જ્યારે મારૂ મન થશે ત્યારે તારી પાસે આવીશ, લગ્નની પહેલી રાતે પતિને બેહોશ કરી પત્ની ફરાર

બિહારના કૈમૂર જિલ્લામાથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. હકીકતમા લગ્ન કરીને સાસરિયે આવેલી નવી દુલ્હન પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જતા પહેલા તે ઘરમાથી ૩૦ હજાર રૂપિયા રોકડા અને સોનાના ઘરેણા પણ લઈ ગઈ હતી. ખાસ તો એ છે કે, ફરાર થતા પહેલા તેણે તેના પતિને ઊંઘની ગોળીઓ પીવડાવી દીધી હતી. આ ઘટના પછી ભભુઆ પોલીસ સ્ટેશનમા પતિએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિને ઊંઘની ગોળીઓ ખવડાવીને તે ભાગી ગઈ હતી :

કિસ્સો ભભુઆ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલા સિવોં ગામમાં થયો છે. અહીં મનોહર પ્રજાપતિના દિકરા અમિત કુમારે ૦૯ મેના રોહતાસ જિલ્લાના કરહગર પોલીસ સ્ટેશન વિસ્તારના અવધેશ પ્રજાપતિની દિકરી સાથે ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા. ૧૦મેના દિવસે અમિત પોતાની પત્નીને લગ્ન કરીને તેના ગામડે લઈ આવ્યા હતા. તેના ઘરમા ખૂબ જ ખુશીનો માહોલ હતો.  પણ કોઈનેય ખબર ન હતી કે, આ નવી દુલ્હનના મગજમાં કઈ બીજી જ રમત ચાલે છે. સુહાગરાતના દિવસે પોતાના પતિએ ઊંઘની ગોળીઓ પીવડાવી દીધી હતી, તેના લીધે તે સુતો રહ્યો હતો અને નવી દુલ્હન ફરાર થઈ ગઈ.

luteri dulhan escaped after marriage in Haridwar | pahadiroutes.com
image sours

૩૦ હજાર રોકડા અને સોનાના ઘરેણા લઈ તેના પ્રેમી સાથે ભાગી ગઈ :

આટલું જ નહીં તેના પરિવારના લોકો કામથી ઘર બહાર ગયા હતા, તેણે ઘરમા રાખેલી સોનાની જ્વેલરી અને ૩૦ હજાર રૂપિયા રોકડ રકમ લઈ લીધી ગઈ હતી અને ત્યાથી ભાગી ગઈ હતી. નવી પરણીને આવેલી આ દુલ્હનના પતિ અમિત કુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, ૧૨ મેના દિવસે ઘરમા રાખેલા બધા સોનાના ઘરેણા અને રોકડ રકમ લઈને તેની પત્ની પ્રીતિ કુમારી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેના ૨૪ કલાક પછી મને તેનો વીડિયો કોલ આવ્યો અને કહ્યું કે, જ્યારે મારી ઈચ્છા થશે, ત્યારે તારી પાસે આવીશ અને જો નહીં થાય તો નહીં પણ આવું.

પોલીસે તેના મોબાઈલને ટ્રેક કરીને લોકેશનના આધારે તપાસ ચાલુ કરી હતી :

આ ઘટના પછી ભભુઆ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. જો કે, આ બાબતે પોલીસે આ લુટેરી દુલ્હનનો મોબાઈલ નંબર સર્વિલાંસ પર રાખી દીધો છે અને તેના લોકેશનની જાણકારી મેળવી લીધી છે. તેવું પોલીસને દુલ્હનનું પરફેક્ટ લોકેશન મળશે, ત્યારે આ દુલ્હનની ધરપકડ કરવામા આવશે. બીજી બાજૂ પ્રીતિના માતા પિતા સાથે પોલીસે સંપર્ક કર્યો હતો, તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.

लुटेरी दुल्हन का थाने में हंगामा, पहले की पति की पिटाई फिर फांसी लगाने का  ड्रामा | Luteri Dulhan in Bijnor, beatan husband in Police Station
image sours