આ ખેલાડીની દીવાની બની ગઈ જુહી ચાવલાની દીકરી, કહ્યું- મારુ દિલ તો…

KKRના પેટ કમિન્સે 15 બોલમાં 56 રનની અણનમ ઈનિંગ રમીને KKRને મુંબઈ સામેની મેચમાં જીત અપાવી, જેનાથી ટીમના માલિક શાહરૂખ ખાન પણ ચોંકી ગયા. આટલું જ નહીં, હવે KKRની સહ-માલકીન જૂહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા પણ પેટ કમિન્સની ઇનિંગ્સ પર પ્રતિક્રિયા આપ્યા વિના રહી શકી નથી. વાસ્તવમાં, જ્હાનવીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને કમિન્સની ઇનિંગની પ્રશંસા કરી છે, જે ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. 7 એપ્રિલે જ, જુહી ચાવલાની પુત્રી જ્હાનવીએ આ પોસ્ટ શેર કરી હતી અને તેણે જે લખ્યું છે તેનાથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

જ્હાન્વીની આ કોમેન્ટ ઘણી વાયરલ થઈ છે. KKRએ પણ આ કોમેન્ટ તેના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના પર 1 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તમને જણાવી દઈએ કે મુંબઈ સામેની મેચમાં કમિન્સે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે કેએલ રાહુલની બરાબરી હતી. રાહુલે 14 બોલમાં અડધી સદી પણ ફટકારી છે. કમિન્સે 56 રનની યાદગાર ઇનિંગમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ મેગા ઓક્શન દરમિયાન જ્હાન્વી પણ હાજર રહી હતી. આ વખતે હરાજી દરમિયાન જ્હાન્વી, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને સુહાના ખાન પણ હાજર હતા. ત્રણેય વચ્ચે જોવા મળતી બાઉન્ડિંગે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.