
  • 1 ચમચી મધ
  • 1 ચમચી લીંબુનો રસ (વૈકલ્પિક)

*જીરા પાણી રેસીપી:

image soucre

1. જીરું અને પાણીને આખી રાત પલાળી રાખો. સવારે જીરુંને ગાળી લો. આ પછી મધ અને લીંબુ ઉમેરીને તેને તાજો અને મીઠો સ્વાદ આપો. તમે તેને દિવસે અથવા સવારે વર્ક આઉટ શરૂ કરતા પહેલા પી શકો છો.

image soucre

*ઝટપટ જીરા પાણી:

  • 1. એક પેનમાં 2 કપ પાણી ઉકાળો.
  • 2. આ પછી તેમા જીરું ઉમેરો અને તેને 5 મિનિટ સુધી ઉકળવા દો.
  • 3. જીરુંને ગાળી લો.
  • 5. તેમાં મધ ઉમેરો અને તેને ગરમ જ પીવો. (સવાર અને સાંજ પીવો)