ગમે તેટલી ગરમીમાં પણ આ શાકભાજી તમારે ફ્રીઝમાં ના મુકવા જોઈએ

ગરમીની સિઝનમાં ફ્રિઝ વગરના ઘરની કલ્પના કરવી મુશ્કેલ થઈ ગઈ છે. કારણ કે આકરા તડકાથી રાહત મેળવવા માટે ઠંડા પાણીથી લઈને લગભગ બધી જ વસ્તુઓ બગડી ન જાય તે માટે આપણે ફ્રીઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આજે અમે તમારી સાથે કેટલાક એવા શાકભાજી વિષે વાત કરીશું જેને તમારે ફ્રિજમાં ન મુકવા જોઈએ.

કોઈ પણ ફળ કે શાકને લાંબો સમય સાંચવવા માટે આપણે સંપૂર્ણ રીતે ફ્રિઝ પર નિર્ભર હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે કેટલાક ફળ અને શાકભાજીઓ ફ્રિઝમાં રાખવાથી તે સંચવાઈ રહેવાની જગ્યાએ બગડી જાય છે. તો ચાલો આ ફળ તેમજ શાકભાજી વિષે જાણીએ.

ટેટી

image source

ટેટીને ફ્રીઝમાં રાખવાથી તેની અંદરની સ્મેલ ફ્રીઝમાં મુકેલા બીજા બધા જ ખાદ્ય પદાર્થોમાં ફેલાઈ જાય છે. પણ તેનાથી વધારે નુકસાન તે છે કે તેને ફ્રીઝમાં રાખવાથી તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટની અસર ઓછી થવા લાગે છે. માટે તેના ગુણોનો લાભ શરીરને નથી મળી શકતો.

આ ઉપરાંત તેને ફ્રીઝમાં વધારે દિવસ સાંચવી રાખવાથી તેનો કુદરતી સ્વાદ દૂર થઈ જાય છે. તેમજ તેની ફ્રેશ સુગંધ પણ નથી આવતી. માટે તેને રૂમ ટેમ્પ્રેચર પર જ રાખવી જોઈએ. તેને તમે પાણીમાં પલાળીને પણ રાખી શકો છો.

સફરજન

image source

તમને તે જાણીને આશ્ચર્ય થશે કે સફરજનને જો રૂમ ટેમ્પ્રેચર પર રાખવામાં આવે અને યોગ્ય રીતે રાખવામાં આવે તો તે લગભગ બે અઠવાડિયા સુધી તાજા રહે છે. ફ્રીઝમાં સફરજનને રાખવાથી તેની ક્રીસ્પીનેસ જતી રહે છે તેમજ તેનો સ્વાદ પણ બદલાય છે. જો તમે સફરજનનો કૂદરતી સ્વાદ માણવા માગતા હોવ તો તેને સ્વચ્છ કરીને તેને હંમેશા ડાયનિંગ ટેબલ પરની ફ્રૂટ બાસ્કેટમાં જ રાખવા જોઈએ.

કેળા

કેળાને પણ ક્યારેય ફ્રિઝમાં ન રાખવા જોઈએ. કારણ કે કેળાની ઉપરની છાલ ખૂબ જ નરમ હોય છે તેમ તેમાં ભેજ પણ ખૂબ હોય છે. તે જ કેળાને સુરક્ષિતરાખવા માટે પુરતું છે. જો તમે કેળાને ફ્રીઝમાં રાખશો તો તેની છાલ ગળી જશે. આમ થવાથી તેની લાઇફ વધવાની જગ્યાએ ઘટી જાય છે. તેમજ તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. અને ઠંડુ કેળુ ખાવાથી શરદી થવાનો પણ ભય રહે છે.

બટાટા

image source

બટાટાને તમે સામાન્ય તાપમાને, છાંયડામાં વધારે સમય સુધી સ્ટોર કરી શકો છો. તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી છાંયડા તેમજ સામાન્ય પ્રકાશમાં તેને રાખવાથી લાંબો સમય સંચવાઈ રહે છે. જો તમને કાચા બટાટા ફ્રીઝમાં રાખવાની આદત હોય તો તમને જણાવી દઈ કે તેમાં રહેલો સ્ટાર્ચ ઠંડા તાપમાનમાં રહેવાથી રાયાણિક પ્રક્રિયા થવાથી ટૂટી જાય છે. આમ થવાથી બટાટાનો સ્વાદ પણ બદલાઈ જાય છે.

લસણ

image source

લસણને લાંબો સમય રાખવા માટે ક્યારેય તેને ફ્રીઝમાં સ્ટોર ન કરવું જોઈએ. પણ તેને તેવી જગ્યાએ સ્ટોર કરવું જોઈએ જ્યાં જરા પણ ભેજ ન હોય. અને હળવો સૂર્ય પ્રકાશ પણ તેને મળતો રહેવો જોઈએ. તેમજ ફ્રિઝમાં તેને રાખવાથી તેના ટેસ્ટ પર અસર થાય છે. આ ઉપરાંત તેની સ્મેલ પણ બીજા ખાદ્ય પદાર્થોમાં ઘૂસી જાય છે.

ડુંગળી

image source

ડુંગળીના સ્ટોરેજ માટે રૂમ ટેમ્પ્રેચર ઉત્તમ છે. તમારે માત્ર તેટલું જ ધ્યાન રાખવાનું છે કે તેના પર સૂર્યનો સીધો જ પ્રકાશ ન પડવો જોઈએ. સામાન્ય રીતે તો આપણે ડુંગળી બહાર જ રાખતા હોઈએ છીએ તેમ છતાં કોઈ કારણસર કેટલાક લોકો ડુંગળીને જો ફ્રીઝમાં રાખતા હોય તો તમને જણાવી દઈએ કે તેમ કરવાથી ડુંગળી વધારે જલદી બગડી શકે છે. કારણ કે ડુંગળીમાં પોતાનામાં જ ઘણો ભેજ રહેલો હોય છે તેને વધારે ઠંડક મળવાથી તે કોહવાઈ જાય છે. તેમ છતાં જો તમારે ક્યારેક છાલ ઉતારેલી ડુંગળી સાંચવવી હોય તો તેને તમે કોઈ એરટાઇટ ડબ્બામાં ફ્રીઝના સૌથી નીચેના ભાગમાં સ્ટોર કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત