KGF 2નો ક્રેઝ:થિયેટરમાં લોકોએ સ્ક્રીન પર ફેંક્યા ચાંદીના સિક્કા, ફિલ્મની સફળતા અને BO કલેક્શનથી ખુશ થઇ રવીના

સાઉથના સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 બોક્સ ઓફિસ પર કમાણીના નવા ઝંડા લગાવી રહી છે. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ હિટ થવાની સાથે જ તેના દરેક સ્ટાર્સ પણ લાઈમલાઈટમાં આવી ગયા છે. બોલિવૂડ દિવા રવિના ટંડને KGF 2 માં મહત્વની ભૂમિકા ભજવી છે.

રવિનાની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. રવીના પણ ફિલ્મની સફળતા અને બોક્સ ઓફિસ કલેક્શનથી ખુશ છે. અભિનેત્રીએ ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં થિયેટરમાં KGF 2ની સ્ક્રીનિંગ દરમિયાન લોકો ચાંદીના સિક્કા ફેંકી રહ્યા છે.

image source

થિયેટરમાં ચાલી રહેલી ફિલ્મનો આ છેલ્લો સીન છે, જ્યાં KGF 3 ની જાહેરાત કરવામાં આવી રહી છે. KGF 3 ની જાહેરાત સાથે જ થિયેટરમાં હાજર લોકો આનંદથી નાચવા લાગે છે. તેઓ મોટેથી બૂમો પાડે છે અને સ્ક્રીન તરફ ચાંદીના સિક્કા ફેંકે છે.

આ વીડિયોમાં રવિના ટંડને KGF 2ના છેલ્લા દિવસની શૂટિંગની પળો શેર કરી છે. આ પોસ્ટ સાથે, રવિના ટંડને કેપ્શન લખ્યું – લાંબા સમય પછી સ્ક્રીન પર સિક્કા ઉડતા જોયા!

image source

KGF 2 જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી થિયેટરોમાં ધમાલ મચાવી રહી છે. KGF એ કમાણીના મામલામાં બોલિવૂડ અને સાઉથની મોટી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. KGFની નોનસ્ટોપ કમાણીનો આ ટ્રેન્ડ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાનો છે.