ખાંડને બદલે શરૂ કરી દો આ ખાસ ઉપાય, શરીરને થતા ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે જો મીઠાશનો ઉપયોગ એટલે કે મોં મીઠું કરાવવામાં ન આવે તો એ ખુશી અધૂરી માનવામાં આવે છે. વળી, આપણે દરરોજ ચા અને કોફી બનાવવામાં પણ મીઠાશ તરીકે ખાંડનો ઉપયોગ કરીએ છીએ. પણ ખાંડનો વધારે ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ સર્વવિદિત વાત છે. જો કે મીઠાશ વગરની ચા અને કોફી બેસ્વાદ છે તે પણ હકીકત છે. એટલે તેમાં તમે સામાન્ય ખાંડના બદલે દેશી ખાંડ વાપરી શકો છો. હાલ ભલે મોટાભાગના ઘરોમાં ખાંડનો ઉપયોગ થતો હોય પણ જુના સમયમાં પકવાનમાં મીઠાશ માટે દેશી ખાંડનો જ ઉપયોગ કરવામાં આવતો અને એ દેશી ખાંડ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હતી.

દેશી ખાંડમાં હોય છે અઢળક પોષક તત્વો

image soucre

દેશી ખાંડને તમારા રોજિંદા આહારમાં શામેલ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યમા સુધારો લાવી શકો છો.

શેરડીના રસ માંથી બનાવવામાં આવે છે દેશી ખાંડ

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે દેશી ખાંડ શેરડીના રસ માંથી બનાવવામાં આવે છે. જો કે સામાન્ય ખાંડ પણ શેરડીના રસ માંથી જ બને છે પણ તેને વધુ પડતી રિફાઇન કરવામાં આવે છે એટલા માટે તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ જાય છે. જ્યારે દેશી ખાંડમાં એ પોષક તત્વો જળવાઈ રહે છે. એટલું જ નહીં દેશી ખાંડ બનાવવામાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો અને આ કારણોસર જ દેશી ખાંડ સામાન્ય ખાંડની સરખામણીએ શરીર માટે ફાયદાકારક છે. હા એ વાત સાચી કે દેશી ખાંડ સામાન્ય ખાંડ કરતા સહેજ ઓછી મીઠી હોય છે પરંતુ દેશી ખાંડમાં મિનરલ્સ, કેલ્શિયમ, આયરન, ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામિન જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. અને એટલા માટે જ એ શરીરને ફાયદો કરે છે. આવા જ અમુક ફાયદાઓ વિશે પણ જાણીએ.

હાડકા અને દાંતની મજબૂતી માટે

image soucre

હાડકા અને દાંતની મજબૂતી માટે કેલ્શિયમ બહુ અગત્યનું તત્વ છે જ્યારે દેશી ખાંડમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. એટલા માટે સામાન્ય ખાંડના બદલે દેશી ખાંડના સેવનથી સાંધાના દુખાવામાં રાહત થાય છે અને હડકાઓ તેમજ દાંત મજબૂત બને છે.

સારી પાચનક્રિયા માટે

image soucre

સારા પાચનકાર્ય માટે પણ દેશી ખાંડ કામની વસ્તુ છે. તેનું કારણ એ છે કે દેશી ખાંડમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને પેટની નાની મોટી સમસ્યા તેમજ પાચનક્રિયા સંબંધી સમસ્યા માટે ફાઇબર રાહતરૂપ છે.

એનિમિયાની ઉણપ

image soucre

દેશી ખાંડમાં આયરન પણ ભરપુર માત્રામાં હોય છે એટલા માટે સામાન્ય ખાંડના બદલે દેશી ખાંડનું સેવન કરવાથી એનિમિયાની ઉણપ રહેતી હોય તો તે પૂર્ણ થાય છે. દેશી ખાંડ શરીરમાં ઓછા લોહી માટે પણ ઉપયોગી સહાયક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત