ચહેરા પર સ્માર્ટનેસ વધારવી હોય તો થ્રેડિંગ કરાવ્યા પછી ભૂલથી પણ ના કરો આ ભૂલો, જાણો કઇ બાબતોનું ખાસ રાખશો ધ્યાન

અત્યારના ફેશનના સમયમાં છોકરીઓ તેના ચહેરાની સુંદરતા તેમજ તેની આંખોની સુંદરતાનું ખાસ ધ્યાન રાખે છે જેથી તે દરેક પ્રસંગે સુંદર દેખાઈ શકે,પરંતુ કેટલીક છોકરીઓ તેમની સુંદરતામાં વધારો કરવા માટે જાડી આઈબ્રો રાખે છે અથવા તો પાતળી આઈબ્રો રાખે છે,જેથી તે સુંદર દેખાય.આવી સ્થિતિમાં છોકરીઓ તેમના આઈબ્રોને સેટ કરવા માટે પાર્લરમાં જતી રહે છે.

image source

લગભગ લોકો એવું જ માને છે કે ચેહરો સુંદર ત્યારે જ દેખાય,જયારે ચેહરા પર મેક-અપ બરાબર થાય,જો કે,આ સાચું જ છે,પરંતુ ચેહરાને સુંદર દેખાડવા માટે આઈબ્રો સૌથી મહત્વપૂર્ણ છે.તમે ગમે તેટલો બરાબર મેક-અપ કરી લો,પણ જો તમારો આઈબ્રો બરાબર સેટ ન થયો હોય,તો તમારા આખા ચેહરાનો દેખાવ બગાડી શકે છે.તેથી ચેહરાની સુંદરતા વધારવા માટે આઈબ્રો બરાબર સેટ કરવો એ સૌથી મહત્વપૂર્ણ છે.

image source

અત્યારના સમયમાં છોકરીઓને મેક-અપથી વધુ તેમના આઇબ્રોની કાળજી લેવાની જરૂર છે.કારણ કે જો મેક-અપ એકવાર બગડશે તો તમારા ચેહરા પરથી મેક-અપ દૂર કરીને ફરીથી કરી શકો છો,પરંતુ જો એકવાર આઈબ્રો બગડશે તો તમારે તેને ફરીથી સેટ કરવામાં ઘણા દિવસોની રાહ જોવી પડશે.આઈબ્રો જેમ તમારી સુંદરતામાં વધારો કરી શકે છે,તેવી જ રીતે આઈબ્રો ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે,તેથી તમારે આઇબ્રોની વિશેષ કાળજી લેવાની જરૂર છે.તેથી આજે અમે તમને આઈબ્રો વિશે થોડી ટિપ્સ જણાવીશું જે તમારી સુંદરતામાં વધારો કરવા માટે તમારી મદદ કરશે.

image source

જ્યારે તમે થ્રેડીંગ કરાવો છો,તે સમય પર ઘણીવાર એવું બને છે કે તમારું કપાળ લાલ થઈ ગયું હોય.તેથી આવા સમય પર તમારી ત્વચાની લાલાશને ઓછી કરવા માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોવું,ત્યારબાદ જો તમારા ચેહરા પર બળતરા થતી હોય તો તમારા ચેહરા પર એલોવેરા જેલ અથવા ગુલાબજળ લગાવો,જેનાથી બળતરાની અસર ઓછી થશે.

image source

તમારે થ્રેડીંગ કરાવ્યા પછી પણ ઘણી બાબતોની કાળજી લેવાની જરૂર છે,જેમ કે જો તમે થ્રેડીંગ કરાવ્યું છે,તો પછી તમે તરત જ સૂર્યપ્રકાશ સામે ન જાઓ કારણ કે થ્રેડીંગ કર્યા પછી,ત્વચાનો તે ભાગ ખૂબ જ સંવેદનશીલ બને છે જેની ખાસ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

આ સિવાય જયારે તમે થ્રેડીંગ કરાવો છો,ત્યારે થોડા સમય માટે તમારી ત્વચાની તે જગ્યા પર અડવું નહીં,કારણ કે તેનાથી ચેપનું જોખમ વધે છે.થ્રેડીંગ કરાવ્યા પછી તે જગ્યા સુકાઈ જાય છે,જે બળતરા અને ખંજવાળનું કારણ પણ બની શકે છે.આવી સ્થિતિમાં તમે મોઇશ્ચરાઇઝનો ઉપયોગ કરી શકો છો,થ્રેડીંગ પછી તરત જ અને દિવસભર તે ભાગ પર મોઇશ્ચરાઇઝ જરૂરથી લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત