કાશ્મીરી છોકરીઓ બોલિવૂડની અભિનેત્રીઓને સુંદરતામાં આપે છે માત, એમનું આ બ્યુટી સિક્રેટ કરો તમે પણ ફોલો

કાશ્મીરી મહિલાઓ તેમની સુંદરતા માટે જાણીતી છે.છોકરીઓની સુંદરતા કાશ્મીરની ભૌગોલિક અને આનુવંશિક પરિસ્થિતિઓને માનવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કાશ્મીરી મહિલાઓ તેમની ત્વચાની સંભાળ માટે ઘરેલુ પદ્ધતિઓનો ઉપયોગ પણ કરે છે.કાશ્મીરી મહિલાઓની કોઈપણ ઉંમરે ત્વચા એકદમ ગ્લોઈંગ અને ટાયટ હોય છે.ત્યાંની ઠંડીના કારણે પણ આ વધુ શક્ય છે,છતાં તેઓ પોતાની સુંદરતાને જાળવી રાખવા માટે ઘણા ઘરેલુ ઉપાયો અજમાવે છે.કાશ્મીરી સ્ત્રીઓ એ જ ચીજોનો ઉપયોગ કરે છે જે એમના ઘરમાં અથવા આસપાસ સરળતાથી મળી રહે.તેઓ તેમની સુંદરતા વધારવા માટે કોઈ ખર્ચાળ અથવા બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળે છે.તેઓ માત્ર પોતાના આયુર્વેદિક ઉપાયો અજમાવીને ચેહરાની સંભાળ રાખે છે.તમે પણ તેમના બ્યુટી સિક્રેટ અપનાવીને તમારી ત્વચા સુંદર અને સ્વસ્થ બનાવી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ કાશ્મીરી મહિલાઓનું બ્યુટી સિક્રેટ.

વાળ માટે અખરોટનું તેલ

image soucre

કાશ્મીરી મહિલાઓના ચેહરાની સાથે વાળ પણ એકદમ શાઇન કરે છે.તેઓ તેમના વાળની ​​સંભાળ રાખવા માટે અખરોટનું તેલ લગાવે છે.અખરોટનું તેલ વાળ ખરવાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.તમે તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે અને તમારા વાળ જાડા બનાવવા માટે અખરોટના તેલનો ઉપયોગ કરી શકો છો.કાશ્મીરી મહિલાઓ લાંબા અને કાળા વાળ માટે નિયમિત અખરોટનું તેલ લગાવે છે.

ચણાનો લોટ અને મલાઈ

image soucre

કાશ્મીરી મહિલાઓ તેમની ત્વચાની સંભાળ રાખવા માટે ચહેરા પર મલાઈ લગાવે છે.તેઓ ચેહરાનો ગ્લો વધારવા માટે ચણાના લોટ અને મલાઈનું મિક્ષણ પણ ચેહરા પર ફેસ-પેકની જેમ લગાવે છે,જેથી તેમના ચેહરાનો ગ્લો વધે છે.તમારા ચેહરાનો ગ્લો વધારવા માટે તમે પણ નિયમિત ચણાના લોટ અને મલાઇના ફેસ-પેકનો ઉપયોગ કરી શકો છો.

બદામ અને અખરોટનું સેવન કરે છે

image source

બદામ આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.કાશ્મીરી મહિલાઓ પાણીમાં પલાળેલા બદામ ખાય છે અને ચહેરા પર બદામનો ફેસ પેક પણ લગાવે છે,જે ત્વચાને નરમ રાખે છે.બદામનો ફેસ પેક દાગ દૂર કરવામાં મદદ કરે છે.અખરોટ ખાવાથી વાળ વધુ જાડા થાય છે અને વાળ ચમકદાર પણ બને છે.અખરોટ ખાવાથી ચહેરાના કરચલીઓ ઓછી થાય છે.

કેસર

image source

કાશ્મીરમાં કેસર વધુ પ્રમાણમાં જોવા મળે છે.કેસરનો ઉપયોગ કરીને ચહેરાની ગ્લો વધારી શકાય છે.કાશ્મીરમાં કેસરની શ્રેષ્ઠ ગુણવત્તા જોવા મળે છે.તમે કેસરનો ઉપયોગ કરીને તમારા રંગને વધારી શકો છો.આ માટે દુધ,ચંદન પાવડર અને કેસર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો.ત્યારબાદ આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને 30 મિનિટ પછી ચહેરો ધોઈ લો.આ ઉપાય કરવાથી માત્ર થોડા દિવસોમાં જ તમારા ચેહરાનો ગ્લો વધી જશે.

દૂધ ઉત્પાદનો

image soucre

કાશ્મીરના લોકો ખોરાક માટે દૂધ અને દૂધના ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરે છે.કાશ્મીરમાં ઠંડી વધુ હોય છે જેના કારણે ત્વચા શુષ્ક થાય છે.કાશ્મીરી યુવતીઓ ત્વચાને શુષ્કતાથી બચાવવા માટે દૂધની ક્રીમ અને મલાઈનો ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત